Gaurav khanna: ‘અનુજ’ના બર્થ ડે પર ‘અનુપમા’ તેને કહ્યો નેશનલ ક્રશ, રિયલ લાઈફ પત્નીએ ખાસ અંદાજમાં આપી શુભેચ્છા – anupamaa aka rupali ganguly calls anuj aka gaurav khanna national crush on his birthday

0


‘અનુપમા’ સીરિયલમાં અનુજનો રોલ કરીને વાહવાહી મેળવી રહેલા એક્ટર ગૌરવ ખન્નાનો આજે (11 ડિસેમ્બર) જન્મદિવસ છે. ‘અનુજ’ને તેના બર્થ ડે પર અનુપમાએ એટલે કે કો-એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ શુભકામના પાઠવી છે. સાથે જ રૂપાલીએ ગૌરવને નેશનલ ક્રશ ગણાવ્યો છે.

ત્રણ જ મહિના માટે ‘અનુપમા’ સાથે જોડાયો હતો ‘અનુજ’? હવે શોને કહી દેશે અલવિદા?

રૂપાલી ગાંગુલીએ ગૌરવ સાથેની કેટલીક તસવીરો શેર કરતાં લખ્યું, “હેપી બર્થ ડે નેશનલ ક્રશ. અનુપમા માટે અદ્ભૂત અનુજ બનવા બદલ આભાર. તારા કરતાં વધુ સારું કોઈ આ રોલ માટે હોઈ જ ના શકત. થૂ થૂ થૂ.” તસવીરોમાં રૂપાલી ગ્રીન રંગના આઉટફિટમાં જોઈ શકાય છે જ્યારે ગૌરવે બ્લેક એન્ડ વ્હાઈટ પટ્ટીવાળું સ્વેટશર્ટ પહેર્યું છે. ગૌરવના માથા પર પાટો બાંધેલો દેખાય છે કારણકે આ તસવીરો સેટ પરની છે. શોમાં હાલ અનુજ કપાડિયા આઈસીયુમાં દાખલ છે.

gaurav bday

રૂપાલીના આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં ગૌરવે લખ્યું, “થેન્ક્યૂ થેન્ક્યૂ થેન્ક્યૂ, આટલી સારી વ્યક્તિ, કો-એક્ટર અને મિત્ર બનવા માટે.”

રૂપાલી ઉપરાંત સીરિયલમાં કાવ્યાનો રોલ કરતી એક્ટ્રેસ મદાલસા શર્માએ પણ ગૌરવ સાથે તસવીર શેર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

બાનો રોલ કરતાં એક્ટ્રેસ અલ્પના બુચે ગૌરવને શુભેચ્છા પાઠવતાં લખ્યું, ‘તોફાની ગૌરવ ખન્ના, હેપી બર્થ ડે.’

કિંજલનો રોલ કરતી એક્ટ્રેસ નિધિ શાહે ગૌરવ સાથેની સુંદર તસવીર શેર કરતાં લખ્યું, ‘હેપી બર્થ ડે પાડોશી.’


ગૌરવ ખન્ના અને તેની પત્ની આકાંક્ષા અવારનવાર સોશિયલ મીડિયા પર રીલ શેર કરતાં રહે છે. ત્યારે ગૌરવના બર્થ ડે પર પણ કપલે સ્પેશિયલ રીલ શેર કર્યું હતું. જેમાં તેઓ સ્ટાઈલિશ લૂકમાં જોવા મળે છે. આ વિડીયો શેર કરતાં આકાંક્ષાએ લખ્યું, “તૈયાર થઈ જા આજે તારો બર્થ ડે છે.”

ચોથી એનિવર્સરી પર અનુષ્કા શર્માએ ખોલ્યું સુખી લગ્નજીવનનું રહસ્ય, વિરાટે શેર કર્યો સુંદર ફેમિલી ફોટો

જણાવી દઈએ કે, અનુજ કપાડિયાના રોલમાં ગૌરવ ખન્નાએ બે-ત્રણ મહિના પહેલા જ ‘અનુપમા’ શોમાં એન્ટ્રી કરી હતી. અનુજના રોલમાં દર્શકોને ગૌરવ ખૂબ પસંદ આવી રહ્યો છે. જોતજોતામાં તેની પોપ્યુલારિટી ખૂબ વધી છે. અનુજ અને અનુપમાની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ પસંદ છે. તેમની જોડી સોશિયલ મીડિયા પર #MaAn તરીકે પોપ્યુલર છે. અનુજ છેલ્લા 26 વર્ષથી અનુપમાને પ્રેમ કરે છે ત્યારે અનુપમાના મનમાં પણ તેના માટે કૂણી લાગણીઓ જન્મી છે ત્યારે ફેન્સ હવે અનુપમા અને અનુજને કપલ તરીકે જોવા માટે ખૂબ ઉત્સુક છે.





Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here