‘ફેમિલી પ્લાનિંગ’ પર પ્રશ્ન કરનારા લોકોની સરગુને બોલતી બંધ કરી, આપ્યો મજાનો જવાબ – sargun mehta gives befitting reply to people who keep asking them about family planning

0


હાઈલાઈટ્સ:

  • આઠ વર્ષ પહેલા સરગુન મહેતાએ રવિ દુબે સાથે લગ્ન કર્યા હતા.
  • ફેમિલી પ્લાનિંગ બાબતે લોકોના પ્રશ્નોથી કંટાળી ગઈ છે સરગુન.
  • સરગુને આવા પ્રશ્નો કરનારા લોકોને આપ્યો જબરદસ્ત જવાબ.

ટીવી સીરિયલ ‘ફુલવા’થી પોતાની ઓળખ ઉભી કરનાર સરગુન મહેતાએ આઠ વર્ષ પહેલા ટીવી એક્ટર રવિ દુબે સાથે લગ્ન કર્યા હતા. રવિ અને સરગુનની ગણતરી ટીવી ઈન્ડસ્ટ્રીના હેપ્પી કપલ્સમાં થાય છે. આટલા વર્ષોથી તેઓ ખુશહાલ જીવન પસાર કરી રહ્યા છે, પરંતુ લોકો તેમને અવારનવાર ફેમિલી પ્લાનિંગને લગતા પ્રશ્નો કરતા રહે છે. બાળક ક્યારે લાવશો, લાવવાના છો કે નહીં, વગેરે પ્રશ્નોથી રવિ અને સરગુન કંટાળી ગયા છે. પરંતુ તાજેતરમાં જ સરગુને આ બાબતે એવો જવાબ આપ્યો છે જે સાંભળીને લોકોની બોલતી બંધ થઈ જશે.

સિંગરને ડેટ કરી રહી છે નોરા ફતેહી? અગાઉ નેહા ધૂપિયાના પતિ સાથે રિલેશનશિપમાં હતી

એક ઈન્ટર્વ્યુ દરમિયાન સરગુને કહ્યું કે, રવિ અને હું પાછલા આઠ વર્ષોથી એક ખુશહાલ પરિવાર છીએ. તો લોકો અમને કેમ પૂછે છે કે હું પરિવાર ક્યારે વધારીશ, શું રવિ અને હું પહેલાથી બે ખુશ લોકોનો પરિવાર નથી? હું તો કોઈને નથી પૂછતી કે તમારા બાળકો છે કે નહીં, અથવા એક બાળક છે તો બીજું ક્યારે કરશો, કારણકે તો જ તમારો પરિવાર પૂરો થશે. હું તો લોકોને સલાહ પણ નથી આપતી કે તેમના કેટલા બાળકો હોવા જોઈએ. કોઈ સિંગલ છે કે પરીણિત તે પણ હું નથી પૂછતી, તો લોકો મને કેમ આવા પ્રશ્નો કરે છે?

‘યુવતીઓએ પ્રેશરનો સામનો કઈ રીતે કરવો?’, આ પ્રશ્નનો જવાબ આપીને મિસ યુનિવર્સ બની હરનાઝ
સરગુને આગળ જણાવ્યું કે, ઘણી વાર મને એવું થાય છે કે હું લોકોને કહું તે આ બધા સાથે તમારે કોઈ લેવા-દેવા નથી. પરંતુ હું રુડ નથી બનવા માંગતી. માટે હું લોકોને બસ એટલું જ કહેવા માંગુ છું કે અત્યારે અમારો પરિવાર વધારવાનો કોઈ પ્લાન નથી. સરગુન મહેતાને તમે બાલિકા વધુ, 12/24 કરોલબાગ જેવી ટીવી સીરિયલમાં જોઈ હશે. ત્યારપછી તે હાર્ડી સંધુના ગીત તિતલિયાંમાં પણ જોવા મળી હતી. આ ગીત અત્યાર સુધી 750 મિલિયન લોકોએ જોયું છે. ગીતને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

કેટરીના કૈફના લગ્નમાં ખૂબ ખુશ જોવા મળી બધી બહેનો, ભાઈની જગ્યાએ નિભાવી રસમ
આ સિવાય તે પંજાબી ફિલ્મ ‘કિસ્મત’માં પણ જોવા મળી હતી. ફિલ્મને એટલો પ્રેમ મળ્યો કે કિસ્મત-2 પણ રીલિઝ કરવામાં આવી. સરગુન કલર્સના શૉ ઉડારિયાંની પ્રોડ્યુસર અને રાઈટર પણ છે. તેનું કહેવું છે કે તેને અને રવિને નવી-નવી વસ્તુઓ અને અનુભવ કરવામાં ખુશી મળે છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here