virat kohli press conference: હું વન-ડે સિરીઝ રમવા માટે તૈયાર, રોહિત શર્માને મિસ કરીશ: વિરાટ કોહલી – virat kohli press conference before south africa tour he says i am ready to play odi series will miss rohit sharma

0


હાઈલાઈટ્સ:

  • દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાએ આજે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી
  • સમગ્ર વિવાદ પર વિરાટનો મહત્વનો ખુલાસો, ગાંગુલી-રોહિત પર કોહલીએ શું-શું કહ્યું?
  • ‘મને દોઢ કલાક પહેલા જ કહેવામા આવ્યું હતું કે, હું ODI ટીમની કેપ્ટનશિપ નહીં કરું’

દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાએ આજે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યાં બધાની નજર વિરાટ કોહલી પર હતી. વનડેની કેપ્ટનશીપ છીનવી લીધા બાદ કોહલી રોહિત શર્મા સાથેના વિવાદના અહેવાલો વચ્ચે સતત મીડિયા છે. આવી સ્થિતિમાં તેને આવા ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના ટેસ્ટ કેપ્ટન કોહલીએ જવાબ આપ્યા હતા.

વિરાટ વનડે સિરીઝ રમશે
છેવટે એ જ થયું જેની આશા હતી. વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા સ્પષ્ટ કર્યું કે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર વનડે શ્રેણી રમશે. સાથે જ તેણે રજા અથવા આરામ લેવાની બાબતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. કોહલીએ કહ્યું, ‘હું વનડે શ્રેણી માટે ઉપલબ્ધ છું. લોકો ખોટું લખી રહ્યા છે, તેમના સોર્સ નક્કર નથી.

T20ની કેપ્ટન્સી છોડવા પર શું કહ્યું?
‘T20 ઈન્ટરનેશનલની કેપ્ટનશીપ છોડતા પહેલા મેં બીસીસીઆઈને આ અંગે જાણ કરી હતી અને પોતાનો દૃષ્ટિકોણ સમજાવ્યો હતો. બીસીસીઆઈએ મારા નિર્ણયને સહજતાથી સ્વીકારી લીધો. કોઈ ઝઘડો કે વિવાદ નહોતો. મેં ત્યારે જ સ્પષ્ટ કર્યું હતું કે હું માત્ર T20ની કેપ્ટનશીપ છોડી રહ્યો છું, હું ટેસ્ટ અને ODIની કેપ્ટનશીપ ચાલુ રાખીશ. મેં તે સમયે સ્પષ્ટ કહ્યું હતું કે જો પદાધિકારીઓ અથવા પસંદગીકારો મને કોઈ જવાબદારી આપવા નથી માંગતા, તો હું તેના માટે પણ તૈયાર છું.’

‘મને દોઢ કલાક પહેલા જ કહેવામા આવ્યું કે, હું કેપ્ટન નથી’
‘કેટલીક બાબતો તો ભૂતકાળમાં સામે આવી હતી કે હું કાર્યક્રમોમાં હાજરી આપતો હતો, આવી બાબતો વિશ્વસનીય નથી. ટેસ્ટ ટીમની પસંદગીના દોઢ કલાક પહેલા મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ટીમની ચર્ચા થઈ અને ફોન કોલની પાંચ મિનિટ પહેલા પાંચ પસંદગીકારોએ મને કહ્યું કે હું ODI ટીમની કેપ્ટનશીપ નહીં કરું. મેં પસંદગીકારોના નિર્ણયનો સ્વીકાર કર્યો છે.

ODI કેપ્ટનશીપમાંથી હટાવવાનો નિર્ણય કેવી રીતે લેશો?
આ સવાલનો જવાબ આપતા કોહલી કહે છે, ‘હું કારણ સમજી શકું છું. બીસીસીઆઈએ તાર્કિક દૃષ્ટિકોણથી નિર્ણય લીધો છે. મારી અને રોહિત શર્મા વચ્ચે કોઈ સમસ્યા નથી. હું છેલ્લા બે વર્ષથી ખુલાસો આપી રહ્યો છું અને થાકી ગયો છું. મારું કોઈ પણ કામ કે નિર્ણય ટીમને નીચે દેખાડવા માટે નહીં હોય.’

શું વિરાટ અને રોહિત વચ્ચે બધુ બરાબર છે?
આ પહેલા વિરાટ મુંબઈમાં ટીમ કેમ્પમાં સામેલ થયો ન હતો. ત્યારપછી રોહિત શર્મા ઈજાના કારણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પરની ટેસ્ટ શ્રેણીમાંથી ખસી ગયો હતો. આ સમાચાર પછી બીજા દિવસે વિરાટ ટીમ સાથે જોડાય છે, પરંતુ પછી સમાચાર આવે છે કે વિરાટ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ODI શ્રેણી નહીં રમે અને તે પુત્રી વામિકાના પ્રથમ જન્મદિવસના કારણે તે થોડો સમય વિરામ લઈને પરિવાર સાથે વિતાવવા માંગે છે. બસ આની સાથે જ અફવા શરૂ થઈ ગઈ છે કે ટીમ ઈન્ડિયામાં બધુ બરાબર નથી.

બોર્ડ વિરાટથી નારાજ!
બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે વિરાટને ટી20ની કેપ્ટનશીપ ન છોડવા માટે વિનંતી કરી હતી, પરંતુ તે માન્યા ન હતા. હવે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડ વિરાટના તાજેતરના વલણથી નારાજ છે. એક અહેવાલમાં, બીસીસીઆઈના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ‘વિરાટે ODIની કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય હળવાશથી લીધો નથી. જો કે તેણે કૌટુંબિક કારણોસર ODI શ્રેણીમાંથી બહાર રહેવાનું પસંદ કર્યું છે, પરંતુ આ સમયે જે થઈ રહ્યું છે તે બિલકુલ સ્વીકાર્ય નથી. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે દક્ષિણ આફ્રિકા શ્રેણી બાદ બોર્ડ વિરાટ અને રોહિત બંને સાથે બેસીને વાત કરશે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here