girls education: ‘બેટી પઢાઓ’ની માત્ર વાતો! અડધાથી વધારે છોકરીઓએ ધો. 12 પહેલા જ છોડવી પડે છે સ્કૂલ – according to national family health survey out of 100 only 45 percent girls reached class 12

0


હાઈલાઈટ્સ:

  • પાણીની ઉપલબ્ધતા અને સ્વચ્છતાના કારણે ડ્રોપઆઉટ થતી છોકરીઓની સંખ્યા વધારે
  • ધોરણ 1થી અભ્યાસ શરૂ કર્યા બાદ માત્ર 44 ટકા છોકરાઓએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો
  • સ્કૂલ અને ઘર વચ્ચેનું અંતર વધારે હોય તો પણ દીકરીઓને સ્કૂલે નથી મોકલતા માતા-પિતા

પાર્થ શાસ્ત્રી અને ભરત યાજ્ઞિક, અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 1થી શિક્ષણની શરૂઆત કરનારી દર 100માંથી માત્ર 45 જ ધોરણ 12 સુધી પહોંચી હતી, તેવું 2019-21 દરમિયાન હાથ ધરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)-5ના આંકડા દર્શાવે છે. જો કે, આંકડો માત્ર છોકરીઓ પૂરતો જ સીમિત નથી.

સર્વેમાં જાણવા મળ્યું હતું કે, છોકરાઓમાં પણ, દર 100 વિદ્યાર્થીઓમાંથી માત્ર 59 જ બારમા ધોરણ સુધી પહોંચ્યા હતા. સર્વેના તારણો પ્રમાણે, છોકરાઓ માટે 41.2 ટકાની સરખામણીમાં છોકરીઓ માટે આ ઘટાડો 55.1 ટકા હતો.

રોકાણમાં વધારે નફો મેળવવાની લાલચમાં ફસાયા થલતેજના વેપારી, ગુમાવ્યા 2.5 કરોડ રૂપિયા
જો 2005-06માં હાથ ધરાયેલા NFHS-3ના આંકડાઓની સરખામણી કરીએ તો પરિસ્થિતિ સુધરી હોવા છતાં આ સોશિયલ ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં રાજ્ય દેખીતી રીતે પાછળ છે.

2019-21માં ઉચ્ચચર માધ્યમિક શાળામાં ભણતા 57 ટકા છોકરાઓ અને 44 ટકા છોકરીઓની સરખામણીમાં, લગભગ 15 વર્ષ પહેલા માત્ર 36 ટકા છોકરાઓ અને 28 ટકા છોકરીઓ 12મા ધોરણ સુધી પહોંચવામાં સક્ષમ રહ્યા હતા.

સર્વેના તારણો દર્શાવે છે કે, ગુજરાતમાં 6થી 17 વર્ષના 82 ટકા બાળકો શાળાએ ગયા હતા. જેમાં 87 ટકા શહેરી વિસ્તારો અને 79 ટકા ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ થાય છે. 2005-06માં હાજરી 71 ટકા હતી.

2005-06માં ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારોમાં હાજરી અનુક્રમે 74 ટકા અને 69 ટકાથી વધી છે.નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છોકરીઓ માટે એકદંર ડ્રોપઆઉટ અને ઝડપથી સ્કૂલ છોડવા માટેના અનેક કારણો છે.

10 હજારની લાંચ માંગવાના કેસમાં મહિલા PSI અને સહાયક વકીલ રિમાન્ડ પર
ગુજરાત સેલ્ફ-ફાયનાન્સ સ્કૂલ અસોસિએશનના પ્રમુખ ભરત ગાજિપરાએ જણાવ્યું હતું કે, નીચલા વર્ગોમાં ડ્રોપઆઉટની ટકાવારી ઊંચી નથી કારણ કે, ઓછા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. ‘દસમા ધોરણમાં મુખ્ય ફેરફાર જોવા મળે છે, જ્યાં અમારું પરિણામ વર્ષોથી 65થી 70 ટકાની આસપાસ હોય છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓમાં અભ્યાસ ચાલુ રાખવાની શક્યતા ઓછી હોય છે. છોકરીઓ માટે, સ્કૂલ અને ઘર વચ્ચેનું અંતર એ એક મુખ્ય પરિબળ છે, તેઓ છોકરાઓ કરતાં પ્રાથમિક શિક્ષણ મેળવે તેવી શક્યતા વધુ હોય છે, કારણ કે માતા-પિતા તેમને પાયાનું શિક્ષણ આપવા માટે ઉત્સુક હોય છે. પરંતુ જ્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલો નજીક ન હોય ત્યારે તેઓ સ્કૂલમાંથી ડ્રોપઆઉટ લઈ લે છે’, તેમ તેમણે કહ્યું હતું.

ગુજરાતના ગામડાઓમાં બાળ શિક્ષણ માટે કામ કરનારા બાળ મંચ નામના એનજીઓના સ્થાપક રાજેશ ભાટે જણાવ્યું હતું કે, પાણીની ઉપલબ્ધતા અને સ્વચ્છતા એ પણ મુખ્ય પરિબળ છે.

ગુજરાતના ગામડાઓમાં બાળ શિક્ષણ સાથે કામ કરતી એનજીઓ બાલ મંચના સ્થાપક રાજેશ ભટે જણાવ્યું હતું કે, પાણીની ઉપલબ્ધતા અને સ્વચ્છતા એ પણ મુખ્ય પરિબળ છે. ‘જે સ્કૂલોમાં અલગ શૌચાલય ન હોય ત્યાં છોકરીઓની હાજરી ઓછી હોય છે. ઉચ્ચ વર્ગમાં માસિક ધર્મ સાથે પાણીની ઉપલબ્ધતા એ વધુ એક સમસ્યા છે’, તેમ તેમણે કહ્યું હતું.

‘મધ્યાહન ભોજન યોજના અને સર્વ શિક્ષા અભિયાન જેવી પહેલાના કારણે પ્રાથમિક રીતે સંખ્યામાં સુધારો થઈ રહ્યો છે. ત્રણ દશકા કરતાં વધારે સમયથી શિક્ષણ અને પરીક્ષા પ્રક્રિયા સાથે જોડાયેલા ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના (GSEB) પૂર્વ બોર્ડ સભ્ય નારાયણ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યોના કેટલાક ભાગમાંથી ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓ ગાયબ થઈ જવી તે પણ ડ્રોપઆઉટ પાછળનું એક કારણ હોઈ શકે છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here