blind girl love story: અમદાાદઃ પ્રજ્ઞાચક્ષુ યુવતીની અનોખી પ્રેમ કહાની, પરીક્ષા હોલમાં પાંગર્યો પ્રેમ, 4 વર્ષ બાદ કર્યાં લગ્ન – ahmedabad: divyang girl marries to man for whom he wrote exams

0


હાઈલાઈટ્સ:

  • પ્રજ્ઞાચક્ષુ યુવતી અને પરીક્ષામાં રાઈટર યુવકની અનોખી લવ સ્ટોરી
  • પરીક્ષા માટે રાઈટર શોધતાં શરૂ થયો પ્રેમ
  • ચાર વર્ષ બાદ યુવક અને યુવતીએ લગ્ન કર્યાં

અમદાવાદઃ પ્રજ્ઞાચક્ષુ યુવતી પાયલ શર્માએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે તેને જીવવનો સાથીદાર પરીક્ષાખંડમાં મળશે. 26 વર્ષીય યુવતી સંસ્કૃતમાં MA કરી રહી હતી, અને પ્રજ્ઞાચક્ષુ હોવાને કારણે પરીક્ષામાં પેપર લખવા માટે તેને રાઈટરની જરૂર હતી. અને આ માટે તેની મુલાકાત હાર્દિક દવે સાથે થઈ હતી, જેણે પ્રથમ પાયલનું દિલ જીત્યું અને બાદમાં બંને પરિવારને લગ્ન માટે મનાવ્યા હતા. બંનેના પરિવારે પણ તેમના લગ્ન માટે આશીર્વાદ આપ્યા હતા. અને નવેમ્બર 28ના રોજ બંને લગ્નના બંધને બંધાઈ ગયા હતા.

payal sharma 2


આ બંનેની લવ સ્ટોરી એ વાતથી અલગ પડે છે કે, યુવક અને યુવતી એકબીજાને ચાર વર્ષથી ઓળખતા હતા, અને તેઓની મુલાકાત મોટાભાગે પરીક્ષા હોલની ચાર દિવાલો વચ્ચે જ થતી હતી. અને આ ચાર દિવાલોની અંદર જ તેઓએ એકબીજા સમક્ષ પ્રેમનો એકરાર કર્યો હતો. આ પ્રેમ કહાનીની શરૂઆત પાયલે એક્ઝામ માટે રાઈટર શોધવાથી થઈ હતી. તેનો સંપર્ક હાર્દિક સાથે થયો કે જેણે બીએ સંસ્કૃતમાં કર્યું હતું, આ સાથે તે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનો રાઈટર બનીને પરીક્ષામાં તેઓની મદદ કરતો હતો. અને પાયલે બીએડ પૂર્ણ કર્યું ત્યાં સુધી હાર્દિક જ તેનો રાઈટર હતો.

પરીક્ષા દરમિયાન હાર્દિક જ્યારે પાયલને મળતો ત્યારે તેના મનમાં પાયલ માટે પ્રેમની લાગણી છલકાઈ આવતી હતી, પાયલને પણ હાર્દિક માટે સમાન લાગણી થઈ હતી. બ્લાઈન્ડ પીપલ એસોસિયેશનની ફેકલ્ટી મેમ્બર પાયલે જણાવ્યું કે, તેનો સ્પર્શ હતો કે જેણે મને આગળ વધવાની હિંમત આપી. તે જે રીતે બસ સ્ટોપથી મારો હાથ પકડીને પરીક્ષા હોલ સુધી લઈ જતો હતો ત્યારે તેના હાથના સ્પર્શે મારી અંદર લાગણી ઉતપન્ન કરી હતી. પણ મને તેની લાગણી વિશે ખબર ન હતી, જેથી મેં તે પ્રથમ પગલું ભરે તેની રાહ જોઈ હતી.

payal sharma 1

જો કે, પાયલ અને હાર્દિક પરીક્ષા હોલની બહાર ભાગ્યે જ મળતા હતા. ફક્ત તહેવારોના સમયે તેઓ એકબીજાને શુભકામના આપતા હતા. જ્યોતિષ હાર્દિકે કહ્યું કે, ભૂતકાળમાં તેને લગ્ન માટે 10 વાતો આવી હતી. જેમાંથી અમુક મને જ્યોતિષ તરીકેનું કામ છોડી બીજું કાંઈક શરૂ કરવા માટે કહેતી હતી. હું પાયલ સાથે ઉંડા પ્રેમમાં હતો અને હું જેમ હતો તેમ તે મને પસંદ કરતી હતી. તેનો ઉમળકાભેર સ્વભાવે મારું દિલ જીતી લીધું હતું.

payal sharma 3

ચાર વર્ષ બાદ વર્ષ 2020માં આખરે હાર્દિકે હિંમત કરીને પાયલને પ્રપોઝ કર્યું હતું, જેમાં પાયલે હા પાડી હતી અને બાદમાં બંનેએ પરિવાર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે પાયલના પરિવારને મનાવવામાં સમય લાગ્યો હતો. આ ઉપરાંત કોરોનાની બીજી લહેરને કારણે પણ તેમના લગ્નમાં વિલંબ થયો હતો.

હાર્દિકે જણાવ્યું કે, પાયલના પરિવારે કહ્યું હતું કે, પાયલ ઘરનું કામ નહીં કરે. જે મામલે મેં કહ્યું હતું કે તેની ચિંતા ન કરો હું તમામ વસ્તુઓનું ધ્યાન રાખી લઈશ. જો કે, લગ્ન બાદ મને જાણવા મળ્યું કે, પાયલ ખુબ જ સારી રસોઈ બનાવી શકે છે. ગામડામાં ઉછરેલો હાર્દિક હાલ અમદાવાદના નારોલમાં પાયલ સાથે રહે છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here