karan kundrra: BB 15: કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશનું બ્રેકઅપ! શમિતા શેટ્ટીની હરકત બની જવાબદાર? – bigg boss 15 karan kundrra does not want to drag his relationship with tejasswi prakash anymore

0


હાઈલાઈટ્સ:

  • કરણ કુંદ્રાને ખૂણામાં લઈ જઈને વાત કરતી શમિતા શેટ્ટી પર તેજસ્વી પ્રકાશ બગડી
  • શમિતા શેટ્ટી સાથે વાત કરવા પર તેજસ્વી પ્રકાશે કરણ કુંદ્રાને માર્યો ટોણો
  • તેજસ્વી પ્રકાશે કહ્યું ‘આઈ લવ યુ કહું તે પહેલા જ મારું બ્રેકઅપ થઈ ગયું’

બિગ બોસ 15ના ઘરની અંદર કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશના સંબંધોએ ઘણા ઉતાર-ચડાવ જોયા છે. નિશાંત ભાટ અને દેવોલીના ભટ્ટાચાર્જીના ઝઘડા દરમિયાન, તેજસ્વી પ્રકાશે સ્મિત કર્યું હતું અને કહ્યું હતું ‘હું સાબિત થઈ છું’. તેના પર શમિતા શેટ્ટીએ તેજસ્વીને પૂછ્યું હતું કે, તે શું સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે? તેજસ્વીએ જવાબ આપ્યો હતો કે, તેઓ દેવોલીના ઈચ્છતા નથી. શમિતાએ તેજસ્વીને કહ્યું હતું કે, તે ટાસ્ક ગુમાવી બેઠી છે, તેવું સરળતાથી પચાવી શકશે નહીં અને તેથી તે પોતાને સાચી સાબિત કરવામાં લાગેલી છે.

બાદમાં, શમિતા શેટ્ટી કરણ કુંદ્રાને કિચન એરિયા પાસે લઈ ગઈ હતી અને તેજસ્વી પ્રકાશ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, તે નુકસાનને લઈને કહેર વરસાવી રહી છે. જેના પર કરણે કહ્યું હતું, તેજસ્વીએ થોડી વાતનો ઉલ્લેખ કર્યો હતો અને તે બાદ દેવોલીના અંદર જઈને નિશાંત ભાટ સાથે લડી પડી હતી. શમિતાએ જે કંઈ થઈ રહ્યું છે તેના પર તેની નજર છે કે નહીં તેમ પૂછ્યું હતું. તેડસ્વી અને રશ્મિ પાછળથી આવી રહ્યા હતા અને તેઓ સિંક એરિયા પાસે ઉભા રહી ગયા હતા. તેમની સામે કરણ સાથે વાતો કરવામાં શમિતાને અનુકૂળ લાગ્યું નહોતું અને તેથી તેણે કરણને બહાર આવવા કહ્યું હતું.

‘અનુપમા’ના સેટ પર ઘૂસી આવ્યો કોબ્રા, ‘વનરાજે’ રેસ્ક્યૂ કરીને ખુલ્લા વિસ્તારમાં છોડ્યો
કરણ કુંદ્રા અને શમિતા શેટ્ટીએ તેજસ્વી પ્રકાશ વિશે વાત કરી હતી, જ્યાં તેણે તેનો પક્ષ લીધો હતો. તેજસ્વી ત્યાં આવી પહોંચી હતી અને શું તેઓ તેના વિશે વાત કરી રહ્યા છે તેમ પૂછ્યું હતું. શમિતાએ તેના સવાલનો જવાબ આપવાની ના પાડી હતી તો કરણે ‘હા’ કહ્યું હતું. તેજસ્વી કરણની બાજુમાં ઉભી રહી ગઈ હતી અને શમિતાને તેના વિશે વાત કરવાનું યથાવત્ રાખવા કહ્યું હતું. શમિતા બાદમાં ત્યાંથી જતી રહી હતી. જેના કારણે કરણ અને તેજસ્વી વચ્ચે ઝઘડો થયો હતો.

કરણે તેજસ્વીને તેનું વર્તન સુધારવા માટે કહ્યું હતું. જેના પર તેજસ્વીએ કહ્યું હતું કે, શમિતા હંમેશા તેને વાત કરવા માટે ખૂણામાં લઈ જાય છે. કરણે કહ્યું હતું કે, શમિતા અને તેની વચ્ચે સારા સંબંધો છે જેને તે ખરાબ કરવા ઈચ્છતો નથી. તેજસ્વીએ શમિતા સાથેના સંબંધો યથાવત્ રાખવાનો ટોણો માર્યો હતો તેમજ કટાક્ષમાં શમિતા સાથે વાત કરવાની મંજૂરી આપી હતી. જેના પર કરણ ગુસ્સે થઈ ગયો હતો અને કહ્યું હતું ‘આવું કરવાની મને મંજૂરી આપીશ નહીં. હું એ જ કરીશ જે મારે કરવું છે’.

શમિતા હંમેશા કરણને ખૂણામાં લઈ જતી હોવાની વાત તેજસ્વીએ યથાવત્ રાખી હતી. કરણે પૂછ્યું હતું ‘તો, એમા સમસ્યા શું છે?’. તેજસ્વીએ કહ્યું હતું, જો કરણને વાંધો નહીં હોય તો તેને પણ વાંધો નથી. તેજસ્વીએ તેમ પણ કહ્યું હતું કે, જો આ પછી તે તેની સાથે વાત ન કરવા આવે તો બોન્ડનો અંત સમજવો જોઈએ.

રિસેપ્શનમાં અંકિતા લોખંડેએ પતિ સાથે મારી ગ્રાન્ડ એન્ટ્રી, જમતી વખતે પણ નાચવાનું ન ભૂલી
રાતે, કરણ કુંદ્રાએ તેજસ્વી પ્રકાશને કહ્યું હતું કે, તેને લાગે છે કે તે આ સંબંધોનો તણાવ ઉંચકવા માટે વધારે સમક્ષ નથી. તેણે કહ્યું હતું કે ‘મારાથી નથી થઈ રહ્યું, બહાર જઈને જોઈશું. મને નથી લાગતું કે આ મારી કપ ઓફ ટી છે. હું જે કંઈ કરું છું તે મારા વિરુદ્ધમાં થાય છે. જો હું કોઈની સાથે વાત કરું તો તેમા સમસ્યા છે. જો હું તને સમજાવું તો તેના સમસ્યા છે. જો હું મારા માટે સ્ટેન્ડ લઉ તો તેમા ફરીથી એ જ સમસ્યા’.

તેજસ્વી પ્રકાશે કરણને શું તે રિલેશનશિપને ગિવ-અપ કરવા માગે છે તેમ પૂછ્યું હતું. તેના પર કરણે કહ્યું હતું ‘હું મારા પર ગિવ-અપ કરી રહ્યો છું. હું તારી નબળાઈ બનવા નથી માગતો’. તેના પર તેજસ્વીએ કહ્યું હતું ‘તું મારી તાકાત છે અને તું દૂર જઈ રહ્યો છે. હું આઈ લવ યુ કહું તે પહેલા જ તે બ્રેકઅપ કરી દીધું’.

કરણે બેડ પર જવાની વાત કરતાં તેજસ્વીએ તેને અટકાવ્યો હતો અને એક બેડ પર ઊંઘીને કોન્ટ્રોવર્સી ઉભી કરવાની વાત કરી હતી. આ વાત પણ કરણ હસી પડ્યો હતો અને દિલ પીગળી ગયું હતું. તેજસ્વીએ કહ્યું હતું કે, જ્યારે તે દૂર જવાની વાત કરી રહ્યો હતો ત્યારે તે તેને પ્રેમ કરતો હોવાનું અનુભવ્યું હતું.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here