kashi vishwanath corridor: પીએમે કાશી વિશ્વનાથ ધામ કોરિડોર ખૂલ્લો મૂકતા કહ્યું, ‘નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે’ – pm modi inagurates kashi vishwanath dham says new history being created

0


વારાણસી: પીએમ નરેન્દ્ર મોદીએ આજે પોતાના મતક્ષેત્ર તેમજ પ્રાચીન શહેર એવા કાશીમાં નવનિર્મિત કાશી વિશ્વનાથ ધામ કોરિડોરને ખૂલ્લો મૂક્યો હતો. પીએમે જણાવ્યું હતું કે, માત્ર 33 મહિનામાં આ કાર્યને પૂરું કરવામાં આવ્યું છે. તેમણે કાશીને નવું સ્વરુપ આપવા બદલ તેમાં જોતરાયેલા કામદારોનો પણ ખાસ આભાર માનીને તેમની સાથે તસવીર ખેંચાવી હતી. પીએમે કહ્યું હતું કે, કોરોનાકાળ જેવા કપરા સમયમાં પણ કાશી વિશ્વનાથ કોરિડોરનું કામકાજ અટક્યું નથી.

પીએમે આ પ્રસંગે જણાવ્યું હતું કે કાશીમાં નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે, અને આપણને સૌને તેના સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પીએમે જણાવ્યું હતું કે કાશી વિશ્વનાથ મંદિર માત્ર ત્રણ હજાર ચોરસ ફુટનું હતું, જે હવે પાંચ લાખ ચોરસ ફુટનું બનાવવામાં આવ્યું છે. હવે અહીં 50થી 75 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી શકશે. તેમણે કહ્યું હતું કે, કાશી વિશ્વનાથ હવે માત્ર એક મોટું ભવન જ નહીં, પરંતુ ભારતની સનાતન સંસ્કૃતિ અને પરંપરાનું પણ પ્રતિક બન્યું છે. અહીં એ પણ જોવા મળશે કે કઈ રીતે પ્રાચિન સંસ્કૃતિમાંથી ભવિષ્યને દિશા બતાવાય છે. પીએમે કહ્યું હતું કે, ઈતિહાસમાં કાશીનો નાશ કરવાના અનેક પ્રયાસ થયા, પરંતુ તે સફળ ના રહ્યા. આપણા દેશમાં સલ્તનતો આવી અને ગઈ, ઔરંગઝેબ આવ્યો તો તેના પછી શિવાજીનો પણ ઉદય થયો.

વારાણસી પીએમ મોદીનું મતક્ષેત્ર છે. અહીંથી જ 2014માં લોકસભા ચૂંટણી લડીને તેઓ દેશના પીએમ બન્યા હતા. આ વર્ષે ઉત્તરપ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. પીએમ મોદી હાલ પોતાના મતક્ષેત્રના બે દિવસના પ્રવાસે છે. આજે સવારે તેઓ વારાણસી આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ આદિત્યનાથ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાશીમાં આવી પીએમ મોદીએ કાળ ભૈરવની આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓ ગંગા નદીમાં ક્રુઝમાં સવાર થઈ લલિતા ઘાટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ડૂબકી લગાવી પ્રાર્થના કરી હતી. ત્યારબાદ પીએમ કાશી વિશ્વનાથ પહોંચ્યા હતા, અને ત્યાં પૂજાવિધિમાં ભાગ લીધા બાદ જનસભા સંબોધી હતી.

હાલ વારાણસીમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર છે. આવતીકાલે પીએમ તમામ સીએમ સાથે મુલાકાત કરી તેમની સાથે ભોજન લેવા ઉપરાંત ચાર કલાક લાંબી મિટિંગ પણ કરશે. કાશી વિશ્વનાથમાં ઉભી કરાયેલી સવલતોની વાત કરીએ તો, આ પ્રોજેક્ટનો માર્ચ 2019માં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેનું કામ જાન્યુઆરી 2020ના રોજ શરુ થયું હતું. 339 કરોડના ખર્ચે 300 ભવન ખરીદવામાં આવ્યા હતા. ભૂકંપ તેમજ ભૂસ્ખલનથી બચવા અહીં લગાવાયેલા પથ્થરોને પીતળની પ્લેટોથી જોડવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ માટે ત્રણ વિશ્રામાલય, વૈદિક કેન્દ્ર સ્પિરિચ્યુલ બુક સ્ટોર, કલ્ચરલ સેન્ટર, ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર, મ્યુઝિયમ, મોક્ષ ભવન, ભોગશાળા, દર્શનાર્થી સુવિધા કેન્દ્ર, ગંગા તટથી વિશ્વનાથ જવા માટે એસ્કેલેટર સહિતની સુવિધાનો સમાવેશ થાય છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here