ankita lokhande: અંકિતા લોખંડે અને વિકી જૈને કરી સગાઈ, એકબીજા માટે કહી સરસ વાત, સમર્પિત કર્યું પર્ફોર્મન્સ – before wedding ankita lokahnde and vicky jain exchanged ring

0


હાઈલાઈટ્સ:

  • એક્ટ્રેસ અંકિતા લોખંડે અને વિકી જૈનના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ
  • સાત ફેરા લેતા પહેલા અંકિતા લોખંડે અને વિકી જૈને એકબીજાને પહેરાવી વીંટી
  • રિંગ સેરેમનીમાં અંકિતા લોખંડેએ વિકી જૈનને સમર્પિત કર્યું ડાન્સ પર્ફોર્મન્સ

ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે અને બોયફ્રેન્ડ વિકી જૈન 14મી ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવાના છે અને બે દિવસથી તેમના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. 11મી ડિસેમ્બરે અંકિતા લોખંડેની મહેંદી સેરેમની યોજાઈ હતી, જેમાં તેણે થનારા પતિ અને બહેનપણીઓ સાથે ખૂબ ડાન્સ કર્યો હતો. 12મી ડિસેમ્બરે (રવિવારે) અંકિતા લોખંડે અને વિકી જૈને એકબીજા સાથે રિંગ એક્સચેન્જ કરી હતી. આ ફંક્શનમાં પણ તેનો પરિવાર અને મિત્રો હાજર રહ્યા હતા. કપલની એન્ગેજમેન્ટ સેરેમનીની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.


સગાઈમાં અંકિતા બ્લેક કલરના શિમરી ગાઉનમાં સ્ટનિંગ લાગી રહી હતી જ્યારે વિકીએ સૂટ પહેર્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, વિકી પહેલા અંકિતાને રિંગ પહેરાવે છે અને બધા લોકોને ચીયર કરે છે. વિકીને જીવનસાથી બનાવવાની ખુશી એક્ટ્રેસના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. વિકીએ રિંગ પહેરાવતા તે તેને ભેટી પડે છે. બાદમાં અંકિતા વિકીને રિંગ પહેરાવે છે. આ સાથે જ બેકગ્રાઉન્ડમાં રોમેન્ટિક સોન્ગ વાગી રહ્યું છે.

મહેંદી સેરેમનીમાં મન મૂકીને નાચી અંકિતા લોખંડે, વિકી જૈને ખોળામાં ઉંચકી લીધી


સેલિબ્રિટીમાંઓ લગ્ન પર એક સ્પેશિયલ હેશટેગ આપવાનો ટ્રેન્ડ વધ્યો છે. ત્યારે અંકિતા લોખંડે અને વિકી જૈને તેના લગ્નને #AnVikiKahaani હેશ ટેગ આપ્યું છે. એક વીડિયોમાં અંકિતા વિકીના વખાણ કરતી જોવા મળી રહી છે. તે કહી રહી છે કે ‘હું ખૂબ જ નસીબદાર છું કે વિકી મારા જીવનમાં છે. વિકીના કારણે મારું જીવન સરળ છે. તે જેવો વ્યક્તિ છે, તે મારો પાર્ટનર છે તે માટે હું ભગવાનનો આભાર માનું છું. વિકી અન્ય કરતા મને સારી રીતે જાણે છે. હું એક્સપ્રેસિવ છું. જે મારા મનમાં હોય તે ફટાફટ કહી દઉ છું. મેં તેને મારા વિશેની દરેક વાત કહી છે’. તો વિકી કહે છે કે ‘મારી પાસે કહેવા માટે વધારે કંઈ નથી પરંતુ બતાવવા માટે છે. હું એક્સપ્રેસિવ છું. મેં આખી દુનિયાની સાથે મારો તેના પ્રત્યેનો પ્રેમ દેખાડ્યો છે….આજે, આવતીકાલે અને હંમેશા માટે’.


સગાઈમાં ઉપસ્થિત રહેનાર અંકિતા લોખંડેના ફ્રેન્ડ્સમાંથી એકે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રિંગ સેરેમનીનો વીડિયો શેર કર્યો છે. જેમાં સુંદર ડેકોરેશનની ઝલક સિવાય કપલ પાંચ ટાયર કેક કટ કરતું જોવા મળી રહ્યું છે.


સિંગરને ડેટ કરી રહી છે નોરા ફતેહી? અગાઉ નેહા ધૂપિયાના પતિ સાથે રિલેશનશિપમાં હતી
વિકી જૈને અંકિતા લોખંડેને ડાયમંડ રિંગ પહેરાવી છે. વાયરલ થયેલી તસવીરમાં અંકિતા અને વિકી રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે. અન્ય તસવીરમાં અંકિતા તેની ડાયમંડ રિંગ દેખાડી રહી છે.


અંકિતા લોખંડેએ રિંગ સેરેમનીમાં સ્પેશિયલ પર્ફોર્મન્સ પણ આપ્યું હતું. આ વીડિયોમાં એક્ટ્રેસને ‘લવ મી લાઈક યુ ડુ’ સોન્ગ પર ડાન્સ કરતી જોઈ શકાય છે.

અંકિતા લોખંડે અને વિકી જૈનની રિંગ સેરેમનીમાં એજાઝ ખાન, પવિત્રા પુનિયા, સૃષ્ટિ રોડે, દિલજીત કૌર, મહેશ શેટ્ટી, માહી વિજ સહિતના ફ્રેન્ડ્સને આમંત્રિત કર્યા હતા. અગાઉ અંકિતાએ તેના ફ્રેન્ડ્સ નિશાંત ભટ્ટ અને રશ્મિ દેસાઈને તે કેટલાક મિસ કરવાની છે તેના વિશે જણાવ્યું હતું, જેઓ હાલ બિગ બોસ 15ના ઘરમાં બંધ છે.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here