21 વર્ષ પછી ભારતીયએ જીત્યો ખિતાબ, કોણ છે Miss Universe 2021 હરનાઝ સંધુ? – all you need to know about miss universe 2021 harnaaz sandhu

0


હાઈલાઈટ્સ:

  • મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતી ગઈ ભારતની હરનાઝ સંધુ.
  • હરનાઝ સંધુ આ પહેલા પણ અનેક બ્યુટી પેજન્ટ જીતી ચૂકી છે.
  • પંજાબી ફિલ્મોમાં કર્યું છે કામ, સિંગિંગ અને લેખનનો પણ છે શોખ.

મિસ દિવા યુનિવર્સ 2021નો ખિતાબ જીતી ચૂકેલી હરનાઝ સંધુએ હવે મિસ યુનિવર્સ 2021નો ખિતાબ પણ પોતાના નામે કર્યો છે. આ સમાચાર સામે આવ્યા પછી દેશભરમાં હરનાઝ સંધુની ચર્ચા શરુ થઈ ગઈ છે. તમામ લોકો જાણવા માંગે છે કે હરનાઝ સંધુ કોણ છે, ક્યાંથી આવે છે. તમને જણાવી દઈએ કે 21 વર્ષીય હરનાઝ સંધુ પંજાબથી આવે છે. ઈઝરાયલમાં આયોજિત મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતીને તે ત્રીજી ભારતીય મિસ યુનિવર્સ બની ગઈ છે. 21 વર્ષ પહેલા વર્ષ 2000માં લારા દત્તાએ આ ખિતાબ જીત્યો હતો.

ભારતની હરનાઝ સંધુ બની મિસ યુનિવર્સ 2021, ખિતાબ જીતનાર ત્રીજી ભારતીય

ઉલ્લેખનીય છે કે હરનાઝ સંધુ આ પહેલા અન્ય ખિતાબ પણ જીતી ચૂકી છે. મિસ ડિવા યુનિવર્સ 2021, ટાઈમ્સ ફ્રેશ ફેસ મિસ ચંદીગઢ 2017 વગેરે ખિતાબ હરનાઝના નામે છે. વર્ષ 2018માં તેણે મિસ મેક્સ ઈમર્જિંગ સ્ટાર ઈન્ડિયા અને વર્ષ 2019માં ફેમિના મિસ ઈન્ડિયા પંજાબનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. વર્ષ 2019માં ફેમિના મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં તે ઘણી આગળ નીકળી હતી, પરંતુ ખિતાબ નહોતી જીતી શકી.

30મી સપ્ટેમ્બર 2021ના રોજ મુંબઈમાં આયોજિત મિસ ડિવા 2021 કોમ્પિટિશનમાં હરનાઝ સંધુએ ચંદીગઢનું નેતૃત્વ કર્યુ હતું. ત્યારપછી તેણે મિસ યુનિવર્સ 2021માં ભાગ લીધો હતો. બ્યુટી પેજન્ટ્સની સાથે સાથે તેણે પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હરનાઝનો જન્મ ચંદીગઢમાં થયો હતો અને તેણે શાળા તેમજ કોલેજનો અભ્યાસ પણ અહીં જ કર્યો. હરનાઝની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી કહી શકાય કે તેને મિત્રો સાથે સમય પસાર કરવાનું પસંદ છે. તેને સિંગિંગ, એક્ટિંગ, કુકિંગ અને ડાન્સિંગનો પણ શોખ છે.

ફિટનેસ અને આઉટડોર પ્રવૃત્તિઓની વાત કરવામાં આવે તો હરનાઝને યોગા, સ્વિમિંગ અને ઘોડેસવારીમાં રસ છે. આટલું જ નહીં, નવરાશની પળોમાં તે લખવાનું પણ પસંદ કરે છે. તે પંજાબીમાં કવિતા લખે છે. ઉલ્લેખનીય છે કે હરનાઝ સંધુને તેના માતા પાસેથી ઘણી પ્રેરણા મળે છે. તેણે પોતાના મિસ યુનિવર્સ ડેલિગેટ બાયોમાં લખ્યંસ છે કે તેના માતા પિતૃસત્તાક સમાજની મર્યાદાઓ તોડીને એક સફળ ગાયનેકોલોજીસ્ટ બન્યા અને પરિવારને આગળ લાવ્યો. માતાથી પ્રેરિત થઈને હરનાઝ પણ મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરવાનો પ્રયત્ન કરે છે. તે શિક્ષણ, કારકિર્દી બાબતે મહિલાઓના બંધારણીય અધિકારોનું સમર્થન કરે છે.

‘બીજો ભાઈ મેળવીને ખૂબ ખુશ છું’, બહેન-બનેવી માટે ખૂબ ખુશ છે કેટરિનાનો ભાઈ
મલ્ટી-ટેલેન્ટેડ હરનાઝ સંધુ હવે જ્યારે મિસ યુનિવર્સનો ખિતાબ જીતી છે તો ચોક્કસપણે દુનિયાભરમાં તેને ઓળખ મળશે. સંધુ અનેક યુવતીઓ માટે પ્રેરણારુપ બની શકે છે અને હવે તેના માટે સફળતાના ઘણાં દરવાજા ખુલી ગયા છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here