gold demand went down by 50 percent in ahmedabad: કમુરતા બેસતા જ સોની બજારમાં ચહલ-પહલ ઓછી થઈ, વેચાણમાં ઘટાડો – as kamurta started gold demand went down by 50 percent in city as per jewellers’ association of ahmedabad

0


| TNN | Updated: Dec 16, 2021, 10:36 AM

કમુરતા બેસતા જ પહેલા દિવસે જ સોની બજારોમાં વેપારમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. આગામી એક મહિના સુધી માર્કેટમાં મંદીનો માહોલ રહેશે.

 

હાઈલાઈટ્સ:

  • તહેવારો અને લગ્નની સીઝન બાદ કમુરતામાં પહેલા જ દિવસે સોનાની માગમાં 50 ટકાનું ગાબડું પડ્યું.
  • નવેમ્બરની સીઝનમાં ગુજરાતમાં લગભગ 5.44 મેટ્રિક ટન સોનાની આયાત કરવામાં આવી હતી.
  • સોનાના સિક્કા અને બારમાં રોકાણની જગ્યાએ રોકાણકારો વધુ સારા વળતર માટે શેરબજાર તરફ વળી રહ્યા છે.

અમદાવાદ: બુધવારથી કમુરતાનો સમયગાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં સોના અને સોનાના દાગીનાની માંગ ફરી એક વખત ઘટી રહી છે. જ્વેલર્સ એસોસિએશન ઑફ અમદાવાદ (JAA) ના અંદાજ મુજબ માંગમાં 50% જેટલો ઘટાડો થવાને કારણે સમગ્ર શહેરમાં જ્વેલર્સની દુકાનો દિવસના મોટાભાગના સમયમાં માટે ખાલી ખાલી રહી હતી. લગ્નના દાગીનાની ખરીદી ઘટવા સાથે એકંદરે વેચાણમાં ઘટાડો નોંધાયો છે.
ક્યારથી શરુ થઈ રહ્યો છે ખરમાસ? કમુરતાનો મહિનો પુણ્ય ભેગુ કરવા માટે છે શુભ
JAA ના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતું કે, “કમુરતાનો સમયગાળો ખરીદી અને લગ્નો અને અન્ય શુભ પ્રસંગો માટે અશુભ માનવામાં આવે છે.” તેમણે ઉમેર્યું: “આ સમયગાળાની શરૂઆતથી સોના-ચાંદી અને હીરાના દાગીનાની માંગમાં ઘટાડો થયો છે. વેડિંગ જ્વેલરીનું વેચાણ લગભગ શૂન્ય છે અને પરિણામે એકંદર વેચાણમાં 50%નો ઘટાડો થયો છે.”
મંગળ અને કેતુનો ગજબ સંયોગ, આ 15 દિવસ દરેક રાશિના જીવનમાં થશે મોટી ઉથલપ-પાથલ
નવેમ્બરમાં ગુજરાતમાં લગભગ 5.44 મેટ્રિક ટન સોનાની આયાત કરવામાં આવી હતી. જ્વેલર્સના અંદાજો દર્શાવે છે કે ડિમાન્ડ ઘટવાના પગલે ડિસેમ્બરમાં આયાત પણ ઘટી શકે છે. બુધવારે અમદાવાદમાં સોનાનો ભાવ 49,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
સોનીએ જણાવ્યું હતું કે, “આ વર્ષે નવેમ્બરમાં સોનાની માંગ સારી હતી કારણ કે આ મહિનામાં દીવાળી જેવા તહેવારોની સિઝન અને ત્યાર બાદ લગ્નની સિઝન આવી હતી.” “જો કે, હવે અમને ફક્ત એવા ગ્રાહકો મળે છે કે જેઓ જુદા જુદા ફંક્શનને લઈને હળવા વજનની જ્વેલરી ખરીદવા ઇચ્છે છે.”
કોરોનાથી મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના સ્વજનોને રુ.50 હજારનું વળતર આપોઃ સુપ્રીમ કોર્ટ
હકીકતમાં, સિક્કા અથવા બાર ખરીદીને સોનામાં રોકાણ કરવાનું વલણ ધરાવતા ગ્રાહકો પણ સોનાથી દૂર જતા રહ્યા છે. શહેર સ્થિત બુલિયન વેપારીએ જણાવ્યું હતું કે “રોકાણકારો વધુ સારા વળતરની અપેક્ષાએ શેરબજાર તરફ વળ્યા છે.” તેમણે વધુમાં કહ્યું કે “પીળી ધાતુના ભાવમાં થોડી વધઘટ થતી હોવાથી, રોકાણકારો ભાવની હિલચાલ પર નજર રાખી રહ્યા છે અને ખરીદી માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે.” સોની બજારના અંદાજો સૂચવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ જ્વેલરીની માંગ ઘટી છે. અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં રહેતા એક જ્વેલરે જણાવ્યું હતું કે, “તાજેતરના કમોસમી વરસાદ અને પાક નિષ્ફળ જવાને કારણે થયેલા નુકસાનને પગલે લોકો સોનામાં પહેલાની જેમ રોકાણ કરતા નથી.”

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : as kamurta started gold demand went down by 50 percent in city as per jewellers’ association of ahmedabad
Gujarati News from I Am Gujarat, TIL NetworkSource link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here