Ahmedabad police: સારા ઘરની યુવતીઓ ડ્રગ્સની લતમાં દેહવેપારમાં ધકેલાઈ, અમદાવાદ પોલીસે બચાવી – ahmedabad police rescued a young woman from a good family who was lured into drug trafficking

0


| I am Gujarat | Updated: Dec 11, 2021, 3:49 PM

ખાધેપીધે સુખી પરિવારમાંથી આવતી યુવતીઓને ડ્રગ પેડલરની ગેંગ ટાર્ગેટ કરતી અને એકવાર યુવતી ડ્રગ્સની લતે ચડે પછી એક પડીકી માટે હોટેલના બેડ સુધી પણ પહોંચી જતી.

 

હાઈલાઈટ્સ:

  • સારા ઘરની યુવતીઓ પણ ડ્રગ્સના નશા માટે હોટલના રૂમોમાં ક્યારે પહોંચી જાય છે તેની તેમને પણ ખબર નથી રહેતી
  • અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીએ આવી 48 દીકરીને મદદ કરી, કોઈને ખબર ન પડે એ રીતે ડ્રગ્સની ચુંગાલમાંથી ઉગારી
  • તેમજ પોલીસે આવી જાળ પાથરનારા તત્વો વિરુદ્ધ પણ કડક કાર્યવાહીની તૈયારીઓ આરંભી છે.

ડ્રગ્સની લત યુવાધનને બરબાદીની પંથે લઈ જાય છે. છતાંય દેખાદેખીના કારણે અનેક યુવક યુવતીઓ ડ્રગ્સના રવાડે જાય છે. ઉચ્ચ અભ્યાસ કરતા કરતા ડ્રગ્સના રવાડે ચઢી ગયેલી 48 યુવતીઓને શહેર પોલીસે ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરાવીને એક નવી જિંદગી અપાવી છે. અત્રે નોંધનીય છે કે, ડ્રગ્સની એટલી લત્ત આ યુવતીઓને લાગી ગઇ હતી કે ડ્રગ્સ માટે તે ગમે તે કરવા માટે તૈયાર થઇ જતી હતી. એક ડ્રગ્સની પડીકી માટે ઘણા અનૈતિક કામ પણ કરી ચુકી હતી. જોકે અમદાવાદ પોલીસના ઝોન-3 ડીસીપી મકરંદ ચૌહાણ અને તેમની ટીમે આવી યુવતીઓને ડ્રગ્સ તેમજ દેહવેપારના ચંગુલમાંથી બહાર કાઢવાનું બિડુ ઝડપ્યું છે.
16 ડિસેમ્બરે સૂર્ય કરશે ધન રાશિમાં પ્રવેશ, કોરોના હારશે અને મોંઘવારી થશે ઓછી
આ સમગ્ર અભિયાન અને પોલીસની દ્રઢ સંકલ્પશકિતની શરૂઆત જુલાઈ 2020 માં કાલુપુરમાં એક હોટલમાં રેડ દરમિયાન થઈ હતી. જેમાં પોલીસના સંપર્કમાં એક યુવતી આવી હતી જે ઉચ્ચ અભ્યાસ કરતા કરતા ડ્રગ્સના રવાડે ચઢી ગઈ હતી. ડ્રગ્સની આદતને સંતોષવા માટે કોઈપણ હદે જવું અને ડ્રગ્સ પેડલર કહે તેની સાથે હોટેલ સુધી જવાની તેની મજબૂરી અને તૈયારીઓ જોઈ ને પોલીસે આવી યુવતીઓને આ દલદલમાંથી બહાર કાઢવાનું નક્કી કર્યું.
અ’વાદમાં બે સ્કૂલની ફી વધારાની દરખાસ્ત પર કાતર ફરી, લીધેલી ફી પણ પરત કરવી પડશે
આ તમામ યુવતીઓને ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત કરવવા સાથે તેમના ભવિષ્યને ધ્યાને રાખીને તેમની ઓળખ કોઈપણ ભોગે જાહેર ન થાય તે રીતે આ યુવતીઓનું કાઉન્સેલિંગ, રિહેબિલિટેશન કરવાનું શરું કરવામાં આવ્યું. ઝોન 3 ડીસીપીએ અત્યાર સુધીમાં 48 જેટલી યુવતીઓને ડ્રગ્સની ચુંગાલમાંથી મુકત કરવામાં સફળતા મળી છે. જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે મોટા ભાગની યુવતીઓ એમ.બી.એ, એમબીબીએસ અને બી. ટેક જેવા ઉચ્ચ અભ્યાસ કરી રહી છે. જે ક્યાંક કોલેજના મિત્રો સાથે પાર્ટીમાં કે દેખાદેખી માં ડ્રગ્સ ની લતે ચઢી ગયેલ છે. ત્યાર બાદ કેટલીક યુવતીઓ તો ડ્રગ્સની લત પૂરી કરવામાં પોતાના પોકેટ મની પૂરા થઈ જતા હોવાથી શરીર વેચવા સુધી મજબૂર થઈ જાય છે.
ઈંડાની લારી હટાવવા મુદ્દે HC લાલઘૂમ, ‘હવે સત્તાધીશો નક્કી કરશે કે લોકોએ શું ખાવાનું?’
આવી તમામ યુવતીઓને ફરી સામાન્ય જીવન જીવવા તરફ વાળ્યા બાદ પોલીસ સતત આવા રેકેટમાં ફસાયેલી યુવતીઓને બચાવવા પ્રયાસરત છે. પોલીસે જેમને આ પ્રકારે મદદ કરી છે તેમનો પણ કહેવામાં આવે છે કે જો આવી બીજી કોઈપણ યુવતીઓ હોય તો તેમણે પોલીસથી ડરવાની જરૂર નથી. પોલીસ તેમનું કોઈપણ રીતે નામ બહાર ન આવે એ રીતે મદદ માટે તૈયાર છે. ડ્રગ્સના ગુનેગારોને કડક સજા કરવા પણ પ્રયાસ ચાલુ છે. પોલીસના ધ્યાને આવેલ તમામ ડ્રગ્સ પેડલરો સામે કડક કાર્યવાહી કરાશે. તેમજ પોલીસે આવી જાળ પાથરનારા તત્વો વિરુદ્ધ પણ કડક કાર્યવાહીની તૈયારીઓ આરંભી છે.

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : ahmedabad police rescued a young woman from a good family who was lured into drug trafficking
Gujarati News from I Am Gujarat, TIL NetworkSource link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here