કુન્નુર હેલિકોપ્ટર ક્રેશ: વીડિયોગ્રાફી કરનાર વ્યક્તિનો ફોન ફોરેન્સિક તપાસમાં મોકલાયો – mobile phone which recorded cunnor helicopter crash to be sent for forensic examination

0


નવી દિલ્હી- તમિલનાડુના કુન્નુર પાસે સેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યુ હતું. આ દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં અત્યારે હાઈ લેવલની તપાસ ચાલી રહી છે. ઘટનાના થોડા કલાકો પછી જ એક વીડિયો સામે આવ્યો હતો અને દાવો કરવામાં આવી રહ્યો હતો કે વીડિયો તે હેલિકોપ્ટર દુર્ઘટનાનો છે. હવે પોલીસે હેલિકોપ્ટરની વીડિયોગ્રાફી કરનાર વ્યક્તિનો મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે.

દુર્ઘટનાગ્રસ્ત વિમાનના અનેક વીડિયો સામે આવ્યા હતા. પરંતુ મોટાભાગના વીડિયો વિમાન ક્રેશ થયો તે પછીના હતા. પરંતુ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં દેખાઈ રહ્યુ હતું કે વિમાન આકાશમાં ઉડી રહ્યું છે અને બે-ત્રણ સેકન્ડ પછી વાદળમાં ખોવાઈ જાય છે અને પછી ક્રેશ થઈ જાય છે. દુર્ઘટનાની તપાસ કરી રહેલી પોલીસે આ વીડિયો જે મોબાઈલ ફોનથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે.

CDS રાવતનો જવાનોના નામે અંતિમ સંદેશ! કાર્યક્રમમાં વિડીયો જોઈ લોકો ભાવુક થયા
તમિલનાડુના કુન્નુરમાં બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમના પત્ની અને 11 અન્ય રક્ષા કર્મીઓના મૃત્યુ થઈ ગયા. સીડીએસ વેલિંગ્ટનના ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજમાં લેક્ચર આપવા માટે જઈ રહ્યા હતા, તે સમયે આ દુર્ઘટના બની હતી. લેન્ડિંગથી થોડી વાર પહેલા જ આ દુર્ઘટના બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટર સારી રીતે ઉડી રહ્યુ હતું. પછી એકાએક શું થઈ ગયું કે તે ક્રેશ થઈ ગયું.

J&Kમાં સેનાના યંગ મેજરે પોતાને AK-47થી ગોળી મારતા મોત

Mi-17 V-5 હેલિકોપ્ટરને અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે. વડાપ્રધાન સહિત અનેક વીવીઆઈપી લોકો આનો ઉપયોગ કરે છે, તેમાં ડબલ એન્જિન હોય છે. માટે પ્રશ્ન થાય છે કે જો આ વાહન આટલું સુરક્ષિત છે તો આખરે આ દુર્ઘટના કેવી રીતે ઘટી. શું કોઈ ટેક્નિકલ ખામી થઈ કે પછી ધુમ્મસને કારણે દુર્ઘટના બની? વાયુસેના તરફથી કોર્ટ ઓફ ઈન્ક્વાયરી જાહેર કરવામાં આવી છે જેથી ચોક્કસ કારણ જાણી શકાય.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here