Shraddha Arya: શ્રદ્ધા આર્યાને સતાવી રહી છે પતિની યાદ, લગ્નને એક મહિનો થતાં સમર્પિત કરી કવિતા – shraddha arya wrote romantic poem for husband rahul nagal on one-month wedding anniversary

0


હાઈલાઈટ્સ:

  • 16મી નવેમ્બરે નેવી ઓફિસર રાહુલ નાગલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ શ્રદ્ધા આર્યા
  • શ્રદ્ધા આર્યાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો પતિ રાહુલ નાગલ સાથેનો સુંદર વીડિયો
  • શ્રદ્ધા આર્યાને ઊંચકીને લગ્નમંડપ સુધી લઈ ગયો હતો રાહુલ નાગલ

‘કુંડલી ભાગ્ય’ની એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ નેવી ઓફિસર રાહુલ નાગલ સાથે લગ્ન કર્યા તેને એક મહિનો થઈ ગયો છે. એક્ટ્રેસે નવેમ્બર મહિનાની 16મી તારીખે લગ્ન કર્યા હતા અને એક મહિનો થવા પર તેણે એક સુંદર વીડિયો શેર કર્યો છે. આ સિવાય એકબીજા માટેના પ્રેમને પ્રતિબિંબિત કરતી કવિતા પણ સમર્પિત કરી છે.

વીડિયોમાં તેમના લગ્નની ક્ષણો જોવા મળી રહી છે, જ્યારે વરમાળા દરમિયાન શ્રદ્ધા મોટેથી બૂમ પાડીને કહે છે ‘રાહુલ આઓ મુજે ઉઠાઓ’. શ્રદ્ધા આર્યા અને રાહુલ નાગલનો આ સુંદર વીડિયો તેમના લગ્ન વખતે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં રાહુલ શ્રદ્ધાને ઉંચકીને લગ્નમંડપ સુધી લઈ જતો જોવા મળ્યો હતો.

સુશાંતની બહેને અંકિતા-વિકી પર વરસાવ્યો પ્રેમ, અભિનંદન પાઠવતા કહી હૃદયસ્પર્શી વાત


શ્રદ્ધાએ એક સુંદર કવિતામાં લખ્યું છે કે જ્યારે તેણે તેને ઊંચકવાનું કહ્યું હતું ત્યારે તેનો અર્થ શું હતો અને કવિતા વાંચીને તમારું દિલ પીગળી જશો. તેણે લખ્યું છે ‘રાહુલ આઓ મુજે ઉઠાઓ…મુજે ઉઠાઓ..જ્યારે હું લૉ ફીલ કર્યું ત્યારે મને ઊંચકજે, જ્યારે મારે વધારે પ્રેમની જરૂર હોય અને તું દેખાડે તેમ ઈચ્છું ત્યારે મને ઉંચકજે…જ્યારે મને ડર લાગે અથવા ખોવાયેલી અનુભવું…તો દરેક વખતે મને પસંદ કરજે, જેને તું સૌથી વધારે પ્રેમ કરે છે…જ્યારે ભલે તે જૂનું લાગે તો પણ ને ઉંચકજે…જ્યારે હું મારા હાથ તને વીંટાળું ત્યારે મને ઉંચકી લેજે…મને ઉંચકી લેજે અને ટાઈટ હગ આપજે અને મને જવા દેતો નથી…હું પણ તારા માટે આમ જ કરીશ. હેપ્પી વન મંથ બેબી #RashInLove #16thNov21’.

‘સિંઘમ’ના વિલન પ્રકાશ રાજ છે રિયલ હીરો, અનાથ છોકરીને વિદેશ મોકલી પૂરું કર્યું સપનું
શ્રદ્ધા આર્યા અને રાહુલ નાગલના લગ્ન દિલ્હીમાં થયા હતા અને તેની તસવીરો તેમજ વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી. શ્રદ્ધા અને રાહુલની મુલાકાત કોમન ફ્રેન્ડ થકી થઈ હતી અને તેમણે એક વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. બાદમાં તેમણે નવેમ્બરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, લોન્ગ ડિસ્ટન્સમાં રહેવાથી તેને રાહુલ પ્રત્યેના પ્રેમનો અહેસાસ થયો હતો. શ્રદ્ધા આર્યા હાલ ‘કુંડલી ભાગ્ય’માં ‘પ્રીતા’નું પાત્ર ભજવી રહી છે. શોમાં હાલમાં જ બે વર્ષનો લીપ આવ્યો છે.





Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here