Sayantani Ghosh: સયંતની ઘોષ માટે સાસુ-સસરાએ જયપુરમાં યોજ્યું રિસેપ્શન, પતિ સાથે એક્ટ્રેસે કર્યો ડાન્સ – in laws hosted reception in jaipur for sayantani ghosh and anugrah tiwari

0


હાઈલાઈટ્સ:

  • રિસેપ્શનમાં પિંક કલરની બનારસી સાડીમાં પર્ફેક્ટ બ્રાઈડ લાગતી હતી સયંતની ઘોષ
  • આઠ વર્ષ સુધી અનુગ્રહ તિવારી સાથે ડેટિંગ કર્યા બાદ સયંતની ઘોષે કર્યા લગ્ન
  • લગ્ન બાદ કંઈક બદલાયું હોય તેમ મને લાગતું નથીઃ સયંતની ઘોષ

એક્ટ્રેસ સયંતની ઘોષ, જેણે હાલમાં લોન્ગટાઈમ બોયફ્રેન્ડ અનુગ્રહ તિવારી સાથે કોલકાતામાં લગ્ન કર્યા હતા, તે હવે જયપુરની વહુ બની ગઈ છે. જયપુર, જે તેના પતિનું વતન છે તે હવે તેનું બીજું ઘર બની ગયું છે. કોલકાતામાં પરંપરાગત વિધિથી લગ્નના બંધનમાં બંધાયા બાદ, સયંતની ઘોષના સાસુ-સસરાએ જયપુરમાં કપલ માટે રિસેપ્શન યોજ્યું હતું. પિંક કલરની બનારસી સાડી અને ટ્રેડિશનલ જ્વેલરી સાથે સયંતની પર્ફેક્ટ બ્રાઈડ લાગતી હતી.

1

‘તારક મહેતા…’ શો નથી છોડી રહ્યો ‘ટપ્પુ’, ‘બબીતાજી’ સાથે નામ જોડાતા થયો હતો પરેશાન
અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં સયંતની ઘોષે જણાવ્યું ‘પ્રામાણિકતાથી કહું તો, વધારે કંઈ બદલાયું હોય તેમ મને લાગતું નથી. શરૂઆતમાં હું દબાણ અનુભવતી હતી અને તેથી જ મને કોઈ ફેરફાર થયો હોય તેમ લાગતું નથી. પરંતુ મને લાગે છે કે આ અનુગ્રહના કારણે છે. હું અને તે સિવાય એકબીજાનો પરિવાર વર્ષોથી ઓળખે છે. તેથી, ભાવનાત્મક રીતે હું શરૂઆતમાં કોઈ ફેરફાર અનુભવતી નહોતી પરંતુ બાદમાં તે તમારા પર હોય છે. હવે, અમે એક છત નીચે રહીએ છીએ. હું ગળામાં મંગળસૂત્ર પહેરું છું અને કપાળમાં સિંદૂર લગાવુ છું. મને અચાનક અહેસાસ થયો કે હું શૂટિંગ કરી રહી નથી પરંતુ આ બધું રિયલ લાઈફમાં થઈ રહ્યું છે. તેનું વર્ણન કરવું થોડું મુશ્કેલ છે’.

2

‘તારક મહેતા…’ના ‘બબિતાજી’એ જાતે ડિઝાઈન કર્યું છે નવું ઘર, અંદરથી છે અત્યંત સુંદર
સયંતની ઘોષે કુમકુમ ભાગ્યઃ પ્યાર કા બંધન, નાગિન 4, નામકરણ જેવા શો અને બિગ બોસ 6માં પણ જોવા મળી ચૂકી છે. હાલમાં તે બેરિસ્ટર બાબુમાં જોવા મળી હતી. આઠ વર્ષ પહેલા કોમન ફ્રેન્ડ દ્વારા અનુગ્રહ સાથે તેની મુલાકાત થઈ હતી. તેણે ઉમેર્યું ‘છેલ્લા આઠ વર્ષથી મને રિલેશનમાં છીએ. દોઢ વર્ષથી અમે લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હતા પરંતુ મહામારીના કારણે અમારે અમારો પ્લાન થોડા સમય માટે હોલ્ડ પર મૂકવો પડ્યો હતો. પરંતુ ભગવાનના આશીર્વાદથી આ વખતે તે થઈ ગયા’.


જયપુર વિશે વાત કરતાં સયંતની ઘોષે કહ્યું ‘મને જયપુર પહેલાથી જ પસંદ છે અને અનુરાગને મળી તે પહેલા પિંક સિટીની મુલાકાત લઈ ચૂકી હતી. હું કોલકાતાની છું, જે પણ સાંસ્કૃતિક રીતે ભવ્ય અને મજબૂત છે. હું હંમેશા કહું છું કે, હું દેશી છોકરી છું. તેથી કોઈ જગ્યા કે જે સાંસ્કૃકિત રીતે મજબૂત હોય અને હેરિટેજ પણ હોય તો તે મને આકર્ષિત કરે છે. તેથી. હું જયપુર સાથે વધારે સારી રીતે કનેક્ટ કરી શકી છું. ફૂડની વાત હોય, આર્કિટેક્ચર હોય કે પછી ચાંદીના ઘરેણા, ઘણું એવું છે જે મને આકર્ષિત કરે છે. મેં અગાઉ શહેરના ઘણા સ્થળની મુલાકાત લીધી છે, છતાં એવી ઘણી જગ્યાઓ છે જે મારે અનુગ્રહ સાથે એક્સપ્લોર કરવાની જરૂર છે. નાહરગઢ કિલ્લો અને જલ મહેલ મારા લિસ્ટમાં ટોપ પર છે’.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here