Abhinav Choudhary: ચાર દિવસથી ગુમ છે ટીવી એક્ટર અભિનવ ચૌધરીના પિતા, ડિપ્રેશનથી છે પીડિત – abhinav choudhary’s ather parasnath choudhary went missing four days ago

0


હાઈલાઈટ્સ:

  • ડિપ્રેશન હોવાનું નિદાન થયા બાદ ઘરેથી ગાયબ થયા અભિનવ ચૌધરીના પિતા
  • છેલ્લા ઘણા દિવસથી અભિનવ ચૌધરીના પિતા કોઈની સાથે નહોતા કરતા વાત
  • બેગુસરાઈના રેલવે સ્ટેશન પાસેથી અભિનવ ચૌધરીના પિતાની મળી સાયકલ

ટીવી એક્ટર અભિનવ ચૌધરી તેના 58 વર્ષીય પિતા પારસનાથ ચૌધરી ચાર દિવસ પહેલા બેગુસરાઈથી ગુમ થતાં ખૂબ જ પરેશાન છે. એક્ટર, જે હાલ મુંબઈમાં છે તેણે કહ્યું ‘મારા પિતા 14મી ડિસેમ્બરે સાંજના સાત વાગ્યાથી ગાયબ છે. મારો ભાઈ, મમ્મી અને કાકાએ તેમને સાંજે 7.40 કલાકથી શોધવાનું શરૂ કર્યું હતું. બીજા દિવસે સવારે, તેમને બછવાડા જંક્શન રેલવે સ્ટેશન પાસેથી તેમની સાયકલ મળી હતી. હાલ અમે તેવું અનુમાન લગાવી રહ્યા છીએ કે, તેમણે ત્યાંથી ટ્રેન પકડી હશે. તેમની પાસે ફોન કે પૈસા નહોતા. રેલવેના અધિકારીઓ સાથે વાત કરતાં, અમને જાણવા મળ્યું હતું કે તે સમયે ત્યાંથી બે ટ્રેન પસાર થઈ હતી. જેમાંથી એક લખનઉ જઈ રહી હતી અને બીજી દિલ્હી’. એક્ટરે ઉમેર્યું ‘મારા પિતાની ઊંચાઈ 6 ફૂટ છે અને તેમણે બ્લેક કલરનું ટ્રાઉઝર, શર્ટ, ડાર્ક ગ્રીન કલરનું હાફ સ્લીવનું સ્વેટર, ગ્રે શૉલ, ગ્રે કલરની ગરમ ટોપી અને કાળા સ્લિપર પહેર્યા હતા’.

‘તારક મહેતા…’ શો નથી છોડી રહ્યો ‘ટપ્પુ’, ‘બબીતાજી’ સાથે નામ જોડાતા થયો હતો પરેશાન
તેણે જણાવ્યું કે, તેના પિતાને હાલમાં જ ડિપ્રેશન હોવાનું નિદાન થયું હતું. ‘તેમની તબિયત સારી નહોતી અને છેલ્લા 10 દિવસથી સરખા ઊઘતા પણ નહોતા. જ્યારે અમે ડોક્ટરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે તેમને તણાવ અને ડિપ્રેશન હોવાનું કહ્યું હતું. તેઓ કોઈની સાથે વાત કરતા નહોતા. તેઓ હંમેશા તેમની પાસે એક ચિઠ્ઠી રાખતા હતા જેમાં લોકોને તેમની સાથે વાત ન કરવા માટેનું લખ્યું હતું. મેં 13મી ડિસેમ્બરે તેમની સાથે વાત કરી હતી અને બીજા ડોક્ટર તેમજ અન્ય શહેરમાં લઈ જવા કહ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું ‘અરે મને કંઈ થયું નથી. માત્ર ઊંઘ નથી આવી રહી’. અવાજ પરથી તેઓ લૉ જણાતા હતા’.

કેટરીના-વિકીના લગ્ન પર અક્ષય કુમારે કહ્યો જોક, હસવાનું ન રોકી શકી સારા અલી ખાન
અભિનવે કહ્યું કે, તેના પિતા દિલ્હીમાં હોય તેવી શક્યતા છે. ‘તેઓ ક્યાં છે તે અંગે અમને કોઈ ખાતરી નથી, પરંતુ તેઓ દિલ્હી અથવા લખનઉમાં હોય તેવી શક્યતા છે. પરંતુ કેટલાક લોકોએ મને કહ્યું કે, તેઓ દિલ્હીના પાંડવ નગરમાં છે. મારા મિત્રોએ તેમની શોધ કરવાનું શરૂ કરી દીધું છે અને હું પણ દિલ્હી જાઉ તેવી શક્યતા છે. મારા પરિવારે બેગુસરાઈમાં ફરિયાદ નોંધાવી છે અને મેં મારા મિત્રોને પણ દિલ્હી અને લખનઉમાં આ કરવા માટે કહ્યું છે’, તેમ તેણે કહ્યું.



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here