ahmedabad boy online fraudsters: સ્લમડોગ મિલિયોનેરઃ અમદાવાદી યુવકે ડાર્ક વેબના આધારે 1 વર્ષમાં 50 કરોડ રૂપિયાના ઠગાઈ કરી – 22 yo ahmedabad boy becomes online fraudsters by using dark web

0


હાઈલાઈટ્સ:

  • અમદાવાદના ઈસનપુરમાં રહેતો 22 વર્ષીય યુવાન બની ગયો ઓનલાઈન ઠગ
  • દુનિયાભરના દેશોનાં લોકોનાં બેંક એકાઉન્ટ ખાલી કરી કરોડ રૂપિયાની ઠગાઈ કરી
  • પોલીસે પણ તેની સામે કાર્યવાહી કરવામાં અસમર્થતા દર્શાવી

અભ્યાસમાં નબળો હોવાને કારણે તેણે ધોરણ 12નો અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો પણ બીજી બાજુ પરિવાર દ્વારા સતત તેને કામ માટે દબાણક કરવામાં આવતું હતું. તેને ડિજિટલ ડિવાઈસનો શોખ હતો, અને તેણે ઈન્ટરનેટ સર્ફિંગ ચાલુ કરી દીધું. આ દરમિયાન તે સોશિયલ મીડિયામાં લાઈક્સનો દિવાનો બની ગયો. એક દિવસે ઓનલાઈન માધ્યમ મારફતે તેનો પરિચય પાકિસ્તાનના કરાચીના જિયો મુસ્તફા સાથે થયો, અને તેણે અમદાવાદી યુવકને લોકોના એકાઉન્ટમાંથી કેવી રીતે પૈસાની ચોરી કરવી તેનું જ્ઞાન આપ્યું.

ત્રણ વર્ષની અંદર જ આ યુવકે ઓનલાઈન ઠગાઈમાં માસ્ટરી હાંસલ કરી દીધી હતી. અને આ સમયગાળા દરમિયાન તેણે લોકોના એકાઉન્ટમાંથી 50 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી અને આ ઓનલાઈન ઠગાઈ મારફતે 50 કરોડ રૂપિયાની વસ્તુઓની લે-વેચ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તેની પાસે 12 ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટ છે, અને દરેકમાં તેની પાસે 25,000થી 30,000 ડોલરના કોઈન્સ છે.

આ સ્ટોરી અમદાવાદના ઈસનપુરની નારાયણનગર સોસાયટીમાં રહેતાં 22 વર્ષીય હર્ષવર્ધન પરમારની છે, તેના પિતા સેનિટેશન વર્કરના કોન્ટ્રાક્ટર છે અને કોરોના દરમિયાન એસવીપી વોર્ડમાં તેઓ કામ કરતા હતા. હર્ષવર્ધન અભ્યાસમાં ઘણો નબળો હતો અને માંડ માંડ તેણે ધોરણ 10 પાસ કર્યું હતું. ધોરણ 11માં તેના પરિવારે અભ્યાસ કરવાનું અથવા કામ કરવાનું જણાવ્યું હતું. ઘરવાળાના સતત દબાણને કારણે તેણે સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાનું શરૂ કર્યું હતું. તેણે થોડા ફોટો અને વિડીયો શૂટ કર્યાં હતા, અને જેને કારણે તેને સોશિયલ મીડિયામાં અનેક લાઈક્સ મળ્યા હતા.

2018માં હર્ષવર્ધનને ટેલિગ્રામ એપના ગ્રૃપ ડાર્ક સિક્રેટમાં એડ કરવામાં આવ્યો હતો, અને અહીં તેનો સંપર્ક એવાં લોકો સાથે થયો હતો કે, જેઓ જથ્થામાં એક્ટિવ બેંક ડિટેઈલ્સ વેચતા હતા. હર્ષવર્ધને આવી જ એક ડીલમાં પોતાનો હાથ અજમાવ્યો અને પ્રથમ પ્રયાસે જ તેણે 2000 રૂપિયાની ઠગાઈ કરી દીધી હતી. આ દરમિયાન તેનો સંપર્ક કરાચીના મુસ્તફા સાથે થયો હતો, જેણે તેને ઓપન વેબમાં નહીં પણ ડાર્ક વેબમાં ડીલ કરવા માટેની સલાહ આપી હતી.

મુસ્તફાએ હર્ષવર્ધનને સ્કેમરના જીવનના ટ્રિક્સ આપી અને તેને રશિયન હેકર્સનો સંપર્ક કરવાની સલાહ આપી કે જે 50 દેશોનાં લોકોનાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડની માહિતી પોતાની વેબસાઈટ પર વેચતો હતો. હર્ષવર્ધને તેને આપવામાં આવેલી સૂચનાઓ અનુસરવા લાગી, અને ક્રેડિટ તેમજ ડેબિટ કાર્ડની ડિટેઈલ્સ ખરીદી લીધી હતી. જે બાદ તે અમેરિકાથી લઈને યુગાન્ડાના લોકો સુધીના બેંક એકાઉન્ટ ખાલી કરી દીધા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર હર્ષવર્ધનને લોકોની ક્રેડિટ કે ડેબિટ કાર્ડની જાણકારી લેવા માટે અડધી મિનિટ પણ લાગતી ન હતી. અને બાદમાં બેંક બેલેન્સ જાણીને તે મોંઘીદાટ વસ્તુઓ અથવા જ્વેલરી ખરીદતો હતો અને બાદમાં તેને કેશમાં વેચી દેતો હતો. એક અંદાજ પ્રમાણે એક વર્ષમાં જ તેણે 50 કરોડ રૂપિયાની વસ્તુઓ ખરીદી અને વેચી હતી. આશ્રમ રોડની એક દુકાનમાં એકસાથે 30 ફ્રીજનો ઓર્ડર આપ્યા બાદ પોલીસે તેની અને તેની સાથે સંકળાયેલ 2 લોકોને ઝડપી પાડ્યા હતા.

તેની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં જામીન પર છોડી દેવામાં આવ્યો હતો. અને તે બાદ પણ તેણે ડાર્ક વેબના મારફતે ઓનલાઈન ઠગાઈનો સિલસિલો ચાલુ જ રાખ્યો હતો અને આ માટે વપરાતા આઈપી એડ્રેસને હજુ સુધી ટ્રેસ કરી શકાયું નથી. આ ઉપરાંત હર્ષવર્ધન તેના દોસ્તોનું પણ ઘણું ધ્યાન રાખતો હતો. આ કેસની તપાસ કરી રહેલાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જો હર્ષવર્ધનના ફ્રેન્ડ્સ તેને પાર્ટી માટે કહેતા તો તે ફાઈવ સ્ટાર હોટેલમાં ડિલક્સ રૂમ બુક કરાવતો હતો, અને દારુ તેમજ ખાવાના પૈસા આપતો હતો, આ ઉપરાંત અમુક વખત તો વિદેશી યુવતીઓને પણ રૂમમાં બોલાવતો હતો.

પોલીસે જણાવ્યું કે, તેની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરી શકાતી નથી, કેમ કે તેણે કોઈપણ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ છોડ્યા નથી. અને હવે તેણે લોકો સાથે ઠગાઈ કરવા માટે 10 છોકરાઓ પર રાખી લીધા છે. તેઓ રશિયન હેકર્સ પાસેથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડની ડિટેલ્સ લે છે અને બાદમાં તેમના એકાઉન્ટ ખાલી કરીને પૈસાની વહેંચણી કરી દેવામાં આવે છે. હર્ષવર્ધનને તેમાં સૌથી મોટો ફાળો મળે છે. આ તમામ 10 છોકરાઓએ શાળામાં અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો અને હવે દુનિયાભરના ધનિકોને લૂંટી રહ્યા છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here