Karishma Tanna: કરિશ્મા તન્નાના લગ્નની આવી ગઈ તારીખ, પરિવાર-મિત્રોની હાજરીમાં બોયફ્રેન્ડ સાથે લેશે ફેરા – karishma tanna will tie the knot with beau varun bangera on february 5

0


હાઈલાઈટ્સ:

  • કરિશ્મા તન્ના અને બોયફ્રેન્ડ વરુણ બંગેરાએ નવેમ્બરમાં કરી હતી સગાઈ
  • દોઢ વર્ષ પહેલા કોમન ફ્રેન્ડની પાર્ટીમાં કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાની થઈ હતી મુલાકાત
  • કરિશ્મા તન્ના અને વરુણ બંગેરા વચ્ચે થયો હતો પહેલી નજરનો પ્રેમ

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પણ એક પછી એક સેલિબ્રિટીને ત્યાં લગ્નની શરણાઈ વાગી રહી છે. શ્રદ્ધા આર્યા, નીલ ભટ્ટ-ઐશ્વર્યા શર્મા અને અંકિતા લોખંડે બાદ હવે કરિશ્મા તન્ના બોયફ્રેન્ડ સાથે લગ્નના તાંતણે બંધાવાની છે. કરિશ્મા તન્ના અને બોયફ્રેન્ડ વરુણ બાંગેરાના લગ્ન 5મી ફેબ્રુઆરીએ મુંબઈમાં થશે. પ્રી-વેડિંગ ફંક્શન મહેંદી અને સંગીત સેરેમની સાથે 4 ફેબ્રુઆરીથી શરૂ થશે. કપલ તેમના મિત્રો માટે 6 ફેબ્રુઆરીએ રિસેપ્શન યોજશે. વરુણ બંગેરા મુંબઈનો બિઝનેસમેન છે, જે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલો છે. બંનેએ 12મી નવેમ્બરે સગાઈ કરી હતી. જેમાં માત્ર પરિવારના સભ્યો અને મિત્રોને જ સામેલ કરાયા હતા.

સ્વીડિશ યુવતીના પ્રેમમાં છે રાઘવ જુયાલ! બંનેની રોમેન્ટિક તસવીરો વાયરલ
આ અંગે વધુ માહિતી મેળવવા માટે કરિશ્મા તન્નાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે નિષ્ફળ ગયો હતો. સૂત્રોએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે ‘કરિશ્માએ તેની લગ્નની માહિતી અંગે મૌન સેવીને રાખ્યું છે. તે તેના અંગત જીવન વિશે વધારે કામ કરવા ઈચ્છતી નથી. તે ઈચ્છે છે કે, લગ્ન માત્ર પરિવાર અને મિત્રો પૂરતા સીમિત રહે’.

કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાની મુલાકાત કેવી રીતે થઈ તેના વિશે ખુલાસો કરતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘આશરે દોઢ વર્ષ પહેલા તેઓ કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. પહેલી જ નજરમાં એકબીજાને પસંદ આવી ગયા હતા અને ત્યારથી ડેટ કરી રહ્યા છે’.

અરુણિતા કાંજીલાલને થયું મોટું નુકસાન, પવનદીપ સાથેની મિત્રતા તોડવી ભારે પડી?
હકીકતમાં, અગાઉ ઈટાઈમ્સ ટીવીએ એક્સક્લુઝિવ માહિતી આપી હતી કે, એક્ટ્રેસને કોઈ ખાસ મળી ગયું છે અને તે ખૂબ જલ્દી ઠરીઠામ થઈ જવાનું વિચારી રહી છે. નવેમ્બરમાં કરિશ્મા અને વરુણે સગાઈ કરી હોવાની માહિતી પણ ઈટાઈમ્સ ટીવીએ આપી હતી. વરુણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર કરિશ્મા સાથેની કોઝી તસવીર શેર કરી હતી જ્યારે એક્ટ્રેસે કેકનો ફોટો મૂક્યો હતો જેના પર અભિનંદન લખ્યું હતું. અને એક્ટ્રેસ હવે લગ્નના વચન લેવા તૈયાર છે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરિશ્મા તન્ના ઘણા ટીવી શોમાં કામ કરી ચૂકી છે. જેમાં ક્યૂંકિ સાસ ભી કભી બહૂ થી, બાલ વીર, નાગિન 3નો સમાવેશ થાય છે. આ સિવાય તેણે બિગ બોસ, નચ બલિયે અને ઝલક દિખલા જા જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી સીઝન 10ની તે વિનર પણ બની હતી. કરિશ્માએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ગ્રાન્ડ મસ્તી, સંજુ અને સૂરજ પે મંગલ ભારીમાં દેખાઈ હતી.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here