થનારા પતિ વિકી જૈન સાથે મન મૂકીને નાચી અંકિતા લોખંડે, સામે આવ્યા ફંક્શનના વીડિયો – ankhita lokhande and vicky jain dance on the beats of bollywood songs

0


હાઈલાઈટ્સ:

  • વિકી-કેટરિના પછી હવે અંકિતા લોખંડેના લગ્નની ચર્ચા શરુ.
  • અંકિતા લોખંડેની મહેંદી સેરેમનીમાં મન મૂકીને નાચ્યા મહેમાન.
  • થનારા પતિ વિકી જૈને અંકિતા લોખંડેને ખોળામાં ઉંચકી લીધી.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન પછી હવે ટીવી અને ફિલ્મ અભિનેત્રી અંકિતા લોખંડેના લગ્નની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. અંકિતા લોખંડેના લગ્ન 14મી ડિસેમ્બરના રોજ થવાના છે અને લગ્નના વિવિધ ફંક્શન શરુ થઈ ગયા છે. અગાઉ અંકિતા લોખંડે મહેંદી મુકાવી રહી હતી તે તસવીરો સામે આવી હતી અને હવે સોશિયલ મીડિયા પર આજના ફંક્શનના વીડિયો છવાયેલા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અંકિતા પોતાના થનારા પતિ વિકી જૈન સાથે મન મુકીને ડાન્સ કરી રહી છે.


આ પ્રી વેડિંગ ફંક્શનની અનેક તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. અંકિતા લોખંડેના ઈન્ડસ્ટ્રીના મિત્રો પણ આ ઈવેન્ટમાં હાજર રહ્યા હતા અને તેઓ પણ ઈવેન્ટની તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અંકિતા વિકી સાથે ડાન્સ કરી રહી છે. પિંક લહેંઘામાં અંકિતા ઘણી સુંદર લાગી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિકી જૈન અંતિકાને ઉંચકીને પણ ડાન્સ કરે છે.


અંકિતા લોખંડના ફંક્શનમાં સૃષ્ટિ રોડે, સના મકબુલ, માહિ વીજ વગેરે સ્ટાર્સ હાજર રહ્યા હતા. તમામ મહેમાનો ખૂબ એન્જોય કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અંકિતા લોખંડે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે 14મી ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. લગ્નનું આ આયોજન મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં રાખવામાં આવ્યું છે.

મહેંદી સેરેમનીમાં કેટરિનાએ સસરા સાથે કર્યા ભાંગડા, વિકીએ ઘૂંટણિયે બેસીને કરી પ્રપોઝ!

અહીં નોંધનીય છે કે અંકિતા લોખંડેને 7 ડિસેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અંકિતા લોખંડેને લેગ સ્પ્રેન થયો હતો અને જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી છે, જો કે ડોક્ટરે પૂરતો આરામ કરવાની સલાહ આપી છે. અંકિતા લોખંડેના એક મિત્રએ અમારા સહયોગી ‘ઈટાઈમ્સ’ ટીવી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ‘તેને ફ્રેક્ચર નથી થયું તે સૌથી સારી વાત છે’.

કંગનાને મળ્યા કેટરિના-વિકીના લગ્નના ‘દેશી ઘીના લાડુ’, શેર કર્યો ફોટો
અંકિતા લોખંડે અને વિકી જૈન ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે. તેના માટેની અપ્રિશિએશન પોસ્ટમાં અંકિતા લોખંડેએ લખ્યું હતું કે ‘પ્રિય વિકી, જ્યારે સમય ખરાબ હતો ત્યારે તું મારી સાથે હતો. તું હંમેશા મને તે પૂછનારો પ્રથમ વ્યક્તિ હતો કે, હું ઠીક છું? શું મને કોઈ બાબતમાં મદદની જરૂર છે અથવા હું ક્યાંય દૂર જવા માગુ છું કે જેથી મૂડ ઠીક થઈ શકે. તે હંમેશાથી મારી ચિંતા કરી છે અને હું હંમેશા તને કહેતી હતી કે, હું ઠીક છું કારણ કે હું જાણતી હતી કે તું મારી સાથે છે. દુનિયાના સૌથી શ્રેષ્ઠ બોયફ્રેન્ડ બનવા બદલ હું તારો આભાર માનવા માગુ છું’.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here