કોરોના મહામારીની અસર: ગુજરાતમાં ₹17 કરોડના અકસ્માત વીમાના દાવા ચૂકવાયા – since corona pandemic accident insurance claims worth rs 17 crore paid in gujarat

0


હાઈલાઈટ્સ:

  • ગુજરાતમાં અકસ્માત વીમા યોજનાના દાવાની સંખ્યામાં વધારો થયો.
  • કોરોના મહામારી પછી લોકોમાં અકસ્માત વીમા બાબતે જાગૃતિ વધી.
  • PMSBY સાથે પાછલા એક વર્ષમાં લાખો નવા વીમાધારકો જોડાયા.

અમદાવાદ- કોરોના મહામારીની શરુઆત થઈ છે ત્યાકથી મેડિકલ ઈમર્જન્સીની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. આ વધારાની સાથે જ ગુજરાતમાં સરકારી અકસ્માત વીમા યોજનાના ક્લેઈમની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે જૂન 2020થી નવેમ્બર 2021 દરમિયાન પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત 17 કરોડ રુપિયાની કિંમતના ક્લેઈમ ચૂકવવામાં આવ્યા છે. આ માહિતી સંસદમાં રજૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાએ સરકાર માન્ય્ય વીમા યોજના છે.

આ યોજનાના ભાગ રુપે, બાર રુપિયાના વાર્ષિક પ્રીમિયમ માટે વીમાધારક વ્યક્તિને એક લાખ રુપિયા સુધીનો વીમો પાકી શકે છે. જો કોઈ વ્યક્તિ અકસ્માતમાં આંશિક વિકલાંગ બન્યો હોય તો એક લાખ રુપિયા મળી શકે છે. આ સિવાય જો વીમાધારક વ્યક્તિ અકસ્માતને કારણે સંપૂર્ણપણે દિવ્યાંગ બની જાય તો તેને અથવા તો જેનું મૃત્યુ થાય તો તેના નોમિનીને બે લાખ રુપિયા મળી શકે છે.

ગુજરાતમાં પડી રહી છે કડકડતી ઠંડી, આગામી 3-4 દિવસ શીતલહેરની આગાહી

ગુજરાતમાં જૂન 2020થી મે 2021 દરમિયાન 7.04 કરોડ રુપિયાના ક્લેઈમ માટે પૈસા ચુકવવામાં આવ્યા છે. જો કે, વીમા પોલીસી વર્ષના છ મહિનાના ગાળામાં એટલે કે જૂનથી લઈને નવેમ્બર સુધીમાં, 10.46 કરોડ રુપિયાના ક્લેઈમ ચૂકવવામાં આવ્યા છે. આ ક્લેઈમની સંખ્યામાં 48 ટકાનો વધારો નોંધાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્લેઈમની વધતી સંખ્યા દર્શાવે છે કે આકસ્મિક મૃત્યુના કેસ વધી રહ્યા છે, પરંતુ સાથે સાથે તે દર્શાવે છે કે લોકોમાં જાગૃતિ વધી ગઈ છે.

ગુજરાતમાં કોરોનાના નવા 53 કેસ, અમદાવાદ સિવિલમાં ઓમિક્રોનનો શંકાસ્પદ દર્દી એડમિટ
એક સૂત્રએ જણાવ્યું કે, હવે વધારે પ્રમાણમાં લોકો અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા માટે જાગૃત થયા છે. આના કારણે વીમાધારકોની સંખ્યામાં વધારો થયો છે અને સાથે સાથે વળતર માટેના દાવાઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. આમ જોવા જઈએ તો, નવા વીમાધારકોની સંખ્યા વધી રહી છે અને બીજી બાજૂ પૈસા માટે દાવો કરવાની પ્રક્રિયા સરળ બની છે. જેના પરિણામે આ યોજનાનો લાભ લેનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
વીમા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, કોરોના મહામારીની શરુઆત થઈ છે ત્યારથી પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના(PMSBY)ના વીમાધારકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. માત્ર વર્ષ 2020-21ની વાત કરીઓ તો લગભગ 19.65 લાખ નવા વીમાધારકો આ યોજના સાથે જોડાયા છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here