ખાનગીકરણનો વિરોધ: ગુરુવાર અને શુક્રવારે રાજ્યભરમાં બંધ રહેશે જાહેર ક્ષેત્રની બેન્કો – public sector banks to remain shut on thursday and friday

0


હાઈલાઈટ્સ:

  • ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે બેન્કોના કર્મચારીઓ.
  • ગુરુવાર અને શુક્રવારે રાજ્યભરની બેન્કો બંધ રાખવામાં આવશે.
  • રાજ્યભરમાં લગભગ 4800 શાખાઓ હડતાલનું પાલન કરશે.

અમદાવાદ- જો તમારે બેન્કનું કોઈ જરુરી કામ હોય તો આજે જ પતાવી દેજો, કારણકે સમગ્ર ગુજરાતમાં ગુરુવાર અને શુક્રવારના રોજ જાહેર ક્ષેત્રની બેન્કો બંધ રહેવાની છે. ઉલ્લેખનીય છે કે જાહેર ક્ષેત્રની બેન્કોના પ્રસ્તાવિક ખાનગીકરણના વિરોધમાં બેન્કના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓએ બે દિવસ હડતાલ રાખવાની જાહેરાત કરી છે. મહા ગુજરાત બેન્ક એમ્પલોઈસ અસોસિએશનના અનુમાન અનુસાર બે દિવસ સુધી ગુજરાતમાં લગભગ 4800 બેન્ક શાખાઓ બંધ રહેવાની છે, જેના પરિણામે 20,000 કરોડના ટ્રાન્ઝેક્શન પ્રભાવિત થશે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સીનિયર વાઈસ-પ્રેસિડન્ટ પથિક પટવારી જણાવે છે કે, બેન્કો બંધ રહેશે તો વેપાર મોટા પ્રમાણમાં પ્રભાવિત થશે. બેન્ક કર્મચારીઓની ફરિયાદ અને સમસ્યા ચોક્કસપણે સ્વાભાવિક અને ગંભીર હશે પરંતુ આ રીતે બેન્કો બંધ રાખવાથી બિઝનેસને કોઈ ફાયદો નહીં થાય. ગામડાઓ અને નાના શહેરોમાં સરકારી બેન્કોનું નેટવર્ક ઘણું વધારે છે. માટે જો સતત બે દિવસ બેન્કો બંધ રાખવામાં આવશે તો આ જગ્યાઓએ પણ વેપાર ઘણો પ્રભાવિત થશે.

ક્રિકેટ મેચ એડવાન્સમાં બતાવી સટોડિયાને ફાયદો કરાવતો ભેજાબાજ ઝડપાયો

ઉલ્લેખનીય છે કે આ બે દિવસ દરમિયાન ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તો થઈ શકશે પરંતુ જે કામગીરી બેન્કમાં આવીને કરવાની હોય છે તે બેન્ક ખુલ્યા પછી જ પૂરી થઈ શકશે. આ હડતાલમાં આશરે 70,000 બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લેશે તેવી શક્યતા છે. માત્ર ગુજરાત જ નહીં, દેશભરના બેન્ક કર્મચારીઓ આ ખાનગીકરણના વિરુદ્ધ છે.

શહીદની બહેનના લગ્નનમાં CRPFના જવાનોએ નિભાવી ભાઈની ફરજ
MGBEAના જનરલ સેક્રેટરી જનક રાવલ જણાવે છે કે, બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટનો વિરોધ કરવા માંગે છે. આ એક્ટ અંતર્ગત રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકારી યોજનાઓ જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવે છે. આ બેન્કોને વધારે મજબૂત કરવાના સ્થાને સરકાર તેમને બંધ કરવાની યોજના તૈયાર કરી રહી છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here