iaf helicopter crashed: નાજુક છતાં સ્ટેબલ છે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની તબિયત, આખો દેશ કરી રહ્યો છે પ્રાર્થના – iaf helicopter crash group captain varun singh fighting for life

0


હાઈલાઈટ્સ:

  • હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપિન રાવત, એમના પત્ની સહિત કુલ 13 લોકોના નિધન થયા હતા
  • દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાંથી 13એ જીવ ગુમાવ્યો
  • એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને ઓગસ્ટમાં શોર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે

બેંગલુરુઃ બુધવારે, 8 ડિસેમ્બરે થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવિત બચનાર એકમાત્ર વ્યક્તિ ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની તબિયત નાજુક પરંતુ સ્થિર છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે, ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સારવાર બેંગલુરુના કમાન હોસ્પિટલમાં થઇ રહી છે. આ ગંભીર હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, એમના પત્ની મધુલિકા અને અન્ય 11 લોકોના નિધન થયા હતા.

ભારતીય વાયુસેનાના અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની તબિયત નાજુક પરંતુ સ્થિર છે. તેમની સલામતી માટે દેશભરમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, બુધવારે તમિલનાડૂના કૂન્નુર પાસેના જંગલોમાં એરફોર્સનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, એમના પત્ની સહિત 14 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 13 લોકોના નિધન થયા હતા જ્યારે જીવિત રહેનારા એકમાત્ર વ્યક્તિ વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ છે. તેઓને ગુરુવારે તમિલનાડુના વેલિંગટનથી બેંગલુરુના કમાન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. બુધવારે થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગ્રુપ કેપ્ટનને વેલિંગટન સ્થિત હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને પહેલા રોડ માર્ગે એમ્બ્યુલન્સથી સુલૂર લાવવામાં આવ્યા હતા અને એ પછી બેંગલુરુ લઇ જવામાં આવ્યા હતા.

માહિતી મુજબ, ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહના પિતા કર્નલ (સેવાનિવૃત્ત) કેપી સિંહ પણ બેંગલુરૂ પહોંચી ચુક્યા છે. તેઓ હાલમાં ઉત્તરપ્રદેશના દેવરિયામાં રૂદ્રપુર કોતવાલી વિસ્તારના કન્હૌલી ગામ ખાતે રહે છે. વર્તમાનમાં ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની પોસ્ટિંગ તમિલનાડુના વેલિંગટનમાં છે. વરૂણ સિંહના પરિવારમાં પત્ની ગીતાંજલિ અને પુત્ર રિદ્ધિમન અને પુત્રી આરાધ્યા છે.

હેલિકોપ્ટર ક્રેશમાં એકમાત્ર વરુણ સિંહ બચ્યા, આ વર્ષે રાષ્ટ્રપતિએ શૌર્ય ચક્રથી સન્માનિત કર્યાં હતા
ગત વર્ષે એક ટેકનિકલ ખામીને કારણે યુદ્ધ વિમાનને સંભવિત દુર્ઘટનાથી સફળતાપૂર્વક ઉગારી લેનારા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને ઓગસ્ટમાં શોર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. 12 ઓક્ટોબર 2020ના તેઓ તેજસની ઉડાન પર હતા. આ વિમાનને તેઓ એકલા જ ઉડાવી રહ્યા હતા. પરંતુ ઉડાન સમયે એમાં ટેકનિકલ ખામી સામે આવતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. યુદ્ધ વિમાનમાં કાકપિટની પ્રેશર સિસ્ટમ ખરાબ હોવાથી સ્થિતિ બેકાબૂ થઈ રહી હતી. પરંતુ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે સ્થિતિ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા હતા.
કુન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા વધુ 6 જવાનોના પાર્થિવ દેહની ઓળખ થઈબિપિન રાવતને 17 તોપોની સલામી સાથે અંતિમ વિદાય, દીકરીઓએ આપી મુખાગ્નિSource link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here