પલકથી કમ નથી શ્વેતા તિવારી, સક્સેસ પાર્ટીમાં મા-દીકરીએ કર્યો જબરદસ્ત ડાન્સ – shweta tiwari hits the dance floor with daughter palak in bijlee success party

0


હાઈલાઈટ્સ:

  • ડેબ્યુ ફિલ્મ થયા પલકનો મ્યુઝિક વીડિયો રીલિઝ થયો.
  • હાર્ડી સંધુના ગીતની સક્સેસ પાર્ટીમાં શ્વેતા પણ પહોંચી.
  • પલક અને શ્વેતાએ મળીને બીજલી ગીત પર કર્યો ડાન્સ.

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીની ડેબ્યુ ફિલ્મ ટુંક સમયમાં રીલિઝ થવાની છે. જો કે, પલક આ ફિલ્મ રીલિઝ થાય તે પહેલા જ છવાઈ ગઈ છે. તાજેતરમાં જ પલક તિવારીનો મ્યુઝિક વીડિયો બિજલી રીલિઝ થયો હતો અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. આ વીડિયોની સક્સેસ પાર્ટીમાં પલક તિવારીની સાથે તેની માતા શ્વેતા તિવારી પણ પહોંચી હતી.

બિજલી ગીતની સક્સેસ પાર્ટી હતી માટે તે ગીત પર ડાન્સ થાય તે સ્વાભાવિક છે. પાર્ટીમાં પલક તિવારીની સાથે સાથે શ્વેતા તિવારીએ પણ જબરદસ્ત ડાન્સ કર્યો હતો. આ સક્સેસ પાર્ટીના વીડિયો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે શ્વેતા તિવારી પલક તિવારીને ડાન્સ ફ્લોર પર ટક્કર આપી રહી છે.

25 વર્ષીય એક્ટ્રેસની ધરપકડ, ઘરમાં કામ કરતી બાળકીના કપડા ઉતરાવી સેન્ડલથી મારવાનો આરોપ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શ્વેતા તિવારીની દીકરી પલકનો એક મ્યુઝિક વીડિયો રીલિઝ થયો છે, જેનું નામ બિજલી છે. આ વીડિયોમાં પલક તિવારીની સાથે સાથે હાર્ડી સંધુ પણ છે. વીડિયોનું નામ બિજલી છે અને પલક તિવારીએ તેમાં ડાન્સ પર વીજળીની જેમ જ કર્યો છે. આ મ્યુઝિક વીડિયોને અને તેમાં પલકના ડાન્સને લોકો વખાણી રહ્યા છે. સલમાન ખાને પણ હાર્ડી અને પલકના વખાણ કર્યા અને આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

‘બીજો ભાઈ મેળવીને ખૂબ ખુશ છું’, બહેન-બનેવી માટે ખૂબ ખુશ છે કેટરિનાનો ભાઈ
શ્વેતા તિવારીએ અન્ય એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે જેમાં પણ મા-દીકરી આ ગીત પર ડાન્સ કરી રહ્યા છે. શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર સક્રિય છે. તે અવારનવાર દીકરી પલક અને દીકરા સાથેના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે પલક તિવારી ફિલ્મ રોઝી- ધ સેફ્રન ચેપ્ટર સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મ ગુરુગ્રામની એક સત્ય ઘટના પર આધારિત છે. વિવેક ઓબરોયની આ ફિલ્મમાં પલક સિવાય અરબાઝ ખાન અને તનીષા મુખર્જી પણ જોવા મળશે. આ ફિલ્મ 14મી જાન્યુઆરીના રોજ રીલિઝ થવાની છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here