gujarat corona update: ગુજરાતમાં કોરોનાના નવા 53 કેસ, અમદાવાદ સિવિલમાં ઓમિક્રોનનો શંકાસ્પદ દર્દી એડમિટ – gujarat corona update: new 53 cases and 0 deaths reported in last 24 hrs

0


| I am Gujarat | Updated: Dec 15, 2021, 9:59 PM

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 53 કેસ નોંધાયા છે, જેની સામે 53 દર્દીઓ સ્વસ્થ થયા છે. આજે કોરોનાને કારણે એકપણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનનો શંકાસ્પદ દર્દી દાખલ થયો છે.

 

હાઈલાઈટ્સ:

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 53 કેસ નોંધાયા
  • 53 દર્દીઓ સ્વસ્થ થયા, આજે એકપણ મોત નહીં
  • આજે વડોદરામાં સૌથી 13 કેસ નોંધાયા, અમદાવાદમાં કેસ ઘટ્યા

અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 53 કેસ નોંધાયા છે અને સામે 53 દર્દી સાજા થયા છે. જ્યારે આજે કોઈ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મૃત્યુઆંક 10100 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 3,31,226 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 8,17,644 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસો 555 છે જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 550ઓની હાલત સ્થિર છે. બીજી બાજુ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ દર્દી દાખલ થયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : gujarat corona update: new 53 cases and 0 deaths reported in last 24 hrs
Gujarati News from I Am Gujarat, TIL Network



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here