લોભામણી સ્કીમોના આધારે રોકાણ કરાવતા ગેંગને પકડી પાડતી વલસાડ જિલ્લા પોલીસ.

0

રોકાણના બદલામાં ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી.

ડ્રીમ-900 પ્લાન તથા રેવન્યુ સ્ત્રીમ પ્લાન ના નામથી સક્ષમ અધિકારીની મંજૂરી કે લાઇસન્સ મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે  અલગ અલગ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન માં રોકડા નાણાં રોકાણકાર પાસે થી મેળવી આ રોકાણના બદલામાં ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી.અને રોકાણ કરનાર રોકાણકારો મારફતે અન્ય રોકાણકારોને રોકાણ કરાવવા માટે લોકોને સમજાવી લોકોને ગેરમારગે દોરી લોભામણી જાહેરાતો આપી એમની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરવાનો નો ગુનો નોંધાયો છે.

ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ શ્રી જે.એન.ગોસ્વામિ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સ.ઇ. શ્રી આર.બી.વનાર તથા એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો તા.13/12/2021 ના રોજ વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન પો.સ.ઇ. શ્રી આર.બી. વનારને મળેલી બાતમીના આધારે વાપી નાસિક રોડ,મોટાપોંઢા નહેર પાસે થી એક વગર નંબર ની ફોરચ્યુનર કાર તથા સ્કોરપિયો કાર નંબર GJ-15-CL-9160 ની સાથે ત્રણ ઇસમો (1) ઉમેશભાઈ સુરેશભાઇ ધોડિયા પટેલ ઉ.વ.28 રહે કાકડકોપર,તા.કપરાડા જિલ્લા.વલસાડ ,(2) અજયકુમાર નટુભાઇ ધીડિયા પટેલઉ.વ. 28 રહે.અંભેટી ગામ, તા.કપરાડા, જિલ્લો.વલસાડ, (3) શ્યામલ નરેશભાઇ ધોડિયા પટેલ ઉ.વ 29રહે મોટાપોંઢા, તા.કપરાડા,જિલ્લો.વલસાડ.,  નાઓને પકડી પાડી તેઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેઓ (4) ભાગ્યેશ પટેલ રહે રૂમલા તા.ચિખલી, (5) વિશાલભાઈ રહે અગાસી તા.ચિખલી સાથે મળી લોકો પાસેથે રોકાણ કરાવતા હતા. અને તેમની પાસે સત્તાધિકારી ની મંજૂરી કે લાઇસન્સ માંગતા તેમણે આ નહીં હોવાનું જણાવ્યુ હતું.

પકડાયેલા ત્રણેય આરોપીઓ પૈકી અજયકુમાર પટેલે 20 રોકાણકારો પાસેથી આશરે રૂ.10,00,000/- તથા ઉમેશભાઈ પટેલે 23 રોકાણકારો પાસેથી આશરે રૂ.8,50,000/- તથા શ્યામલ પટેલે 10 રોકાણકારો પાસેથી આશરે રૂ,3,00,000/- માડી કુલ 53 રોકાણકારો પાસેથી રૂ.21,50,000/- નું રોકાણ મેળવેલ છે. આરોપીઓ પાસે થી કબ્જે કરેલ મુદ્દામાલ માં ફોરચ્યુનરકાર રૂ.35,00,000/- સ્કોરપિયો કાર રૂ.15,00,000/- મોબાઈલ નંગ 5 રૂ,1,45,000/- રોકડા રૂપિયા 3,66,950/- લેપટોપ નંગ 1 રૂ.20,000/- મળી કુલ રૂ55,31,950/- ની મત્તનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

તેમની વિરુદ્ધમાં પો.સ.ઇ. આર.બી. વનાર એલ.સી.બી. વલસાડ નાઓને ફરિયાદી બની નાનાપોંઢા પોલીસ સ્ટેશન ઇ.પી.કો કલમ 406,420,114 તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝટર્સ એક્ટ 2003ની કલમ 3 તથા ધી પ્રાઇઝ ચિટ્સ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમક્ત1978 ની કલમ 3,3 મુજબનો ગુનો તા.14-12-2021 ના રોજ રજિસ્ટર્ડ કરવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની આગળ ની તપાસ પો.સ.ઇ. શ્રી આર.જે. ગામિત નાનાપોંઢા પોલીસ સ્ટેશન નાઓ કરી રહ્યા છે.

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
1
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here