Priyank Panchal: સાઉથ આફ્રિકામાં પડકારોનો સામનો કરવા સજ્જ છે અમદાવાદી સ્ટાર પ્રિયાંક પંચાલ – india tour south africa priyank panchal ready to face challenges

0


હાઈલાઈટ્સ:

  • પ્રિયાંક પંચાલ તાજેતરમાં જ ઈન્ડિયા-એ ટીમ સાથે સાઉથ આફ્રિકા ગયો હતો જ્યાં બે મેચમાં તે ટીમનો સુકાની રહ્યો હતો
  • પ્રિયાંક પંચાલે કહ્યું કે તે ખુશ છે કેમ કે ભારતીય ટીમ માટે રમવાનું તેનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે
  • ભારતીય ટીમમાં પસંદગી થવી મારા માટે ગર્વ અને સન્માનની વાત છેઃ પ્રિયાંક પંચાલ

પ્રિયાંક પંચાલ તાજેતરમાં જ ઈન્ડિયા-એ ક્રિકેટ ટીમ સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસેથી પરત ફર્યો છે અને તે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો હતો. સોમવારે સવારે તેના ફોનમાં કોલ આવ્યો. પોતાના પરિવાર સાથે વાતચીત કરી રહેલા પ્રિયાંકે કોલ રિસિવ કર્યો અને પોતાના રૂમમાં ગયો. જ્યારે તે રૂમની બહાર આવ્યો ત્યારે તેના ચહેરા પર સ્મિત હતું અને તેણે પોતાના પરિવારને મોટા સમાચાર સંભળાવ્યા કે ભારતીય ક્રિકેટ ટીમના આગામી સાઉથ આફ્રિકા પ્રવાસ માટે તેની પસંદગી કરવામાં આવી છે.

રોહિત શર્મા ઈજાના કારણે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને પ્રિયાંક પંચાલને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી ત્રણ ટેસ્ટ મેચની સીરિઝનો પ્રારંભ થશે. ટીમમાં પસંદગી થયા બાદ પ્રિયાંક પંચાલે અમારા સહયોગી ટાઈમ્સઓફઈન્ડિયા.કોમ સાથે વાતચીત કરી હતી.

દીકરીના બર્થડે પર ટેસ્ટ રમશે પણ 3 દિવસ પછી વનડે નહીં, શું છે કોહલીના મનમાં?
તેણે જણાવ્યું હતું કે, જ્યારે ફોન આવ્યો ત્યારે હું ઘરે હતો. હું ઘણો જ ખુશ છું. પ્રત્યેક ક્રિકેટરનું સપનું હોય છે કે તે ભારતીય જર્સી પહેરે અને ભારત માટે રમે. હું નસીબદાર છું કે મારું સ્વપ્ન સાકાર થયું છે. હું ઘણો જ રોમાંચિત છું. હું સ્ટાર ક્રિકેટર્સથી ભરેલી ટીમમાં જોડાવા માટે આતુર છું. આ ભારતીય ટીમ ઘણી જ મજબૂત છે. બોલિંગ કે બેટિંગ બંનેમાં ટીમ મજબૂત છે. હું નસીબદાર છું અને ગર્વ અનુભવી રહ્યો છું કે હું આ ટીમનો ભાગ બનવા જોઈ રહ્યો છું.

પ્રિયાંક તાજેતરમાં જ સાઉથ આફ્રિકાના પ્રવાસેથી આવ્યો છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી ત્રણ અનઓફિશિયલ ટેસ્ટ સીરિઝમાં તે ઈન્ડિયા-એ ટીમનો સુકાની હતો. તેણે બે મેચમાં 120 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેમાં પ્રથમ મેચમાં તેણે 171 બોલમાં 96 રનની ઈનિંગ્સ રમી હતી.

તેણે જણાવ્યું હતું કે, હું તાજેતરમાં જ સાઉથ આફ્રિકાથી પરત ફર્યો છું. મેં ટીમની આગેવાની કરી હતી. મેં 96 રન ફટકાર્યા હતા અને સદી ચૂકી ગયો હતો પરંતુ તે અનુભવ ઘણો શાનદાર રહ્યો. હું સાઉથ આફ્રિકાની પરિસ્થિતિથી વાકેફ છું. જો મને તક મળશે તો હું સાઉથ આફ્રિકાની પરિસ્થિતિને સારી રીતે જાણું છું તેનાથી મને મદદ મળશે. જ્યાં સુધી પડકારોનો સવાલ છે તો હું આ પડકાર માટે સજ્જ છું.
5 મેચ… 603 રન… 4 સેન્ચ્યુરી, ધોનીના આ શિષ્યનું શાનદાર પ્રદર્શનપ્રિયાંક પંચાલે 100 ફર્સ્ટ ક્લાસ મેચમાં 7011 રન નોંધાવ્યા છે જેમાં 24 સદી અને 25 અડધી સદી સામેલ છે. પ્રિયાંક પંચાલ આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી-માર્ચમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી સીરિઝ ભારતીય ટીમમાં સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે ગયો હતો. છેલ્લી બે મેચ અગાઉ તેને વિજય હઝારે ટ્રોફી માટે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ સીરિઝમાં ભારતનો 3-1થી વિજય થયો હતો.

રોહિત શર્મા ઓપનિંગમાં આવે છે પરંતુ પ્રિયાંકને તક મળશે તો તે કયા ક્રમે બેટિંગ કરશે તે જોવાનું રહેશે. જોકે, 31 વર્ષીય પ્રિયાંક પંચાલે જણાવ્યું છે કે તે કોઈ પણ ક્રમે બેટિંગ કરવા તૈયાર છે. તેણે જણાવ્યું હતું કે, હું કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ ક્રમે બેટિંગ કરવા માટે તૈયાર છું. એક ક્રિકેટર તરીકે જ્યારે ટીમને જરૂર હોય ત્યારે હું ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તૈયાર રહું છું. જો કેપ્ટન વિરાટ ભાઈ અથવા તો કોચ રાહુલ સર મને કોઈ ચોક્કસ ક્રમે બેટિંગ કરવાનું કહેશે તો હું તેના માટે તૈયાર રહીશ. હું આ બંને દિગ્ગજોને મળવા માટે આતુર છું.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here