GSSSB Paper Leak: હેડ કર્લાકની પરીક્ષાના પેપર લીક મુદ્દે કોઈ પુરાવા મળ્યા નથી: અસિત વોરા – no evidence found in gujarat head carlak’s exam paper leak issue says asit vora

0


ગાંધીનગર: ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીના હેડ કલાર્કના કથિત પેપર લીક મુદ્દે બુધવારે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પેપર લીક મુદ્દે કોઈ ફરિયાદ કે પુરાવા મળ્યા નથી. હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ જવાબદાર હશે તો તેની સામે પગલાં લેવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર જે તસવીર વાયરલ થઈ છે તે પેપર પછીની છે.

આપ દ્વારા અમને કોઈ પૂરાવા આપવામાં આવ્યા નથી: અસિત વોરા
અસિત વોરાએ જણાવ્યું કે, તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરીને પરીક્ષા સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગાંધીનગર ખાતે ગૌણ સેવા પસંદગી મંડળને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તે અંગે અસિત વોરાએ મીડિયાને જણાવ્યું કે, આપ દ્વારા અમને કોઈ પૂરાવા આપવામાં આવ્યા નથી. જો તપાસમાં બહાર આવશે તો તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

‘પેપર લીક મુદ્દે કોઈ ઓથેન્ટિક પુરાવા મળ્યા નથી’
મીડિયાના સવાલોના જવાબ આપતા અસિત વોરાએ જણાવ્યું કે, પેપર લીક થયાના ઓથેન્ટિક પુરાવા મળશે તો જ ફરિયાદ દાખલ થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજ દિન સુધી મંડળ પાસે પેપર લીકની કોઈ ફરિયાદ આવી નથી છતાં પણ પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસની 15થી 16 જેટલી ટીમો કામે લાગી અને તપાસ ચાલી રહી છે.

‘સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલુ’
તેમણે વધુમાં જણાવ્યું કે, આજે સવારે ગૃહમંત્રી સાથે મીટીંગ થઈ છે જેમાં પોલીસ દ્વારા સઘન તપાસની ચર્ચા થઈ છે. જો પોલીસ તપાસમાં કોઈ કસુરવાર હશે તો કડક પગલા લેવાશે પરંતુ અત્યાર સુધી કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે, કથિત પેપર લીક થયાની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ હેડ કલાર્કનું પેપર લિક થયાના આક્ષેપ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠાના હિંમતનગરના ખાનગી ફાર્મ હાઉસમાંથી પેપર લીક થયાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. એવા પણ આક્ષેપ કરવામાં આવ્યાં છે કે 16 વિધાર્થીઓ અને 1 નિરીક્ષક હિંમતનગરના ફાર્મ હાઉસમાં હતા. આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ભાવનગર, પ્રાંતિજ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં પરીક્ષા પહેલા પેપર પહોંચ્યું હતું.

પરીક્ષાનું પરિણામ સ્થગિત કરાયું, આન્સર-કી અટકાવાઈ
કથિત પેપર લીક મામલે એવી પણ માહિતી મળી રહી છે કે, પોલીસની તપાસ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી આ પરીક્ષાનું પરિણામ સ્થગિત કરી દેવામાં આવ્યું છે, એટલે કે આ પરીક્ષાની આન્સર-કી જાહેર કરવામાં આવશે નહીં.



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here