boyfriend attack with sword on girlfriend: જશોદાનગરમાં યુવતીએ સંબંધ તોડી બીજે લગ્ન કર્યા, પ્રેમીએ પ્રેમિકા-પરિવાર પર કર્યો તલવારથી હુમલો – boyfriend and his friend attack with sword on girlfriend and family in ahmedabad

0


| I am Gujarat | Updated: Dec 14, 2021, 10:35 PM

જશોદાનગરમાં રહેતી પ્રેમિકાએ પ્રેમી સાથે સંબંધ તોડીને બીજે લગ્ન કર્યા. તો ઉશ્કેરાયેલો પ્રેમી તેના મિત્ર સાથે તેના ઘરે પહોચ્યો હતો. પરિવાર સાથે ઝઘડો થતા મિત્રએ તલવારથી હુમલો કરતા પ્રેમિકાના દાદી વચ્ચે પડતા ઈજા પહોંચી હતી

 

હાઈલાઈટ્સ:

  • જશોદાનગરમાં રહેતી યુવતીએ પ્રેમી સાથે સંબંધ તોડીને બીજે લગ્ન કર્યા
  • ઉશ્કેરાયેલો પ્રેમી તેના મિત્ર સાથે પ્રેમિકાના ઘરે પહોંચ્યો અને કાંડ કરી નાખ્યો
  • પ્રેમીનો મિત્ર યુવતી પર તલવારથી ઘા કરવા જતો હતો અને તેની દાદી વચ્ચે પડ્યા

અમદાવાદઃ શહેરના જશોદાનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એહીં રહેતી એક યુવતીએ પોતાના પ્રેમી સાથેના સંબંધો તોડી નાખ્યા અને બીજે લગ્ન કર્યા હતા. જે બાદ ઉશ્કેરાયેલો તેની પ્રેમી તેના મિત્ર સાથે પ્રેમિકાના ઘરે પહોંચ્યો હતો. બાદમાં પ્રેમિકા અને તેના પરિવારજનો સાથે ભારે ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં ઉશ્કેરાયેલા પ્રેમીએ ઝઘડો કરીને તલવારના ઘા માર્યા હતા. સાથે જ આ માથા ફરેલા પ્રેમીએ, મારી સાથે કેમ પ્રેમ સંબંધ તોડી નાખ્યો એમ કહીને ધમકી પણ આપી હતી. આ મામલે પ્રેમિકાની દાદીએ વટવા જીઆઈડીસી પોીલસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જશોદાનગર વિસ્તારમાં 65 વર્ષીય વૃદ્ધા તેમના દીકરા, પુત્રવધુ અને તેમની બે પૌત્રીઓ સાથે રહે છે. તેમની બેમાંથી એક પૌત્રીને નારોલમાં રહેતા સોનુ પટેલ નામના યુવક સાથે બે વર્ષ પહેલાં પ્રેમ સંબંધ બંધાયો હતો. સોનું આ યુવતીના પ્રેમમાં પાગલ હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો. જો કે, યુવતી તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી ન હોય તેણે સોનું સાથે પ્રેમ સંબંધ રાખવાનો ઈનકાર કર્યો હતો. એ પછી યુવતીના લગ્ન હિંમતનગરમાં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ હાલ તે તેના પિયરમાં રહેતી હતી.
સુરત નજીક પાણીથી છલોછલ ભરેલી કેનાલમાં ખાબકી કાર, પાંચ લોકોનો ચમત્કારિક બચાવ
આ દરમિયાન યુવતીનો પ્રેમી સોનું તેના મિત્ર હર્ષ ઉર્ફે ભૂરિયા સાથે ગઈ રાત્રે તેના ઘરે આવી પહોંચ્યો હતો. ત્યારે યુવતીના ઘરના તમામ લોકો હાજર હતા. સોનુએ યુવતીને અપશબ્દો કહ્યા હતા અને કહ્યું કે, મારી સાથે કેમ પ્રેમ સંબંધ તોડી નાખ્યા, ચાલ મારા ઘરે. એ પછી આ માથા ફરેલા પ્રેમીએ તેની પ્રેમિકા અને પરિવારજનો સાથે ભારે ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં યુવતીના પરિવારના લોકો વચ્ચે પડ્યા હતા. તો સોનુએ તેના પરિવાર સાથે પણ મારઝૂડ કરી હતી. આ વખતે સોનુનો મિત્ર હર્ષ તલવાર લઈને આવ્યો અને યુવતી પર ઘા કરવા જતો હતો.
GF સૂતી હતી અને BFએ તેની આંખની પાંપણો ઊંચી કરીને બેંકમાંથી 18.97 લાખ સેરવી લીધા
ત્યારે યુવતીના દાદી વચ્ચે પડ્યા હતા અને તલવારનો ઘા તેમના હાથે વાગ્યો હતો. જે બાદ તેઓ ઈજાગ્રસ્ત થઈ હતા. એ પછી બૂમાબૂમ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોતજોતામાં લોકોનું ટોળુ દોડી આવ્યું હતું. એટલે આરોપી સોનું અને તેનો મિત્રો હર્ષ યુવતી અને તેના પરિવારને ધાકધમકી આપીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. એ પછી યુવતીની દાદીએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પંચમહાલ: શહેરામાં લગ્નના વરઘોડા દરમિયાન બગીમાં આગ લાગતા અફરાતફરી

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : boyfriend and his friend attack with sword on girlfriend and family in ahmedabad
Gujarati News from I Am Gujarat, TIL Network



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here