rashami desai: એક્સ-બોયફ્રેન્ડ અરહાન ખાને રશ્મિ દેસાઈ વિશે કર્યો ઘટસ્ફોટ, લગાવ્યા ચોંકાવનારા આક્ષેપ – ex boyfriend arhaan khan spoke about rashami desai and made some allegation

0


હાઈલાઈટ્સ:

  • બિગ બોસમાં ભાગ લેવાને અરહાન ખાને ગણાવી જીવનની સૌથી મોટી ભૂલ
  • રશ્મિ દેસાઈ મારી પત્ની અને બાળક વિશે પહેલાથી જાણતી હતીઃ અરહાન ખાન
  • બિગ બોસ બાદ મેં રશ્મિ દેસાઈનો સંપર્ક કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયોઃ અરહાન ખાન

મુસાફરી ખતમ થયા બાદ પણ કેટલાક અનુભવો તમને જીવનમાં સતાવતા રહે છે. બે વર્ષ પહેલા બિગ બોસ 13માં ભાગ લેવો તે કદાચ અરહાન ખાનની સૌથી મોટી ભૂલ છે. એક સમયે તે રશ્મિ દેસાઈ સાથે રિલેશનશિપમાં હતો, જે પણ રિયાલિટી શોનો ભાગ હતી. વીકએન્ડના એપિસોડમાં, હોસ્ટ સલમાન ખાને દર્શકો અને કન્ટેસ્ટન્ટ્સને અરહાન પરિણીત હોવાની અને તેને એક બાળક પણ હોવાની માહિતી આપીને ચોંકાવી દીધા હતા. અરહાન પર રશ્મિના એપાર્ટમેન્ટમાં તેની જાણકારી વગર રહેવાનો આરોપ પણ હતો, જેની ચાવી તેને તેણે બિગ બોસમાં જતા પહેલા સોંપી હતી. 2019 બાદમાં આ કિસ્સો બન્યો હતો અને ત્યારબાદથી અત્યારસુધીમાં બંનેએ ક્યારેય એકબીજા સાથે વાત કરી નથી. જો કે, ચાવીનો મુદ્દો ફરીથી ત્યારે સામે આવ્યો હતો જ્યારે બિગ બોસ 15ના ઘરમાં બંધ રશ્મિ દેસાઈએ સલમાન ખાનને તેની ઘરની ચાવી વિશે મજાકમાં સવાલ કર્યો હતો. એક્ટ્રેસે આ સિવાય અરહાનની હકીકત જણાવીને મદદ કરવા માટે હોસ્ટનો આભાર પણ માન્યો હતો.

BB 15: તેજસ્વીના સપોર્ટમાં આવ્યો વિશાલ કોટિયન, કરણ કુંદ્રા પર વરસાવ્યો ધિક્કાર
પરંતુ અરહાન ખાનનું કહેવું છે કે, રિયાલિટી શોમાં જે કંઈ થઈ રહ્યું છે તેનાથી તે ખુશ નથી. અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સ સાથે વાતચીત કરતાં અરહાને કહ્યું હતું કે ‘હું મારા ભૂતકાળને ભૂલીને આગળ વધી ગયો છું. પરંતુ બાકીના લોકો ન કરી શક્યા. તેઓ રેટિંગ માટે આ વિશે વાત કરી રહ્યા હશે. તેઓ કે વાત સમજવામાં નિષ્ફળ ગયા છે કે, મારો પરિવાર પણ શો જુએ છે અને કોઈ મુદ્દાને આટલા લાંબા સમય સુધી ખેંચવો તે યોગ્ય નથી. ચાવી અને મને કેમ આટલા યાદ કરી રહ્યા છે? હું અને રશ્મિ આશરે દોઢ વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા હતા પરંતુ તેણે શો પર તેવો દાવો કર્યો હતો કે, અમે બિગ બોસના થોડા સમય પહેલા જ મળ્યા હતા. અમારા સંબંધોના છેલ્લા ત્રણ મહિના આટલા ખરાબ હશે તેવી મને આશા નહોતી. બિગ બોસ મેં તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે મને તેમ કરવુ યોગ્ય લાગ્યું હતું. તે મને મળી નહોતી કારણ કે તે જાણતી હતી કે બિગ બોસના ઘરમાં હું તેના વર્તન અંગે સવાલ કરીશ. રશ્મિ દેસાઈ તેની છબીને ખરડવા દેશે નહીં’.

એક્ટરે દાવો કર્યો હતો કે, રશ્મિ તેની પત્ની અને બાળક વિશે જાણતી હતી. ‘રશ્મિએ મારી વૈવાહિક સ્થિતિ અને એક બાળક છે તે વિશે અજ્ઞાનતા દર્શાવી હતી. જ્યારે તમે ત્રણ વર્ષથી કોઈની સાથે રહેતા હો ત્યારે તે શક્ય છે? તે મારો ફોન ગમે ત્યારે એક્સેસ કરી શકતી હતી. તે પત્ની અને બાળક વિશે જાણતી હતી, તેમ છતાં ટેલિવિઝન પર ખોટુ બોલી. તેના જીવનમાં આટલું મોટુ કંઈક થયું હોવા છતાં, તેણે બીજા દિવસે મને ઘરની અંદર પ્રપોઝ કર્યું હતું. માનુ છું કે, પ્રેમ આંધળો હોય છે પરંતુ આટલો પણ નથી હોતો’, તેમ તેણે કહ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે, ‘તે સમયે તે બધું જ જાણીત હતી તેવું કહેવામાં મને કોઈ પસ્તાવો નથી. તે મોટી ભૂલ હતી. હું તેની ઈમેજ અને હકીકત વિશે પરેશાન હતો કારણ કે તે ભૂતકાળમાં ઘણું સહન કરી ચૂકી હતી’.

આખરે ‘અનુજ’ પ્રત્યેના પ્રેમની કબૂલાત કરશે ‘અનુપમા’, નવી એન્ટ્રી પ્રેમસંબંધમાં બનશે કાંટો
અરહાન ખાને 2014માં લગ્ન કર્યા હતા અને એક વર્ષ બાદ પત્નીની અલગ થયો હતો. બિગ બોસ 13ના ઘરમાં આ વિશે કેમ ન જણાવ્યું તેમ પૂછતાં તેણે જવાબ આપ્યો હતો કે, ‘હું અને મારી પત્ની પરસ્પર બની ન રહ્યું હોવાના કારણે અલગ થયા હતા. જો કે, અમારા સંબંધોમાં કડવાશ નહોતી. હું અમારા અલગ થવાને લઈને હંમેશા ઓપન હતો. જો કે, અમે ડિવોર્સ લીધા નહોતા. શું મને જીવનમાં આગળ વધવાની મંજૂરી નથી? જો રશ્મિ અથવા મારી પત્નીને એકબીજા વિશે જાણ ન હોત તો હું ખોટો કહેવાત. તેઓ બંને એકબીજાની મારા જીવનમાં હાજરી વિશે જાણતા હતા. અને એવું જરાય નથી કે હું બિગ બોસના ઘરમાં કોઈને મળ્યો અને પ્રેમાં પડ્યો. હું રશ્મિને પહેલા મળ્યો હતો અને તે મારા ભૂતકાળ વિશે જાણતી હતી’.

અગાઉ ‘બઢો બહુ’માં જોવા મળેલા અરહાનનું માનવું છે કે, બિગ બોસમાં ભાગ લેવો તે કરિયરને બગાડનારું પગલું છે. તેણે કહ્યું હતું કે, ‘હું તમને જણાવી દઉ કે, રશ્મિ દેસાઈ પહેલા મને બિગ બોસની ઓફર મળી હતી. મેં ઘણું કામ કર્યું છે. જો કે, શોમાં તેવું દેખાડવામાં આવ્યું હતું કે, રશ્મિ સાથે કનેક્શન હોવાના કારણે હું પ્રખ્યાત છું. મારી પોતાની કોઈ ઓળખ નથી. બિગ બોસમાં ભાગ લેવો તે મારી સૌથી મોટી ભૂલ હતી. શોમાં જે રીતે મારા અંગત જીવનને જાહેર કરવામાં આવી તેના કારણે મને જે પ્રકારનું કામ મળવાની અપેક્ષા હતી તે મળી રહ્યું નથી’



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here