Karan Kundrra: BB 15: કરણ કુંદ્રાના સપોર્ટમાં આવ્યા જીજાજી, તેના અસલી સ્વભાવ વિશે ફેન્સને જણાવ્યું – bigg boss 15 brother-in-law gaurav malhotra comes out in karan kundrra’s support

0


હાઈલાઈટ્સ:

  • ‘ત્રણ બહેનો વચ્ચે ઉછેર થયો હોવાથી કરણ કુંદ્રા મહિલાઓનું સન્માન કરવાનું જાણે છે’
  • જીજાજીએ કરણ કુંદ્રાને ગણાવ્યો ‘મજબૂત વેલ્યૂ સિસ્ટમ ધરાવતો વ્યક્તિ’
  • તેજસ્વી પ્રકાશ માટે સ્ટેન્ડ ન લેવા બદલ કરણ કુંદ્રાને સલમાન ખાને આપ્યો હતો ઠપકો

કરણ કુંદ્રાના ઉચ્ચ પારિવારિક મૂલ્યોએ તેને બિગ બોસ 15ના ઘરમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું છે. એક્ટર-હોસ્ટે હંમેશા ગેરવર્તણૂક વિરુદ્ધ મહિલાઓ માટે સ્ટેન્ડ લીધું છે. શો દરમિયાન કરણ કુંદ્રા ઘણીવાર બહેનોને યાદ કરીને ઈમોશનલ થતો જોવા મળ્યો છે.

નવમા મહિના સુધી કામ કરવા માગે છે ભારતી સિંહ, તેની પૂરતી કાળજી લઈ રહ્યો છે પતિ
આ બધી ચર્ચાની વચ્ચે, કરણ કુંદ્રાના જીજાજી ગૌરવ મલ્હોત્રાએ કહ્યુ કે, ‘તેની પાસે ભારતીય હાર્દ છે, જ્યાં અન્યનો આદર કરવો તેના માટે સ્વાભાવિક રીતે આવે છે. તે શોમાં જે પણ બોલે છે તે ટીઆરપી માટે નથી, પરંતુ તે તેની પોતાની વાત છે. ત્રણ મોટી બહેનો સાથે ઉછેર થયો હોવાથી તે મહિલાઓને સન્માન આપવાનું જાણે છે. આ બધું ટેલિવિઝન પર પણ દેખાઈ છે. તેના અગાઉના તમામ શોમાં, તે હંમેશા પોતાની જાત પ્રત્યે સાચો રહ્યો છે અને તેને સ્ક્રીન પર જોઈને અમને ગર્વ થાય છે’

‘બાળપણથી, તે મજબૂત વેલ્યૂ સિસ્ટમ ધરાવતો વ્યક્તિ છે. મેં વિદેશમાં વધારે સમય વિતાવ્યો છે. તેથી, જ્યારે પણ તે અમને મળવા આવે છે ત્યારે પોતાની સાથે સંસ્કૃતિ લઈને આવે છે અને અમને વધુ આધારભૂત હોવાનો અનુભવ કરાવે છે. દરેક વ્યક્તિ તરફ દયા દાખવવી તે તેને વારસામાં મળ્યું છે. તેનામાં નાના બાળક જેવી ગુણવત્તા છે અને દરેકે તેની પાસેથી આ બાબત શીખવી જેવી છે’, તેમ તેમણે ઉમેર્યું હતું.

‘કુંડલી ભાગ્ય’ ફેમ માનસી શ્રીવાસ્તવના ઘરે વાગશે શરણાઈ, જાન્યુઆરીમાં લેશે સાત ફેરા
હાલમાં, સલમાન ખાને લેડી લવ તેજસ્વી પ્રકાશ માટે સ્ટેન્ડ ન લેવા બદલ કરણ કુંદ્રાને ઠપકો આપ્યો હતો. જો કે, બિગ બોસ 15ના દર્શકોનું મિક્સ રિએક્શન રહ્યું હતું અને ઘણા એક્ટરના સપોર્ટમાં આવ્યા હતા. તેજસ્વીને તેની ગેમ રમવા અને પોતાની ઉપર હાવી ન થવા દેવા બદલ ફેન્સે કરણના વખાણ કર્યા હતા. બિગ બોસ 15નો હોસ્ટ કરણ પર થોડો વધારે કઠોર થયો હોવાનું કેટલાકને લાગ્યું હતું. તેમને લાગ્યું હતું કે, કરણ કુંદ્રા ત્યારે અચંબામાં પડી ગયો હતો જ્યારે તેજસ્વી પ્રકાશ, જેણે હંમેશા વિશાલ કોટિયનની કોઈના પ્રત્યે વફાદાર ન રહેવા બદલ ટિકા કરી હતી, તેણે તેને પોતાનો ફ્રેન્ડ કર્યો હતો અને તેમ પણ કહ્યું હતું કે, તે જાણતી હતી કે તે હંમેશાથી વિશાલની પ્રાથમિકતા હતી અને શમિતા નહીં.

ફેન્સને કરણ કુંદ્રાની ગેમ પસંદ આવી રહી છે. શો હાલ ફિનાલે તરફ છે અને બિગ બોસ 15મી સીઝનની ટ્રોફી કોણ જીતશે તેની તેઓ રાહ જોઈ રહ્યા છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here