arunita kanjilal: સોન્ગ ‘ફુરસત’ના લોન્ચમાં અરુણિતાને આમંત્રણ નહીં, ભારે પડી માતા-પિતાની નારાજગી? – arunita kanjilal will not be invited to her upcoming song fursat with pawandeep rajan

0


હાઈલાઈટ્સ:

  • ઈન્ડિયન આઈડલ 12ના કો-કન્ટેસ્ટન્ટ્સ સાથે વિદેશની ટુર પર અરુણિતા કાંજીલાલ
  • માતા-પિતાના દબાણના કારણે બીજા સોન્ગમાં અરુણિતાએ એક્ટિંગ કરવાનું ટાળ્યું
  • અગાઉ રાજ સુરાણીના ત્રણ મ્યૂઝિક વીડિયોમાં એક્ટિંગ કરવાની અરુણિતાએ હા પાડી હતી

ઈન્ડિયન આઈડલ 12ની રનર-અપ અરુણિતા કાંજીલાલ, હાલ પવનદીપ રાજન, સાયલી કાંબલે અને મહોમ્મદ દાનિશ સાથે વિદેશમાં ટુર કરી રહી છે. જો તે, પવનદીપ રાજન સાથેના તેના બીજા સોન્ગ ‘ફુરસત’ના લોન્ચમાં હાજરી આપવાનું વિચારી રહી હોય તો તેને ખૂબ ખરાબ આંચકો લાગવાનો છે.

એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આંખના પલકારામાં બધું બદલાઈ જતું હોય છે અને અરુણિતા સાથે પણ આવુ થયું છે. અરુણિતાને સોન્ગના લોન્ચ વખતે દૂર રાખવામાં આવી છે, જે 16 ડિસેમ્બરે થશે. કારણ કે ઈવેન્ટ સોન્ગના લોન્ચિંગથી વધારે રાજ સુરાણીના સોન્ગ સાથેના હાલના વિવાદ પર ન બની જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અંકિતા લોખંડે અને વિકી જૈને કરી સગાઈ, એકબીજા માટે કહી સરસ વાત, સમર્પિત કર્યું પર્ફોર્મન્સ
સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘મીડિયા મોટેભાગે તેને પવનદીપ સાથે અન્ય સોન્ગ શૂટ કરવાની કેમ ના પાડી તે અંગે સવાલ પૂછે તેવી શક્યતા છે. સોન્ગ મેકર્સ, રાજ સુરાણીની ટીમ તેમના આગામી સોન્ગના લોન્ચ વખતે આવું કંઈ થાય તેમ ઈચ્છતા નથી. વધુમાં રાજ સુરાણી અરુણિતાની રિપ્લેસમેન્ટ ચિત્રા શુક્લા સ્પોટલાઈટમાં વધારે રહે તેમ ઈચ્છે છે. મીડિયાનું અટેન્શન અરુણિતા પર વધારે રહેવાથી ચિત્રા બેકગ્રાઉન્ડમાં ધકેલાઈ શકે છે’.


સ્વીડિશ યુવતીના પ્રેમમાં છે રાઘવ જુયાલ! બંનેની રોમેન્ટિક તસવીરો વાયરલ
રાજ સુરાણી હાલ તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું અનુભવી રહ્યા છે. કારણ કે, અરુણિતાએ બે નહીં પરંતુ ત્રણ સોન્ગના વીડિયોમાં પવનદીપ સાથે કામ કરવાની હા પાડી હતી, જેનું ડિરેક્શન સુરાણી કરવાના હતા. અરુણિતાએ દાવો કર્યો હતો કે, તે એક્ટિંગ ન કરવા ઈચ્છતી હોવાથી તેણે બહાર થવાનું નક્કી કર્યું છે. પરંતુ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીએ તમને અંદરની અસલી માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, અરુણિતાના માતા-પિતાને તેની પવનદીપ સાથેની ફ્રેન્ડશિપ પસંદ નથી અને બંને વચ્ચે દેખાડવામાં આવતા લવ એન્ગલના પણ તેઓ વિરુદ્ધમાં છે. તેથી માતા-પિતાના દબાણમાં આવી અરુણિતાએ બહાર થવાનું નક્કી કર્યું હતું.

જો તમે ટીઝર જોશો તો પહેલી લાઈન એવી છે કે ‘ક્યૂં પવન, તુમ્હે કોઈ ઔર મિલ ગઈ ક્યા?’. આ સિવાય વીડિયોમાં પહેલા સોન્ગ કરતાં રોમેન્ટિક સીન વધારે છે.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here