gaurav khanna: યાદગાર રહ્યો ‘અનુજ’નો 40મો બર્થ ડે, ‘અનુપમા’ની ટીમ સાથે કેક કાપ્યા બાદ ઘરે પત્ની-મિત્રો સાથે કરી ઉજવણી – actor gaurav khanna celebrated his 40th birthday with friends and on the sets of anupamaa

0


હાઈલાઈટ્સ:

  • ગૌરવ ખન્નાની પત્નીએ ઘરે પણ નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું.
  • ગૌરવના ઘરે યોજાયેલા સેલિબ્રેશનમાં એક્ટ્રેસ પૂજા બેનર્જી અને સિમરન કૌર હાજર રહ્યા હતા.
  • ગૌરવના બર્થ ડે સેલિબ્રેશનમાં ‘અનુપમા’ના પ્રોડ્યુસર રાજન શાહી પણ જોડાયા હતા.

ટીવી સીરિયલ ‘અનુપમા’માં અનુજ કપાડિયાનો રોલ કરીને ઘરે-ઘરે જાણીતા થનારા એક્ટર ગૌરવ ખન્નાનો 11 ડિસેમ્બરે 40મો બર્થ ડે હતો. ગૌરવ ખન્ના માટે આ વર્કિંગ બર્થ ડે હતો. મતલબ કે બર્થ ડેના દિવસે પણ ગૌરવ ‘અનુપમા’નું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે સેટ પર તેનો બર્થ ડે ઉજવવામાં આવ્યો હતો. પ્રોડ્યુસર રાજન શાહી સહિત ‘અનુપમા’ની આખી ટીમ ગૌરવના બર્થ ડે સેલિબ્રેશનમાં સામેલ થયા હતા.

‘અનુજ’ના બર્થ ડે પર ‘અનુપમા’ તેને કહ્યો નેશનલ ક્રશ, રિયલ લાઈફ પત્નીએ ખાસ અંદાજમાં આપી શુભેચ્છા

ગૌરવ ખન્નાએ કેક કટિંગ પહેલાનો એક વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં શોના પ્રોડ્યુસર સહિત આખી ટીમ ગૌરવ માટે ‘હેપી બર્થ ડે’ ગીત ગાઈ રહી છે. શોના તમામ કલાકારો ઉપરાંત બેકસ્ટેજ કામ કરતી ટીમ પણ જોવા મળી રહી છે. ગૌરવ સૌનો આભાર પણ માને છે. વિડીયો શેર કરતાં ગૌરવે લખ્યું, “રાજન શાહી, મને મારા ટીવી કરિયરનો સૌથી યાદગાર રોલ આપવા માટે તમારો આભાર. મારા બર્થ ડે પર ગેટ-ટુ-ગેધરનું આયોજન કરવા અને શુભેચ્છાઓ આપવા માટે ‘અનુપમા’ની પ્રેમાળ ટીમનો આભાર માનું છું. હું આ ક્ષણ આખી જિંદગી વાગોળીશ. સૌને પ્રેમ.”

gaurav set

શોના પ્રોડ્યુસર રાજન શાહીએ પણ ગૌરવ ખન્નાના બર્થ ડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી. એક તસવીરમાં ગૌરવને રાજન શાહી બુકે આપતાં જોવા મળે છે. ગૌરવ અને રાજન શાહીની સાથે અનુપમાનો રોલ કરતી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી પણ છે.

gaurav set1

રાજન શાહીએ શેર કરેલી બીજી એક તસવીરમાં ‘અનુપમા’ સીરિયલના બધા જ કલાકારો જોવા મળી રહી છે. આ ઉપરાંત પ્રોડક્શનની બાકીની ટીમ પણ છે. રાજન શાહીએ તસવીર શેર કરતાં લખ્યું, “અનુપમાની આખી ટીમ, રાન શાહી પ્રોડક્શન્સ અને ડીકેપી તરફથી જન્મદિવસની અઢળક શુભેચ્છા ગૌરવ.”

gaurav set2

બીજી એક તસવીરમાં ગૌરવ, રૂપાલી, રાજન શાહી, સુધાંશુ પાંડે, પારસ કલનાવત હળવા મૂડમાં જોઈ શકાય છે. આ તસવીર શેર કરતાં રાજન શાહીએ લખ્યું, ‘ગૌરવ તારો જન્મદિવસ હંમેશા ખુશીઓ, સ્મિત અને સમૃદ્ધિ લાવે તેવી શુભકામના. થૂ થૂ થૂ.’ તસવીરોમાં જોઈ શકો છો કે ગૌરવના બર્થ ડે માટે ટેબલને ગુલાબની પાંદડીઓથી સજાવાયું છે અને તેના પર કેક મૂકેલી છે.

‘અનુપમા’ સીરિયલમાં ટૂંક સમયમાં જ નવી એન્ટ્રી થવાની છે. એક્ટ્રેસ અનેરી વજાની શોમાં એન્ટ્રી લેવાની છે અને ચર્ચા છે કે તે અનુજ કપાડિયાની બહેનના રોલમાં જોવા મળશે. અનેરીએ આ સીરિયલ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. ગૌરવ ખન્નાનો બર્થ ડે સેટ પર સેલિબ્રેટ થયો હતો ત્યારે અનેરી તેમાં હાજર હતી. અનેરીએ ગૌરવને શુભેચ્છા આપતો વિડીયો પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો.

gaurav bday decor

ગૌરવ ખન્નાએ બર્થ ડેનું સેલિબ્રેશન માત્ર સેટ પર જ નહીં ઘરે પણ કર્યું હતું. નજીકના મિત્રો અને પરિવારજનો સાથે કેક કાપીને ગૌરવે બર્થ ડે ઉજવી હતી. ગૌરવ ખન્નાના બર્થ ડે માટે ઘરને સિલ્વર, વ્હાઈટ અને બ્લેક રંગના બલૂન્સથી સજાવાયું હતું. ગૌરવ માટે ટુ ટાયર કેક પણ મગાવામાં આવી હતી. ડેકોરેશન, કેક અને ફેન્સ તરફથી મળેલી ગિફ્ટની ઝલક ગૌરવે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બતાવી હતી.

gaurav wife

gaurav wife2

ગૌરવ ખન્નાએ પત્ની આકાંક્ષા સાથે કેક આગળ ઊભા રહીને પોઝ આપ્યા હતા. ટેબલ પર બે કેક અને અન્ય ગિફ્ટ જોઈ શકાય છે. તસવીરમાં આકાંક્ષા કેમેરા સામે જોઈને સ્માઈલ કરી રહી છે ત્યારે ગૌરવ તેની તરફ ઈશારો કરી રહ્યો છે. બર્થ ડે બોય ગૌરવ બ્લેક ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે જ્યારે તેની પત્નીએ લાલ રંગનું શોર્ટ સ્કર્ટ અને પ્રિન્ટેડ ટી-શર્ટ પહેરી છે. કેક સાથે કપલે બે તસવીર શેર કરી છે અને બંનેમાં ગૌરવના એક્સપ્રેશન જોવાલાયક છે.

gaurav wife1

ગૌરવના ઘરે થયેલા સેલિબ્રેશનની બીજી એક તસવીર સામે આવી છે જેમાં ડેકોરેશન, કેક અને ગિફ્ટ્સ આગળ ઊભો રહીને ગૌરવ શાહરૂખ ખાનના અંદાજમાં પોઝ આપે છે જ્યારે તેની પત્ની પાછળ ઊભી રહીને સ્માઈલ કરી રહી છે.

gaurav puja

gaurav puja1

એક્ટ્રેસ પૂજા બેનર્જી ગૌરવ અને આકાંક્ષાની ખાસ ફ્રેન્ડ છે ત્યારે તે પણ બર્થ ડે પાર્ટીમાં સામેલ થઈ હતી. પિંક રંગના વન પીસમાં પૂજા સુંદર લાગતી હતી. તેણે ગૌરવ અને આકાંક્ષા સાથે પોઝ આપ્યા હતા.

ત્રણ જ મહિના માટે ‘અનુપમા’ સાથે જોડાયો હતો ‘અનુજ’? હવે શોને કહી દેશે અલવિદા?

gaurav fam

અન્ય એક તસવીરમાં ગૌરવ અને આકાંક્ષા મહેમાનો સાથે પોઝ આપતાં જોવા મળી રહ્યા છે.

gaurav simran

gaurav simran1

akanksha frnds

એક્ટ્રેસ સિમરન કૌર પણ ગૌરવ અને આકાંક્ષાની સારી ફ્રેન્ડ છે ત્યારે તે પણ બર્થ ડે પાર્ટીમાં સામેલ થઈ હતી. તેણે ગૌરવ અને આકાંક્ષા ઉપરાંત અન્ય મહેમાનો સાથે ફોટો પડાવ્યા હતા. તસવીરોમાં સિમરન માસ્કમાં જોવા મળી રહી છે.

ગૌરવ ખન્નાનો 40મો બર્થ ડે તેના મિત્રો અને પરિવારજનોએ મળીને ખાસ બનાવ્યો હતો. સેટ પર બર્થ ડે સેલિબ્રેશન ઉપરાંત ઘરે પણ તેણે ઉજવણી કરતાં આ વર્ષની બર્થ ડે ખરેખર ખૂબ યાદગાર બની હશે. થોડા દિવસ પહેલા અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને ઈન્ટરવ્યૂ આપતાં ગૌરવે કહ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી તે ટીવી ઈન્ડસ્ટ્રીમાં છે પરંતુ જે ઓળખ તેને ‘અનુપમા’ દ્વારા મળી છે તે અગાઉ કોઈ પ્રોજેક્ટ અપાવી નહોતો શક્યો. ‘અનુપમા’ માટે તેણે ઈશ્વરનો આભાર માન્યો હતો.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here