Vivian DSena: ‘સિર્ફ તુમ’નો’રણવીર’ પ્રેમને વધુ એક તક આપવા તૈયાર, ડિવોર્સ મંજૂર થતાં જ પ્રેમિકા સાથે કરશે લગ્ન! – serial sirf tum actor vivian dsena founds love again in an nri girl

0


હાઈલાઈટ્સ:

  • વિવિયન અમુક વર્ષોથી એક NRI યુવતીના પ્રેમમાં છે.
  • પરિવારે આ યુવતી સાથે વિવિયનની મુલાકાત કરાવી હતી.
  • મુશ્કેલ સમયમાં આ યુવતી વિવિયનની પડખે રહેતા સંબંધ મજબૂત બન્યો.

ટેલિવુડ કપલ વિવિયન ડિસેના અને વ્હાબિઝ દોરાબજીના ડિવોર્સના સમાચાર તેમના ફેન્સના દિલ તોડી નાખ્યા હતા. છેલ્લા થોડા વર્ષોથી વિવિયન અને વ્હાબિઝ ડિવોર્સના વિવાદને લઈને ચર્ચામાં રહે છે. કપલનો ડિવોર્સ કેસ હજી ચાલી રહ્યો છે એવામાં વિવિયનની જિંદગીમાં ફરી પ્રેમનો ફણગો ફૂટ્યો છે. હાલ સીરિયલ ‘સિર્ફ તુમ’માં રણવીર ઓબેરોયના રોલમાં જોવા મળી રહેલો વિવિયન રિલેશનશીપમાં હોવાની જાણકારી મળી છે.

અજય દેવગણના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘રનવે 34’નું શૂટિંગ પૂરું, એક્ટરે મજેદાર અંદાજમાં કરી જાહેરાત

અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને મળેલી માહિતી પ્રમાણે, વિવિયન અમુક વર્ષોથી એક NRI યુવતીના પ્રેમમાં છે. આ યુવતી કોણ છે તેના વિશે વધુ માહિતી પ્રાપ્ત નથી થઈ પરંતુ એટલું ચોક્કસથી જાણવા મળ્યું છે કે, વિવિયનના ડિવોર્સ ફાઈનલ થતાં જ બંને લગ્ન કરવાના છે. વિવિયન અને વ્હાબિઝનો ડિવોર્સ કેસ પાંચ વર્ષથી ચાલી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, “પાછલા કેટલાક વર્ષોમાં વિવિયને ઘણું સહન કર્યું છે. પ્રેમનું તેના જીવનમાં સ્થાન નહોતું અને લગ્નનો વિચાર તો દૂર દૂર સુધી નહોતો કર્યો. જોકે, આ યુવતી તેની પડખે મજબૂત પહાડની જેમ ઊભી રહી. એકબીજા માટે માન અને પારસ્પારિક સંગતતાના કારણે તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. આ યુવતી સાથે વિવિયનની મુલાકાત તેના પરિવારે કરાવી હતી અને હવે તેઓ ખુશ છે કારણકે વિવિયન જીવનમાં નવી શરૂઆત કરીને આગળ વધવા તૈયાર છે.”

અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીએ આ વિશે વાત કરવા વિવિયનનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ થઈ નહોતો શક્યો.

જણાવી દઈએ કે, વિવિયન ‘પ્યાર કી યે એક કહાની’ની કો-એક્ટ્રેસ વ્હાબિઝ દોરાબજી સાથે 2013માં લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના ત્રણ વર્ષમાં જ બંને વચ્ચે મતભેદો અને ઝઘડા થવા લાગ્યા. પરિણામે તેમણે લગ્નજીવનનો અંત આણવાનું નક્કી કર્યું હતું. તેમણે 2016માં ડિવોર્સ માટે અરજી કરી હતી.

પીડાદાયક લગ્નજીવન વેઠી ચૂકેલા મહિલા હિંમત કરીને આગળ વધ્યા, નવા પિતા પામીને દીકરી સૌથી વધુ ખુશ

વર્કફ્રંટની વાત કરીએ તો, ‘શક્તિ: અસ્તિત્વ કે અહેસાસ કી’ સીરિયલ છોડ્યાના બે વર્ષ બાદ વિવિયને ટેલિવિઝન પર કમબેક કર્યું છે. સારા પ્રોજેક્ટ માટે ખાસ્સો સમય રાહ જોનારા વિવિયને સ્વીકાર્યું છે કે, ઘરે બેસી રહેવું નિરુત્સાહ પેદા કરનારું છે. બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં વિવિયને કહ્યું હતું કે, “મહામારીના કારણે છેલ્લા એક વર્ષથી આપણે સૌ ઘરે બેઠા છીએ. માણસ તરીકે આ વાત હતાશ કરનારી છે કારણકે આપણે સામાજિક જીવનથી ટેવાયેલા છીએ. પરંતુ આ સમયમાં આપણે પકડ મજબૂત બનાવીને આગળ વધવું જ રહ્યું.”

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here