right to privacy: પત્નીની જાણ બહાર તેના ફોનનું રેકોર્ડિંગ ગોપનીયતાના અધિકારનો ભંગ છેઃ હાઈકોર્ટ – recording of wife phone without her knowledge is a violation of the right to privacy ruled out high court

0


હાઈલાઈટ્સ:

  • ફેમિલી કોર્ટે પતિને મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરેલી વાતચીતની સીડી પૂરાવા તરીકે રજૂ કરવાની મંજૂરી આપી હતી.
  • જેના વિરોધમાં પત્નીએ હાઈકોર્ટમાં અપીલ કરી પોતાના રાઈટ ટુ પ્રાઈવસીના ભંગ બાબતે દલીલ રજૂ કરી હતી.
  • હાઈકોર્ટે કહ્યું આ રીતે રેકોર્ડ કરેલી વાતચીત સામેના પાત્રની જાણ બહાર હોય છે જે પ્રાઈવસીનો ભંગ છે

ચંડીગઢ: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક કેસનો ચુકાદો આપતા એ સ્પષ્ટ કર્યું છે કે “પત્નીની જાણ વગર તેના પતિ દ્વારા ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ પત્નીના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે.” હાઈકોર્ટે આ મામલે વધુમાં કહ્યું કે “વાતચીત કયા સંજોગોમાં થઈ હતી અથવા વાતચીત રેકોર્ડ કરતી વ્યક્તિ દ્વારા કઈ રીતે પ્રતિસાદ મળ્યો તે વિશે કહી શકાતું નથી અથવા ખાતરી કરી શકાતી નથી, કારણ કે તે સ્પષ્ટ છે કે આ વાર્તાલાપ ચોક્કસપણે કોઈ વ્યક્તિ દ્વારા ગુપ્ત રીતે રેકોર્ડ કરવામાં આવ્યો હશે.”

સગા દીકરાએ ધક્કા મારી કાઢ્યા, 7 વર્ષે 85 વર્ષના દાદાને પોતાનું ઘર પરત મળ્યું

ભટિંડાની ફેમિલી કોર્ટ દ્વારા 29 જાન્યુઆરી, 2020 ના રોજ આપવામાં આવેલા આદેશને પડકારતા એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જસ્ટિસ લિસા ગિલે આ ચુકાદો આપ્યો હતો, જેમાં ફેમિલી કોર્ટમાં પત્નીથી જૂદા થયેલા પતિને પોતાની વાત સાબિત કરવા તેની અને પત્ની વચ્ચેની થયેલી વાતચીતના રેકોર્ડિંગની સીડીને કોર્ટે સત્ય હોવાની શરત સાથે રજૂ કરવાની મંજૂરી આપી હતી.
મનસુફીના ક્વોટા હેઠળ જાહેર પ્લોટની ફાળવણીની સિસ્ટમ નાબૂદ કરોઃ સુપ્રીમ કોર્ટ
જેના વિરોધમાં મહિલાના વકીલે હાઈકોર્ટમાં અરજી કરતાં કહ્યું કે ફેમિલી કોર્ટે એવિડન્સ એક્ટની કલમ 65ની અવગણના કરી છે. આ કિસ્સામાં, અરજદારના પતિએ 2017માં વિવિધ આધારે છૂટાછેડાની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. પક્ષકારો વચ્ચે લગ્ન 20 ફેબ્રુઆરી, 2009ના રોજ થયા હતા અને મે 2011માં તેમને એક પુત્રીનો જન્મ થયો હતો.

ઊલટતપાસ દરમિયાન, મહિલાના પતિએ 9 જુલાઈ, 2019 ના રોજ એક અરજી દાખલ કરી, જેમાં એક્ઝામિન-ઇન-ચીફ દ્વારા તેમના સંબંધિત મોબાઇલ ફોનમાં રહેલા મેમરી કાર્ડ્સ/ચિપ્સમાં રેકોર્ડ કરાયેલી વાતચીતની સીડી અને ટ્રાંસ્ક્રિપ્શન્સ સાથે તેની પૂરક એફિડેવિટ સબમિટ કરવાની પરવાનગી માંગી હતી.
શોએબ અખ્તરે હાર્દિક પંડ્યાને કહ્યું હતું તને ઈજા થશે, ન માન્યો આજે કરિયર લાગ્યું દાવ પર
જાન્યુઆરી 2020માં અદાલતે તેની અને તેની પત્ની વચ્ચેની વાતચીતને લગતી સીડીને સત્ય હોવાની શરતને આધીન પુરવાર કરવાની વ્યક્તિની અરજીને મંજૂરી આપી. તેણે એવું પણ જણાવ્યું હતું કે ફેમિલી કોર્ટ એક્ટની કલમ 14 અને 20ને ધ્યાનમાં રાખીને ફેમિલી કોર્ટ સમક્ષની કાર્યવાહીમાં પુરાવાના કડક સિદ્ધાંતો લાગુ પડતા નથી. તેનાથી નારાજ થઈને પત્નીએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

પોતાની અરજીમાં મહિલાએ દલીલ કરી હતી કે આ પુરાવાને ખોટી રીતે સ્વીકારવામાં આવ્યો હતો, કારણ કે તે મહિલાના મૂળભૂત ગોપનીયતાના અધિકાર પર સીધા આક્રમણ સમાન છે. આ વાતચીત તેની જાણ અને સંમતિ વિના રેકોર્ડ કરવામાં આવી હતી. અરજીમાં દલીલ કરી હતી કે ફેમિલી કોર્ટે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65 ની સંપૂર્ણ અવગણના કરી છે, જે મુજબ રેકોર્ડિંગ મોબાઇલ ફોન દ્વારા કરવામાં આવ્યું હોય, તો રેકોર્ડિંગની સીડી અને તેના ટ્રાન્સક્રિપ્ટને કોઈ પણ સંજોગોમાં પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં.
સાપ્તાહિક લવ રાશિફળ 13થી 19 ડિસેમ્બર 2021: 5 રાશિઓની લવ લાઈફમાં ખીલશે નવા રંગ
મહિલાના પતિનું પ્રતિનિધિત્વ કરતા વકીલે એવિડન્સ એક્ટની કલમ 122 નો ઉલ્લેખ કરીને રજૂઆત કરી હતી કે ગોપનીયતાના અધિકારના કોઈપણ ઉલ્લંઘનનો પ્રશ્ન જ નથી અને કોઈપણ સંજોગોમાં પતિની હંમેશા ઉલટ તપાસ થઈ શકે છે. વકીલે દલીલ કરી હતી કે આ રીતે રેકોર્ડ કરાયેલી વાતચીત દલીલોથી આગળ નથી કારણ કે પુરુષે દાવો કર્યો છે કે તેની પત્ની દ્વારા તેની સાથે ક્રૂરતાભર્યો વ્યવહાર કરવામાં આવ્યો હતો. “જોકે અરજીમાં ચોક્કસ વાતચીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પત્ની પતિ સાથે ક્રૂર વર્તન કરતી હતી. આ રીતે રેકોર્ડ કરાયેલી વાતચીતો માત્ર તે જ સાબિત કરવાનો પ્રયાસ છે.” બંને પક્ષકારોને સાંભળ્યા પછી, HCએ આદેશ આપ્યો કે ફેમિલી કોર્ટના આદેશને રદ કરવામાં આવે અને સ્પષ્ટ કર્યું કે આવા રેકોર્ડિંગને સ્વીકારવું એ પત્નીના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન હશે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here