taarak mehta ka ooltah chashmah: TMKOC: પોપટલાલને લાગી લોટરી, એકસાથે બે-બે માગા આવ્યા, આ વખતે વાગશે શરણાઈ? – taarak mehta ka ooltah chashmah popatlal stuck between two girls

0


હાઈલાઈટ્સ:

  • બે-બે છોકરીઓના માગા આવતા ફસાઈ ગયો પોપટલાલ
  • ગુનગુન અને સ્નેહા સાથે મુલાકાત કરવા માટે પોપટલાલે કરી દોડાદોડી
  • પોપટલાલ આ વખતે ઘોડીએ ચડશે કે પછી ફરીથી રહી જશે?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છેલ્લા 13 વર્ષથી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. શો સાથે જોડાયેલા એવા બે સવાલ છે, જેનો જવાબ જાણવાની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક તો, મેટરનિટી લીવ પર ગયા બાદ ગાયબ થયેલા દયાભાભી ક્યારે પરત આવશે? અને બીજું એ કે, પોપટલાલના લગ્ન ક્યારે થશે? પોપટલાલ માટે આમ તો અત્યારસુધીમાં ઘણા માગા આવી ચૂક્યા છે પરંતુ કોઈને કોઈ વાતથી ગરબડ થતાં તેમના લગ્ન શક્ય બની શક્યા નથી. જો કે, થોડા દિવસ પહેલા ‘કૌન બનેગા કરોડપતિ 13’માં ભાગ લીધા બાદ પોપટલાલને લોટરી લાગી છે. કારણ કે, તેના માટે એક નહીં પરંતુ બે-બે માગા આવ્યા છે.

સુશાંતની બહેને અંકિતા-વિકી પર વરસાવ્યો પ્રેમ, અભિનંદન પાઠવતા કહી હૃદયસ્પર્શી વાત
લેટેસ્ટ એપિસોડની વાત કરીએ તો, પોપટલાલ એક સ્નેહા નામની છોકરી અને તેના માતા-પિતાને ડો. હાથીના ઘરે લઈ જાય છે, કારણ કે તેના ઘરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. ગોલી દરવાજો ખોલે છે અને તેના મમ્મી-પપ્પાને બોલાવે છે. પોપટલાલ સ્નેહાના પરિવારની ઓળખાણ તેમની સાથે કરાવે છે. તે તેમને ત્યાં બેસવા માટે કહે છે અને પેસ્ટ કંટ્રોલવાળાને પૈસા ચૂકવવાનું હોવાનું કહીને નીકળી જાય છે.

પોપટલાલ તરત જ પહેલાથી જ ભીડેના ઘરમાં બેઠેલી ગુનગુન અને તેના માતા-પિતાને મળવા દોડી જાય છે. ભીડે તેને અંદર પ્રવેશતા અટકાવે છે. ભીડે તેને તેમજ તેના પરિવારને પાગલ કેમ કહ્યા તેમ પૂછે છે. ત્યારે પોપટલાલ બીજા એક માગામાં અટવાઈ ગયો હોવાનું અને તેઓ ડો. હાથીના ઘરમાં રાહ જોઈ રહ્યા હોવાનું કહે છે.

શ્રદ્ધા આર્યાને સતાવી રહી છે પતિની યાદ, લગ્નને એક મહિનો થતાં સમર્પિત કરી કવિતા
ભીડે સ્થિતિને સમજે છે અને તેઓ અંદર જાય છે. પોપટલાલ પોતાની ઓળખાણ આપે છે. ગુનગુનનો પરિવાર પોપટલાલથી ઈમ્પ્રેસ થઈ જાય છે. તે ગુનગુન વિશે વધારે જાણવા માગે છે પરંતુ ત્યારે જ ડો. હાથીનો ફોન આવી જાય છે. આ દરમિયાન ગુનગુનના પિતા પોપટલાલને ગર્લફ્રેન્ડનો ફોન આવ્યો હશે તેમ કહીને ચીડવે છે. જો કે, તે તરત જ પોતે સિંગલ હોવાનું કહે છે.

સ્નેહાનો પરિવાર મળવા માટે અધીરો થઈ રહ્યો હોવાનું જાણ્યા બાદ પોપટલાલ ડો. હાથીની બાલ્કનીમાંથી નીચો કૂદે છે. તે સ્નેહાના પરિવારને મળે છે અને એકબીજાની ઓળખ આપે છે. પોપટલાલ બાલ્કનીમાંથી કયા ગયો તે માટે ભીડે તેને શોધવા લાગે છે.

શું આ વખતે પોપટલાલના ઘરે શરણાઈ વાગશે? શું પોપટભાઈને પરણાવવાનું મહિલા મંડળનું સપનું પૂરુ થશે? કે પછી બંને માગા હાથમાંથી જતા રહેશે? આ બધા સવાલના જવાબ આગામી એપિસોડમાં મળશે



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here