Bharti Singh: મમ્મી બનવાની છે ભારતી સિંહ, પ્રેગ્નેન્સી રિપોર્ટ હાથમાં આવતા જ કરવા લાગી ભાંગડા – bharti singh is pregnant shares good news with husband haarsh limbachiyaa

0


હાઈલાઈટ્સ:

  • લગ્નના 4 વર્ષ બાદ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ સંભળાવ્યા ગુડ ન્યૂઝ
  • પ્રેગ્નેન્સી રિપોર્ટ પોઝિટિવ આવતા ખુશીથી ભાંગડા કરવા લાગી ભારતી સિંહ
  • ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ થોડા દિવસ પહેલા ઉજવી ચોથી એનિવર્સરી

કોમેડિયન ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયા ના ઘરે આવતા વર્ષે પારણું બંધાવાનું હોવાની ખબર થોડા દિવસ પહેલા સામે આવી હતી. તેના પર રિએક્ટર કરતાં ભારતી સિંહે કહ્યું હતું કે, ‘આ ખબરને હું સ્વીકારી રહી નથી પરંતુ નકારી પણ નથી રહી. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે જ આ અંગે વાત કરીશ. આ એવી બાબત છે જેને છુપાવી શકાય નહીં. મારે જ્યારે આ અંગે વાત કરવી હશે ત્યારે કરીશ’. જો કે, આ નિવેદન આપ્યા બાદ હવે ભારતી સિંહે પોતે જ તે પ્રેગ્નેન્ટ હોવાની પુષ્ટિ કરી છે.

ઘણા મહિના બાદ દીકરા સાથે મિલન થતાં ભેટી પડી મલાઈકા, પૂર્વ પતિ અરબાઝ પણ થયો ખુશ
ભારતી સિંહે તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ઘરે જ પ્રેગ્નેન્સી ટેસ્ટ કરી રહી છે. અને રિઝલ્ટ પોઝિટિવ આવ્યું હોવાનું જોયા બાદ તેની આંખમાં ખુશીના આંસુ આવી જાય છે. તે આ ખુશખબર શાંતિથી ઊંઘી રહેલા પતિ હર્ષ લિંબાચિયાને જણાવતા પહેલા કાનમાં એરપોડ લગાવી મન મૂકીને ભાંગડા કરે છે. મા બનવાની તેની ઘણા સમયની ઈચ્છા પૂરી થતાં તે કેટલી ખુશ છે તે તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. બાદમાં ભારતી તેનો પ્રેગ્નેન્સી ટેસ્ટ હર્ષને દેખાડે છે. પહેલા તો હર્ષને પણ તે જોઈને વિશ્વાસ આવતો નથી. બાદમાં ભારતી તે સાચેમાં પ્રેગ્નેન્ટ હોવાનું કહે છે. આ દરમિયાન પણ બંને વચ્ચે હંમેશાની જેમ મજાક-મસ્તી ચાલતી રહે છે. વીડિયોના અંતમાં હર્ષ કહે છે ‘તો હા અમે મા બનવાના છીએ’, ભારતી તેને અટકાવે છે તો હર્ષ કહે છે ‘મારો અર્થ એ છે કે ભારતી મા બનવાની છે’. આ વીડિયો તેણે તેની YouTube ચેનલ પર શેર કર્યો છે.


લગ્ન બાદ શ્રદ્ધા આર્યાએ માતાના મંદિરમાં ટેકવ્યું માથું, પતિના સારા સ્વાસ્થ્યની કરી કામના
શોર્ટ વીડિયો તેણે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ શેર કર્યો છે. જેમાં તેને ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે અભિનંદન પાઠવ્યા છે. સના મકબૂલ, જય ભાનુશાળી, કુણાલ વર્મા, વિશાલ આદિચ્ય સિંહ, મુક્તિ મોહન, પ્રિન્સ નરુલા, યુવિકા ચૌધરી, હર્ષદીપ કૌર, અદિતિ ભાટિયા, ગૌહર ખાન તેમજ રૂબિના દિલૈક સહિતના સેલેબ્સે કપલને અભિનંદન પાઠવ્યા છે.

પુનિત પાઠકની પત્ની નિધિ મૂની સિંહે એક તસવીર શેર કરી છે. જેમાં ભારતી સિંહ બેબી બમ્પ પર હાથથી હાર્ટનું નિશાન બનાવીને ઉભી છે જ્યારે નિધિ, પુનિત પાઠક, અલી ગોની, જાસ્મિન ભસીન અને હર્ષ લિંબાચિયા તેના બેબી બમ્પ તરફ ઈશારો કરી રહ્યા છે.

અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીએ પણ ભારતી સિંહનો સંપર્ક કર્યો હતો ત્યારે તેણે કહ્યું હતું ‘હા ભાઈ હા, હું પ્રેગ્નેન્ટ છું’. ભારતી સિંહે તેની ડ્યૂ ડેટ પણ જણાવી હતી. જે મુજબ તે એપ્રિલ અથવા મેની શરૂઆતમાં બાળકને જન્મ આપવાની છે. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના લગ્ન 2017માં થયા હતા. કપલે થોડા દિવસ પહેલા તેમની ચોથી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here