‘બેહદ-2’ ફેમ પારસ મદાને ગુરુદ્વારામાં કર્યા લગ્ન, કોરોનાને કારણે બદલવો પડ્યો પ્લાન – beyhadh 2 actor paras madaan tied knot with girlfriend soumitra das

0


બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે. બોલિવૂડમાં રાજકુમાર રાવ-પત્રલેખા, વિકી કૌશલ- કેટરિના કૈફના લગ્ન થયા જ્યારે ટીવી ઈન્ડસ્ટ્રીમાં શ્રદ્ધા આર્યાના લગ્નએ ધૂમ મચાવી, અત્યારે અંકિતા લોખંડેના લગ્નના ફંક્શન ચાલી રહ્યા છે. આ દરમિયાન અન્ય એક ટીવી સ્ટાર લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. ટીવી સીરિયલ બેહદ-2ના અભિનેતા પારસ મદાને લગ્ન કરી લીધા છે. પારસે પોતાની ગર્લફ્રેન્ડ સૌમિતા દાસ સાથે સાત ફેરા લીધા છે.

ટીવીના આ કપલે 11મી ડિસેમ્બરના રોજ ગુરુદ્વારામાં લગ્ન કર્યા. આ દરમિયાન વરરાજા પારસે પીચ કલરનો સાફો પહેર્યો હતો અને આઈવરી સિલ્ક કુર્તો પાયજામો પહેર્યા હતા. જ્યારે સૌમિતાએ બ્રાઈટ પિન્ક અને બ્લૂ કલરનો લહેંઘો પહેર્યો હતો. પારસ મદાન અને સૌમિતા દાસના લગ્નની અમુક તસવીરો સામે આવી છે, જેમાં બન્ને એકસાથે ઘણાં સુંદર લાગી રહ્યા હતા. રિસેપ્શનમાં સૌમિતાએ પેસ્ટલ શેડ્સનો ગાઉન પહેર્યો હતો અને પારસે બ્લેક થ્રી-પીસ સૂટ પહેર્યો હતો.


પારસ મદાન અને સૌમિતા દાસે પહેલા જોધપુરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કોરોનાની પરિસ્થિતિને કારણે તેમણે પોતાના પ્લાનમાં બદલાવ કરવો પડ્યો. પારસ અને સૌમિતાની સગાઈ આ વર્ષે માર્ચ મહિનામાં થઈ હતી. પારસ વર્ષ 2018થી સૌમિતા દાસને ડેટ કરી રહ્યો છે. સૌમિતા એક પ્રોડક્શન હાઉસની હેડ છે અને એક સીરિયલ દરમિયાન બન્નેની મુલાકાત થઈ હતી.

પારસ અને સૌમિતા વચ્ચે પહેલા મિત્રતા થઈ હતી, જે પછી આગળ વધી અને પ્રેમમાં પરિણમી. આખરે તેમણે લગ્નના બંધનમાં બંધાઈ જવાનો નિર્ણય કર્યો. ઉલ્લેખનીય છે કે પારસ મદાને સીરિયલ કિસ દેશ મેં હે મેરા દિલ સાથે ટીવી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. ત્યારપછી તે અનેક ટીવી સીરિયલ્સમાં જોવા મળ્યો હતો. તેણે લવ બાય ચાન્સ, બેહદ 2, નિશા ઔર ઉસકે કઝિન્સ વગેરે જેવા શૉ કર્યા હતા.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here