Hindu and Hindutva Issue: શું કોંગ્રેસ હિન્દુ અને હિન્દુત્વના મુદ્દે ભાજપને ટક્કર આપી શકશે ખરી? – can the congress compete with the bjp on the issue of hindus and hindutva?

0


હાઈલાઈટ્સ:

  • જયપુરની રેલીમાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હિન્દુ અને હિન્દુત્વનો મુદ્દો
  • હિન્દુ અને હિન્દુત્વ મુદ્દે ભાજપની વોટબેંક તોડવા કોંગ્રેસનો પ્રયાસ
  • શું કોંગ્રેસ હિન્દુ-હિન્દુત્વ મુદ્દે ભાજપની વોટબેંક તોડવામાં સફળ થશે ખરી?

ભારતના રાજકારણમાં હાલ હિન્દુ અને હિન્દુત્વના મુદ્દે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 12 ડિસેમ્બરના રોજ રાહુલ ગાંધીએ જયપુરની રેલીમાં કહ્યું હતું કે, 2014થી આ લોકોનું રાજ છે, હિન્દુત્વવાદીઓનું રાજ છે, હિન્દુઓનું નહીં… આપણે ફરી એકવાર આ હિન્દુત્વવાદીઓને બહાર નીકાળવાના છે અને ફરીથી હિન્દુઓનું રાજ લાવવાનું છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીના ભાષણના અનેક અર્થ નીકાળવામાં આવી રહ્યા છે. શું રાહુલ ગાંધી કે કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વ પર રમી રહ્યા છે, અને જો હા તો શું તે ભાજપને ટક્કર આપી શકશે?

રાહુલે જણાવ્યું કોણ છે હિન્દુ?

જયપુરની રેલીમાં હિન્દુ અને હિન્દુત્વની વ્યાખ્યા આપતાં રાહુલે કહ્યું કે, હિન્દુ કોણ છે? જે તમામને ગળે લાગે છે. હિન્દુ કોણ છે? જે કોઈનાથી ડરતો નથી. હિન્દુ કોણ છે? જે દરેક ધર્મને સન્માન આપે છે. આ ઉપરાંત રાહલે કહ્યું કે, આપણા શાસ્ત્ર, રામાયણ, મહાભારત વાંચો, ગીતા-ઉપનિષદ વાંચો… મને દેખાડો, ક્યાં લખ્યું છે કે કોઈ ગરીબને મારવાનો છે, ક્યાં લખ્યું છે કે કોઈ નબળા વ્યક્તિને કચડવાનો છે. રાહુલ ગાંધીના ભાષણ પર સોનિયા ગાંધી સતત તાળીઓ વગાડતા હતા.

રાહુલના નિવેદન પરથી એમ લાગે છે કે, બીજેપીનો વિકલ્પ બનવાના પ્રયાસમાં નિષ્ફળ કોંગ્રેસ હવે હિન્દુત્વની પિચ પર બેટિંગ કરવા માગે છે. રાહુલે ભાજપને હિન્દુત્વવાદી પાર્ટી ગણાવીને તેને હિન્દુઓની મૂળ ભાવનાથી અલગ કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે, આ સરખામણી નવી નથી. આઝાદીના સમયથી કે પછી વીર સાવરકરનો ઉલ્લેખ કરીને ભાજપનો વિરોધ કરનાર પાર્ટીઓ હિન્દુઓને હિન્દુત્વથી અલગ સાબિત કરવાનો પ્રયાસ કરતી આવી છે. અને તેની પાછળનો તર્ક એ છે કે, વીર સાવરકરે હિન્દુત્વની જે પરિકલ્પના આપી તેનાથી હિન્દુ ધર્મનો કોઈ સંબંધ નથી. જો કે, ભાજપ અને સામાન્ય ધારણા છે કે, હિન્દુ અને હિન્દુત્વમાં કોઈ ફરક નથી. તેવામાં રાહુલ ગાંધીની વાત કેટલા લોકો સમજી શકે છે તે જોવાનું રહ્યું.

ગોડસે, ભાજપ અને કોંગ્રેસ

રાહુલે રેલીમાં કહ્યું કે, તે હિન્દુ છે પણ હિન્દુત્વવાદી નથી. જેમ બે જીવની આત્મા એક ન હોય, તેમ બે શબ્દોનો અર્થ એક ન હોય. દરેક શબ્દનો અલગ અર્થ હોય છે. સાથે રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીને હિન્દુ તો ગોડસેને હિન્દુત્વવાદી ગણાવ્યા. આનો સ્પષ્ટ સંકેત છે કે, કોંગ્રેસ ભાજપને ગોડસે સાથે જોડીને ભાજપની વોટબેંક તોડવાનો પ્રયાસ કરી રહી છે. હકીકતમાં ભાજપની સ્થાપનામાં જ હિન્દુત્વનો મહત્વપુર્ણ રોલ રહ્યો છે. ધર્મ અને સંસ્કૃતિને ભાજપે પોતાના એજન્ડામાં ટોપ પર રાખ્યું છે. અયોધ્યા રામ મંદિર, કેદારનાથ ધામ નવીનીકરણ, કાશી વિશ્વનાથ મંદિરનું ભવ્ય નિર્માણ, જેવાં અનેક ઉદાહરણો પરથી સમજી શકાય છે કે, ભાજપને હિન્દુત્વથી અલગ કરવું મુશ્કેલ છે.

હિન્દુત્વના મુદ્દા સાથે જનતા ભાવનાત્મક રીતે જોડાયેલી છે

હવે સવાલ ઉઠે છે કે, કોંગ્રેસ હિન્દુ સામે હિન્દુત્વની પીચ પર બીજેપી ટક્કર આપવાનો પ્રયાસ કરે છે તો તેની કેટલી સંભાવનાઓ બચે છે. ભાજપે હિન્દુત્વને ઓઢીને રાખ્યું છે, અને તે મંદિરો અને તેના વિરાસતને વધારે મહત્વ આપે છે. અને સામાન્ય જનતા આ મુદ્દાઓ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી હોય છે અને તેનો લાભ ભાજપને મળે છે.

modi 1

પીએમ મોદીએ કેદારનાથ ધામને ભવ્ય સ્વરૂપ આપ્યું

પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદીએ કેદારનાથના પુનઃનિર્માણનું કામ ઝડપથી કરાવ્યું, આધ્યાત્મ સાથે જોડાયેલ ગુફાઓનું આધુનિકરણ કર્યું, આદિ શંકરાચાર્યની ભવ્ય મૂર્તિ પ્રસ્થાપિત કરી, ઘાટને વધુ સારા બનાવ્યા અને સુરક્ષા દિવલા પણ બનાવી. અને આ કારણે આજે કેદારનાથ ધામનું ભવ્ય સ્વરૂપ જોવા મળી રહ્યું છે.

અયોધ્યા મામલે કોર્ટમાં દાયકાઓ સુધી કાનૂની લડાઈ ચાલી પણ રામ મંદિર આંદોલનનો સમગ્ર શ્રેય ભાજપને જાય છે. સુપ્રીમ કોર્ટે નિર્ણય આપતાં હિન્દુઓના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો અને હાલ ભવ્ય રામમંદિર બની રહ્યું છે.

ધાર્મિક સ્થળોના વિકાસને લઈને ભાજપ હંમેશા આગળ

ખાસ વાત છે કે પીએમ મોદી પોતે કેદારનાથ જઈને પૂજા કરી અને ઉદઘાટન કર્યું. અયોધ્યામાં તે ભુમિપૂજન કરતાં જોવા મળ્યા અને આજે તેઓ કાશી ગયા. સોમનાથ મંદિર, મથુરા, કાશી ધાર્મિક સ્થળોના વિકાસને લઈને ભાજપ હંમેશા આગળ રહી છે. આજે કાશી વિશ્વનાથ કોરિડોર ખોલી દેવામાં આવ્યું છે. તેનું લોકાર્પણ પીએમ મોદીએ કર્યું. તે કાશી પહોંચતાની સાથે જ હર-હર મહાદેવનો નારો ગુંજી ઉઠ્યો. વિપક્ષનું કહેવું છે કે, મોદી દરેક વસ્તુને ઈવેન્ટ બનાવી દે છે, પણ આ ઈવેન્ટમાં લોકોની ભાવનાઓ જોડાયેલી છે. લોકો પોતાને કનેક્ટ કરે છે, અને ટીવી પર આ દ્રશ્યો જોઈને હાથ જોડે છે.

વારાણસીમાં પીએમ મોદીનો અલગ અંદાજ જોવા મળ્યો

મોદીનો અંદાજ પણ અલગ છે. વારાણસીમાં તે પોતાની ગાડી રોકીને લોકોને મળ્યા. નદીમાં ક્રૂઝની સવારી કરી અને પછી ગંગામાં ભગવા વસ્ત્ર પહેરીને સ્નાન કર્યું. ટીવી મારફતે ઘર-ઘર સુધી પહોંચતાં આ દ્રશ્યોને જોઈને કહી શકાય છે કે ભાજપને હિન્દુ અને હિન્દુત્વના મુદ્દા પર પાછળ પાડવું અશક્ય લાગી રહ્યું છે. ભાજપના મૂળ હિન્દુ છે, તે દરેક મંદિર અને ધામને પોતાની સાથે જોડે છે. ભલે આ વાતને લઈને વિપક્ષ તેનો વિરોધ કરે કે અન્ય ધર્મ પ્રત્યે ભાજપનો લગાવ નથી. પણ તેનાથી ભાજપને કોઈ ફરક પડતો નથી. જેનો જવાબ આપતાં પીએમ મોદીએ કહ્યું કે, ભારતમાં દરેક ધર્મના લોકોનું સન્માન અને સ્વાગત છે, અમે સમગ્ર ધરતીના લોકોને પોતાનું પરિવાર માનનારા લોકો છીએ. તેવામાં કોંગ્રેસનું હિન્દુ-હિન્દુત્વ કાર્ડ કેટલું ચાલશે, તે સરળતાથી સમજી શકાય છે.

ધર્મ આધારિત રાજનીતિ કરી કોંગ્રેસ ભાજપની જાળમાં ફસાઈ?

અને હવે સ્થિતિ એવી છે કે જ્યારે કોંગ્રેસનો કોઈ નેતા મંદિર જાય છે, તો લોકો કહેવા લાગે છે કે ભાજપના રસ્તા પર ચાલીન સત્તા હાંસલ કરવાનો પ્રયાસ છે. સ્પષ્ટ છે કે હિન્દુ-હિન્દુત્વના મુદ્દા પર હાલ કોંગ્રેસ ભાજપને પડકાર આપવાની સ્થિતિમાં જોવા મળી રહી નથી. અને હવે એવી ચર્ચા થવા લાગી છે કે, કોંગ્રેસ ધર્મ આધારિત રાજનીતિ કરીને ભાજપની જાળમાં ફસાઈ ગઈ છે, કેમ કે ભગવા પાર્ટીને પોતાની તાકાત અને કોંગ્રેસની નબળાઈ ખબર છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here