ચણવઇ ખાતે ફુલપાક અને આંબા પાક અંગે પરિસંવાદ યોજાયો

0
????????????????????????????????????

વલસાડ જિલ્લાના નાયબ બાગાયત નિયામક સી.જી.પટેલ દ્વારા મહેમાનો તથા ખેડુતોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર વિભાગના બાગાયત ખાતા દ્વારા નવનિર્મિત સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સ ફોર ફલોરીકલ્‍ચર ઍન્‍ડ મેંગોના ચણવઈ, કેન્‍દ્રનું ઈ-લોકાર્પણ એગ્રી પ્રી-વાઇબ્રટ સમિટ-૨૦૨૧, આણંદ ખાતેથી રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રત્તના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત સેન્‍ટર ખાતે તા.૧૪ અને તા.૧૫મી ડિસેમ્‍બરે ફુલપાક અને આંબા પાક અંગે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દક્ષિણ ગુજરાતના બાગાયતી ખેતી સાથે સંકળાયેલ અંદાજીત ૨૫૦ થી ૩૦૦ ખેડુતો ઉપસ્‍થિત રહયા હતા. આ ખેડૂતોને આંબા અને ફુલાપાકોની આધુનિક ખેતી વિશે નવસારી કૃષિ યુનીવર્સીટીના તજજ્ઞો દ્વારા  માર્ગદર્શન આપવામાં આવ્‍યુ હતું.

????????????????????????????????????

આ પ્રસંગે વલસાડ જિલ્લાના નાયબ બાગાયત નિયામક સી.જી.પટેલ દ્વારા મહેમાનો તથા ખેડુતોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. વિભાગીય કક્ષાના સંયુક્‍ત બાગાયત નિયામક આર.એચ.લાડાણી, તેમજ વિભાગીય જિલ્લાઓ તાપી, નર્મદા, સુરત, ભરુચ અને ડાંગના નાયબ બાગાયત નિયામક, બાગાયત અધિકારી અને કર્મચારીઓ હાજર રહી વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેડુતોને બાગાયતી પાકોની ખેતી પધ્‍ધતિ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

       સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સ ફોર ફલોરીકલ્‍ચર ઍન્‍ડ મેંગોના પ્રોજેક્‍ટ ઓફીસર જે.સી.પટેલ દ્વારા સેન્‍ટર ખાતે કરવામાં આવતી પાક  નિદર્શન, તાલીમ, કેરી અને ફૂલ પાકોનું મુલ્‍યવર્ધન, ગુણવત્તા સભર પ્‍લાન્‍ટીંગ મટીરીયલ, મધમાખી પાલન, કિચન ગાર્ડન, મશરૂમ ઉત્‍પાદન વગેરે પ્રવૃતિઓ વિશે માહતિગાર કરવામાં આવ્‍યા હતા, એમ નાયબ બાગાયત નિયામક, વલસાડ દ્વારા જણાવાયું છે.

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here