ક્યાંક ભાંગડા તો ક્યાંક હવન…સિંઘુ બોર્ડર છોડીને ઘરે પાછા ફરી રહ્યા છે ખેડૂતો – more than a year later farmers ends protest and returning home from singhu border

0


નવી દિલ્હી/ચંદીગઢ: દિલ્હી-હરિયાણા બોર્ડર પર એક વર્ષથી વધારે સમય સુધી ચાલનારા આંદોલનને સંકેલીને હવે ખેડૂતો પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે. શનિવારના રોજ ફૂલોથી શણગારેલા ટ્રેક્ટરના કાફલા વિજય ગીતો ગાતા ગાતા સિંઘુ બોર્ડર છોડીને પોતાના ઘરે પાછા ફર્યા. ખેડૂતો આજના દિવસે ઘણાં ભાવુક પણ જોવા મળ્યા હતા. સિંઘુ બોર્ડર છોડતા પહેલા ઘણાં ખેડૂતોએ હવન કર્યું, અમુકે કીર્તન કર્યા, જ્યારે અમુક ખેડૂતોએ આજના દિવસને વિજય દિવસ માનીને ભાંગડા પણ કર્યા.

પંજાબ અને હરિયાણામાં સિંઘુ બોર્ડરથી પાછા ફરી રહેલા ખેડૂતોની ઘર-વાપસી પર મીઠાઈઓ અને ફૂલ-માળાઓથી સ્વાગત કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી. દિલ્હી- કરનાલ- અમ્બાલા અને દિલ્હી-હિસાર નેશનલ હાઈવે પર, તેમજ અન્ય રાજકીય માર્ગો પર અનેક સ્થળોએ ખેડૂતોના પરિવારના લોકો તેમના ગામના લોકો સાથે મળીને ખેડૂતોનું સ્વાગત કરતા જોવા મળ્યા. આ અવસર પર લાડુ પણ વહેંચવામાં આવી રહ્યા હતા. દૂર દૂર સુધી વાહનો જોવા મળ્યા.

અસામની કરુણ ઘટના, હાથીઓને ભગાડવા કરેલા ફાયરિંગમાં બે વર્ષના બાળકનું મોત

ઉલ્લેખનીય છે કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા. ગત વર્ષે 26મી નવેમ્બરથી મોટી સંખ્યામાં ખેડૂતો આ કાયદા પાછા લેવાની માંગ સાથે અહીં ભેગા થયા હતા. સંસદમાં આ વર્ષે 29મી નવેમ્બરના રોજ ત્રણે કાયદાઓને પાછા ખેંચવામાં આવ્યા, અને એમએસપી પર કાયદો રચવાની ગેરંટી આપવામાં આવી. આ માટે એક પેનલ રચવાની માંગ પણ સ્વીકારવામાં આવી.

સિંઘુ બોર્ડર પરથી પાછા ફરતી વખતે ખેડૂતો ઘણાં ભાવુક થઈ ગયા હતા. તેઓ ખુશ હતા, પરંતુ આ સમય તેમના જીવનનો સંઘર્ષમય અને યાદગાર સમય હતો. એક વર્ષ સુધી સાથે રહ્યા પછી જ્યારે તેઓ અલગ થઈ રહ્યા હતા તો એકબીજાને ભેટી રહ્યા હતા, શુભકામનાઓ પાઠવી રહ્યા હતા. અમ્બાલાના ખેડૂત ગુરવિંદર સિંહ જણાવે છે કે, અમારા માટે આ ભાવુક કરનારી ક્ષણ છે. અમે ક્યારેય નહોતુ વિચાર્યું કે અલગ થવું અમારા માટે આટલું મુશ્કેલ હશે, કારણકે અમે એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગયા હતા. આ આંદોલન અમને હંમેશા યાદ રહેશે.

ઓમિક્રોનના ખતરા વચ્ચે 10 રાજ્યોમાં દર્દી વધ્યા, રાત્રિ કર્ફ્યુ સહિતના નિયમ લાગૂ થશે!
એક પોલીસ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, અમે અમારી ડ્યુટી ઘણી સારી રીતે કરી રહ્યા હતા. પ્રદર્શન સમાપ્ત થયું છે ત્યારે નિશ્ચિતપણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને ઘણી રાહત મળશે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here