વલસાડ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે શાળા કક્ષાએ વિવિધ પ્રવૃતિઓ.

0

સંપૂર્ણ આયોજન નોડલ અધિકારીશ્રીઓ (SVAP) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીઆ અને જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા દ્વારા કરવામાં આવ્‍યું

કલેકટર કચેરી, વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વલસાડનાં સંયુકત ઉપક્રમે શાળા કક્ષાએ ગ્રામ પંચાયત ચુંટણી-૨૦૨૧નાં સંદર્ભે સ્‍પર્ધાઓ યોજવામાં આવી હતી. જે અનુસાર તા.૪મી ડીસેમ્‍બરે રંગોળી સ્‍પર્ધામાં ૧૩૦૦, તા.૬થી ૧૧ ડીસેમ્‍બરે મતદાન જાગૃતિ રેલીમાં ૧૪૭૪૫, તા.૧૬મી ડીસેમ્‍બરે કપરાડા તાલુકામાં મોટર સાઈકલ રેલીમાં ૧૫૦, જિલ્લાની તમામ શાળાઓમાં સામુહિક મતદાન સંકલ્‍પમાં ૨૬૭૮૮ તેમજ તા.૨૭મી ડીસેમ્‍બરે યોજાનરી ચિત્ર સ્‍પર્ધામાં ૮૭૬૯ વ્‍યક્‍તિઓનો સમાવેશ થાય છે. 

આ સ્‍પર્ધામાં સમગ્ર વલસાડ જિલ્લાની માધ્‍યમિક તેમજ ઉચ્‍ચતર માધ્‍યમિકનાં વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓએ તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગની આંગણવાડી બહેનોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જેનું સુચારુ આયોજન એસ.એ.વી.પી. કેલેન્‍ડર મુજબ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન નોડલ અધિકારીશ્રીઓ (SVAP) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીઆ અને જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here