ankita lokhande: અંકિતા લોખંડે-વિકી જૈનને લગાવાઈ પીઠી, મિત્રોના ખભા પર બેસીને બંને ઢોલના તાલે નાચ્યા – sneak peek into ankita lokhande and vicky jain’s haldi ceremony

0


હાઈલાઈટ્સ:

  • મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં વિકી જૈન સાથે મુંબઈની હોટેલમાં લગ્ન કરશે અંકિતા લોખંડે
  • હલ્દી સેરેમનીમાં મિત્રોના ખભા પર બેસીને નાચ્યા વિકી જૈન અને અંકિતા લોખંડે
  • પીઠીમાં રેડ કલરના શરારામાં સુંદર લાગતી હતી બ્રાઈડ-ટુ-બી અંકિતા લોખંડે

‘પવિત્ર રિશ્તા’ ફેમ એક્ટ્રેસ અંકિતા લોખંડે અને ફિયાન્સે વિકી જૈન 14મી ડિસેમ્બરે લગ્ન કરવાના છે. છેલ્લા બે-ત્રણ દિવસથી તેમના પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. 11મી ડિસેમ્બરે મહેંદી, 12મી ડિસેમ્બરે સગાઈ યોજાઈ હતી. સોમવારે સાંજે અંકિતા લોખંડે અને વિકી જૈનની હલ્દી સેરેમની હતી. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.


હલ્દી ફંક્શનમાં અંકિતા લોખંડે વિકી જૈનનો હાથ પકડીને પહોંચી હતી. રેડ કલરના ડ્રેસ અને શરારામાં બ્રાઈડ ટુ બી અંકિતા ગોર્જિયલ લાગી રહી હતી. જ્યારે વિકી જૈને વ્હાઈટ લહેંગો-પાયજામો પહેર્યો હતો. તો અંકિતાના મિત્રોએ પીળા કલરના કપડા પહેર્યા હતા.

કરિશ્મા તન્નાના લગ્નની આવી ગઈ તારીખ, પરિવાર-મિત્રોની હાજરીમાં બોયફ્રેન્ડ સાથે લેશે ફેરા


અંકિતા લોખંડેને હલ્દી ફંક્શનમાં પીતળના એક મોટા થાળમાં બેસાડવામાં આવી હતી. સૌથી પહેલા પરિવારના સભ્યો અને બાદમાં મિત્રોએ તેને પીઠી લગાવી હતી. એક્ટ્રેસે પણ અમૃતા ખાનવિલકર સહિતની બહેનપણીઓને સામે પીઠી લગાવી હતી. પીઠીની રસમ પૂરી થયા બાદ મિત્રોએ કપલ પર ગુલાબની પાંદડીઓનો પણ વરસાદ કર્યો હતો.


વિકી જૈનને જીવનસાથી બનાવીને અંકિતા લોખંડે ખુશ છે અને એક્ટ્રેસની દરેક તસવીરો તેની સાબિતી છે. મહેંદી ફંક્શન અને સગાઈમાં અંકિતાએ જોરદાર ડાન્સ કર્યો હતો. હલ્દીમાં પણ તેણે ડાન્સ કરવાની તક જતી કરી નહોતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, અંકિતા અને વિકીને તેના મિત્રોએ ઊંચકી લીધા છે, તેમના ચહેરા પર પીઠી છે અને તેઓ ગીત ગાવાની સાથે-સાથે ડાન્સ પણ કરી રહ્યા છે.

સ્વીડિશ યુવતીના પ્રેમમાં છે રાઘવ જુયાલ! બંનેની રોમેન્ટિક તસવીરો વાયરલ


અંકિતા લોખંડેની ખાસ ફ્રેન્ડ અમૃતા ખાનવિલકરે પણ કપલ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે અંકિતાના ગાલ પર કિસ કરતા જોવા મળી રહી છે. આ સિવાય અન્ય મિત્રો સાથે પણ પોઝ આપતી અંકિતાને જોઈ શકાય છે.


હલ્દી બાદ અંકિતા અને વિકીએ રોમેન્ટિક તસવીરો ક્લિક કરાવી હતી. તસવીરોમાં તેના હાથમાં સગાઈની રિંગ પણ જોવા મળી રહી છે.

અંકિતા લોખંડે અને વિકી જૈન મંગળવારે મહારાષ્ટ્રિયન રિવાજ પ્રમાણે લગ્ન કરવાના છે. આ સિવાય મારવાડી રીતિ-રિવાજ પ્રમાણે પણ લગ્ન થશે. જણાવી દઈએ કે, વિકી જૈન બિઝનેસમેન છે અને તે તેમજ અંકિતા છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here