અંકિતાની બહેનોએ છુપાવ્યા વિકીના જૂતા, નવદંપતીએ માણી લગ્ન પછીની રસમો માણી – newly weds couple ankita lokhande and vicky jain enjoyed post marriage rituals

0


હાઈલાઈટ્સ:

  • 14મી ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા અંકિતા-વિકી.
  • અંકિતા અને વિકીએ લગ્નની તમામ ઈવેન્ટમાં ખૂબ મજા કરી.
  • લગ્ન પછી અંકિતાની બહેનોએ વિકીના જૂતા છુપાવી દીધા.

14મી ડિસેમ્બરના રોજ અભિનેત્રી અંકિતા લોખંડે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. અંકિતાએ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે સાત ફેરા લીધા. વિકી કૌશલ અને કેટરિના કૈફ પછી અંકિતા અને વિકીના લગ્નના ફંક્શન્સના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. મહેંદી, સંગીત, સગાઈ, પીઠી તમામ ફંક્શનમાં વિકી અને અંકિતાએ ખૂબ મજા કરી હતી. અંકિતાએ લગભગ તમામ ફંક્શનમાં ખૂબ ડાન્સ કર્યો. લગ્નની સાંજે જ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ હાજર રહ્યા હતા.

સુશાંતની બહેને અંકિતા-વિકી પર વરસાવ્યો પ્રેમ, અભિનંદન પાઠવતા કહી હૃદયસ્પર્શી વાત
ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્રિટીએ શ્રીમાન અને શ્રીમતી જૈનના રિસેપ્શનમાં હાજરી આપી હતી. જેમાં અનીતા હસનંદાની, મૃણાલ ઠાકુર, મુકેશ છાબરા, હિતેન તેજવાની, સંજીદા શૈખ, આશા નેગી, આરતી સિંહ, કરણવીર બોહરા, પત્ની ટીજે સિધુ, પૂજા બેનર્જી અને પતિ કુણાલ વર્મા, રાજ સિંહ અરોરા, એજાઝ ખાન, પવિત્રા પુનિયાનો સમાવેશ થાય છે.


ધામધૂમથી લગ્ન કર્યા પછી હવે અંકિતા લોખંડે અને વિકી જૈન લગ્ન પછીની વિધિમાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં લગ્ન પછી પણ વર વધુએ અનેક રસમો કરવી પડે છે, જેમાંની ઘણી રસમો મજાની હોય છે અને પરિવારના લોકોને તેમાં ખૂબ મજા આવતી હોય છે. અંકિતાની તે વિધિના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં જોઈ શકાય છે કે, અંકિતા અને વિકી પાણી, હળદર અને ફૂલોના મિશ્રણમાં વીંટી શોધી રહ્યા છે.
અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં અંકિતાની બહેનો વિકી જૈન પાસેથી જૂતા ચોરવાની રસમના પૈસા માંગી રહી છે. વિકીએ તેમને 11 હજારની આસપાસ પૈસા આપ્યા. ઉલ્લેખનીય છે કે અંકિતા લોખંડેએ પોતાના લગ્ન પર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો ગોલ્ડન લહેંઘો પહેર્યો હતો. વિકી જૈને શેરવાની પહેરી હતી.

‘આપણા લગ્ન ક્યારે થશે?’, ફેન્સની સામે જ રણબીર કપૂરે આલિયાને પૂછી નાખ્યો સવાલ

કપલે સોમવારે સંગીત સેરેમનીનું આયોજન કર્યું હતું. જેમાં તેના મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. સેરેમની દરમિયાન અંકિતાએ ‘તાલ’ ફિલ્મના સોન્ગ ‘તેરે બિના’, ‘બોમ્બે’ના સોન્ગ ‘કહેના હી ક્યા’ અને ‘દિલ તો પાગલ હૈ’ના ‘અરે રે અરે’ પર ડાન્સ કર્યો હતો. બીજી તરફ અંકિતાના થનારા પતિએ સંગીતના ફંક્શનમાં ‘બેંગ બેંગ’ ફિલ્મના ‘તુ મેરી’ પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. શિમરી આઉટફિટમાં અંકિતા સ્ટનિંગ લાગી રહી હતી જ્યારે વિકીએ ડિઝાઈનર સૂટ પહેર્યું હતુ. અંકિતા લોખંડેની ‘મણિકર્ણિકા’ની કો-સ્ટાર કંગના રનૌતે પણ સંગીત સેરેમનીમાં હાજરી આપીને ચાર ચાંદ લગાવી દીધા હતા. ફંક્શન દરમિયાન અંકિતા લોખંડે, વિકી જૈન અને કંગના રનૌત વાતોમાં મશગૂલ દેખાયા હતા.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here