‘સભાપતિને ના શીખવાડો, સંસદ સ્થગિત કરી દઈશ’, વિપક્ષ પર રોષે ભરાયા વેંકૈયા નાયડુ – rajyasabha adjourned till afternoon after opposition party’s mps’ uproar

0


હાઈલાઈટ્સ:

  • સંસદ ભવન પર થયેલા હુમલાની આજે 20મી વર્ષી છે.
  • રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન વિપક્ષે કર્યો હોબાળો.
  • સભાપતિ વેંકૈયા નાયડુએ કાર્યવાહી બપોર સુધી અટકાવી.

નવી દિલ્હી- સંસદ ભવન પર વર્ષ 2001માં થયેલા આતંકવાદી હુમલાની આજે 20મી વર્ષી છે. આજના દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ શહીદોને શ્રદ્ધાંજલી આપી. શિયાળુ સત્ર દરમિયાન આજે લોકસભામાં નારકોટિક ડ્ર્ગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્સ(અમેન્ડમેન્ટ) 2021 પર ચર્ચા થઈ શકે છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજૂ રાજ્યસભામાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંશોધન ખરડો 2021 રજૂ કરશે.

રાજ્યસભામાં વિપક્ષના સાંસદોએ કરેલા હોબાળાને કારણે સભાપતિ એમ. વેંકૈયા નાયડુ રોષે ભરાયા હતા. તેમણે કહ્યું કે, સભાપતિને ના શીખવાડો. જો તમારો આ વ્યવહાર ચાલુ રહેશે તો સદન સ્થગિત કરી દઈશ. ત્યારપછી મલ્લિકાર્જુન ખડગેએ વોકઆઉટની જાહેરાત કરી. થોડી વાર પછી સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી.

બૂસ્ટર ડોઝ માટે સરકારે અત્યારે જ પગલું ભરવું જોઈએઃ નિષ્ણાંતો

ઉલ્લેખનીય છે કે લોકસભામાં આજે નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્સ બિલ 2021 પર ચર્ચા થઈ શકે છે. સરકારે 6 ડિસેમ્બરના રોજ આ બિલ રજૂ કર્યુ હતું. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ આ બાબતે સંબોધન કરશે. નિયમ 193 અંતર્ગત લોકસભામાં જળવાયુ પરિવર્તન પર ચર્ચા થશે, આ ચર્ચા કનિમોઝી કરુણાનિધીએ ગત સપ્તાહમાં શરુ કરી હતી. શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન લોકસભાથી ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગ્લોર માટે બે સભ્યોની પસંદગી માટે એક પ્રસ્તાવ રજૂ કરશે. આ સિવાય કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજૂ રાજ્યસભામાં હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોના વેતન અને સેવાને લગતા કાયદાનો પ્રસ્તાવ મૂકશે. આ ખરડાને લોકસભાએ 8 ડિસેમ્બરના રોજ પસાર કર્યો હતો.

પત્નીની જાણ બહાર તેના ફોનનું રેકોર્ડિંગ ગોપનીયતાના અધિકારનો ભંગ છેઃ હાઈકોર્ટSource link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here