મરોલી દાંડી ગામે ધર્માંતરણ બાબતે ફરી બારી બારીયા સમાજની સભા મળી.

0

ધર્માંતરણ કરેલા સમાજની વ્યક્તિઓને પરત લાવવાના પ્રયાસો હાથ ધરાયા.

 ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં વસવાટ કરતા આવેલ બારી બારીયા સમાજના ૧૦૦થી વધુ વ્યક્તિઓ હિન્દુ ધર્મ છોડી ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરી ગયા છે.તેવી વ્યક્તિઓને પરત લાવવા સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો તેમજ અનેક વ્યક્તિ ઓએ છેલ્લા ૫મહિનાથી અથાગ પ્રયત્નો હાથ ધર્યા હતા.જે ગઈ કાલના રોજ સભા મળી હતી.જ્યાં લોકો અને સમાજનો ખુબજ સુંદર પ્રતિસાદ જોવા મળ્યો હતો.ધર્મ અંગીકાર કરી ગયેલ એક બે વ્યક્તિ હિન્દુ મરણ પ્રસંગમાં જઈ મરનારના પરિવાર ને ત્યાં જઈ સમજાવી ફોસલાવી હિન્દુ ધર્મની વિધિ નહિ કરવા અર્થે દબાણ કરવામાં આવે છે.જેને લઈ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

જે બાબતે વધુ માહિતી મેળવી આવા બની બેઠેલા પાદરીઓ ઉપર વિશેષ નજર રખાઈ રહી છે.નારગોલના માજી સરપંચ જયેશભાઈ એ જણાવ્યું કે બની બેઠેલા પાદરીઓ મર્યાદામાં રહી આવી પ્રવુતિઓ તાત્કાલિક બંધ કરે નહીતો સમાજ ચલાવી નહિ લેશે.અને આવનાર દિવસોમાં સમાજના સામાજિક લાભ સંપૂર્ણ બંધ કરાશે.તેમજ પુરાવા મળતાં જ એમના વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માગણી કરાશે તેમ જણાવ્યું હતું.     

સભામાં હાજર સમાજના ભાઇ બહેનો દ્વારા ધર્માંતરણ કરેલ વ્યક્તિ ઓને ત્યાં કોઈપણ પ્રસંગે સહયોગ નહિ આપવા સ્વેછિક રીતે નક્કી કર્યું હતું.અંતે સમાજમાં પરત થવા સમાજના દ્વાર ૨૪ કલાક ખુલ્લા રહેશે તેમ જણાવ્યું હતુ.સભામાં પ્રમુખ ગણેશ બારી,ઉપપ્રમુખ મુકેશ બારી,માજી મહામંત્રી જયેશ ભાઇ,મહામંત્રી જીતું બારી સહિત આઠ ગામ સમાજના સાખા પ્રમુખો ઉપરોક્ત સભામાં  હાજર રહ્યા હતા.

What’s your Reaction?
+1
1
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here