ankita lokhande: સુશાંતની બહેને અંકિતા-વિકી પર વરસાવ્યો પ્રેમ, અભિનંદન પાઠવતા કહી હૃદયસ્પર્શી વાત – sushant singh rajput sister shweta singh congratulates newlyweds ankita lokhande and vicky jain

0


હાઈલાઈટ્સ:

  • ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ અંકિતા લોખંડે અને વિકી જૈને લગ્ન કર્યા
  • સુશાંત સિંહ રાજપૂતની બહેને ન્યૂલી બ્રાઈડ અંકિતા લોખંડે પર વરસાવ્યો પ્રેમ
  • સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ અંકિતા લોખંડેએ તેના પરિવારને કર્યો હતો સપોર્ટ

અંકિતા લોખંડે અને વિકી જૈને 14મી ડિસેમ્બરે લગ્નજીવનના વચન લીધા હતા. એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગ્નમાંથી સૌથી શ્રેષ્ઠ ક્ષણોની તસવીરો શેર કરી હતી. આ સાથે કોમેન્ટ સેક્શન અભિનંદનના મેસેજથી ભરાઈ ગયું હતું.


અંકિતા લોખંડેની પોસ્ટ પર એક ખાસ મેસેજે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જે સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ દ્વારા લખવામાં આવ્યો હતો. તેણે લખ્યુ હતું ‘નવદંપતીને અભિનંદન અને આશીર્વાદ. શ્વેતા’ આ સાથે તેણે રેડ હાર્ટ ઈમોજી પણ મૂક્યું હતું. સંગીત સેરેમનીમાં અંકિતાના સાસુ અને નણંદે સુશાંતની ડેબ્યૂ ફિલ્મ ‘કાઈ પો છે’ના સોન્ગ ‘શુભારંભ’ પર ડાન્સ કર્યો હતો.

comments

જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે ‘પવિત્ર રિશ્તા’માં સાથે કામ કરવા દરમિયાન પ્રેમમાં પડ્યા હતા અને છ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. તેઓ લગ્ન પણ કરવાના હતા. જો કે, કોઈ કારણથી તેઓ અલગ થઈ ગયા હતા અને પોતાના જીવનમાં આગળ વધી ગયા હતા.

સુશાંતનું નામ તેની ‘રાબ્તા’ની કો-એક્ટ્રેસ ક્રીતિ સેનન સાથે અને બાદમાં ‘કેદારનાથ’ની કો-એક્ટ્રેસ સારા અલી ખાન સાથે જોડાયું હતું. જો કે, તે રિયા ચક્રવર્તી સાથે રિલેશનશિપમાં હોવાનું ખુલ્યું હતું. દુર્ભાગ્યરીતે, 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહના નિધનના આંચકારૂપ સમાચાર સામે આવ્યા હતા અને દરેકને હચમચાવી દીધા હતા. પરિવાર તેમજ ફેન્સની સાથે, અંકિતા પણ ખૂબ પ્રભાવિત થઈ હતી. તેણે આ દરમિયાન સુશાંતના પરિવારને ખૂબ સપોર્ટ આપ્યો હતો.

સુશાંતના પરિવારને સપોર્ટ કરવા બદલ અંકિતા લોખંડે ખૂબ ટ્રોલ થઈ હતી પરંતુ વિકી જૈન સતત તેની સાથે રહ્યો હતો, તેની સમજી હતી અને જાહેરમાં તેને સાથ આપ્યો હતો. આશરે ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટિંગ કર્યા બાદ, અંકિતા અને વિકી 14મી ડિસેમ્બર, 2021ના દિવસે લગ્નના તાંતણે બંધાયા હતા.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here