anupamaa: ‘અનુપમા’ના સેટ પર ઘૂસી આવ્યો કોબ્રા, ‘વનરાજે’ રેસ્ક્યૂ કરીને ખુલ્લા વિસ્તારમાં છોડ્યો – anupamaa sudhanshu pandey aka vanraj shah rescued a baby cobra from a makeup room

0


હાઈલાઈટ્સ:

  • અનુપમાના સેટ પરના એક મેકઅપ રૂમમાંથી સુધાંશુ પાંડેએ કોબ્રાનું રેસ્ક્યૂ કર્યું
  • સુધાશું પાંડેએ ખૂબ ચપળતાથી સાપને બોટલમાં પૂરી ખુલ્લી જગ્યામાં છોડ્યો
  • સુધાંશુ પાંડે ઉર્ફે વનરાજ શાહનો વીડિયો જોઈ ફેન્સ કરી રહ્યા છે તેની પ્રશંસા

રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સ્ટારર સીરિયલ ‘અનુપમા’ લોન્ચ થઈ ત્યારથી દર્શકોના દિલ અને ટીઆરપી ચાર્ટ પર રાજ કરી રહી છે. સીરિયલ શરૂ થઈ ત્યારથી ટીઆરપીમાં નંબર 1નો તાજ પહેરીને રાખ્યો છે અને હજી સુધી એક પણ સીરિયલ તેને ટક્કર આપી શકી નથી. ‘અનુપમા’માં ઘણા સમયથી ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અનુજ કપાડિયાના પાત્રમાં ગૌરવ ખન્નાની એન્ટ્રી બાદ શો વધારે મનોરંજન પૂરું પાડનારો બની ગયો છે.

અનિલ અને ટીના અંબાણીના દીકરા અનમોલે કરી સગાઈ, માત્ર પરિવારના સભ્યો રહ્યા હાજર
‘અનુપમા’ના સેટ પર આમ તો મજાક-મસ્તીનું વાતાવરણ રહે છે પરંતુ હાલમાં ત્યારે ભાગદોડ મચી હતી જ્યારે સેટ પરના એક મેકઅપ રૂમમાં બેબી કોબ્રા ઘૂસી ગયો હતો. જો કે, વનરાજ શાહ ઉર્ફે સુધાંશુ પાંડેએ તરત જ તેનું રેસ્ક્યૂ કર્યું હતું અને તેને સલામત સ્થળે છોડી દીધો હતો. એક્ટરે આ અંગનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં તેને ખૂબ જ ચપળતાથી લાકડીની મદદથી બેબી કોબ્રાને બોટલની અંદર પૂરતો જોઈ શકાય છે. બેબી કોબ્રા બોટલમાં પૂરાઈ જતાં બાકીના લોકો તેને ચીયર કરે છે.


એક્સ-બોયફ્રેન્ડ અરહાન ખાને રશ્મિ દેસાઈ વિશે કર્યો ઘટસ્ફોટ, લગાવ્યા ચોંકાવનારા આક્ષેપ
વીડિયોની સાથે એક્ટરે લખ્યું છે ‘ફિલ્મસિટીમાં આવેલા સેટ પરના એક મેકઅપ રૂમમાંથી મેં બેબી કોબ્રાનું રેસ્ક્યૂ કર્યું અને તેને પ્રાકૃતિક જગ્યાએ છોડી દીધો. ફિલ્મસિટી એ સંજય ગાંધી નેશનલ પાર્કનો ભાગ છે. તમને અહીંયા હંમેશા અલગ-અલગ પ્રકારના પ્રાણી અને સરીસૃપ જોવા મળી જશે. તે એવુ પણ દર્શાવે છે કે, આપણે સાથે રહી શકીએ છીએ પરંતુ તેમની જગ્યા છીનવી શકતા નથી. આપણે જંગલોને જીવંત રાખવા માટે કામ કરવુ જોઈએ અને વધુ વૃક્ષો વાવવા જોઈએ કે જેથી આપણે પ્રકૃતિ સાથે એક થઈ શકીએ. મધર નેચરને મદદ કરીએ, કે જેથી તે પણ આપણા બાળકો માટે સ્વસ્થ ભવિષ્ય બનાવવામાં મદદ કરી શકે’.

સુધાંશુ પાંડેને આ રીતે કોબ્રાનું રેક્સ્યૂ કરતો જોઈને તેના ફેન્સ વખાણ કરી રહ્યા છે તો કેટલાકે તેને બહાદુર અને હિંમતવાન ગણાવ્યો છે. ‘અનુપમા’ના હાલના સ્ટોરી પ્લોટની વાત કરીએ તો, વનરાજ શાહ, અનુપમા અને અનુજ કપાડિયા કોઈ પાર્ટીમાં જવાના છે. આ દરમિયાન એક નવી એક્ટ્રેસની એન્ટ્રી થવાની છે. અનેરી વજાણી શોમાં એન્ટ્રી કરવાની છે. તે માલવિકાનું પાત્ર ભજવતી જોવા મળશે.





Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here