તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશ: IAF ચીફે આપી જાણકારી, તપાસ પછી બદલાઈ શકે છે VVIP પ્રોટોકોલ – iaf chief says vvip protocol might get changed after tamilnadu helicopter crash incident

0


હાઈલાઈટ્સ:

  • તમિનલાડુ હેલિકોપ્ટર ક્રેશની તમામ એન્ગલથી થઈ રહી છે તપાસ.
  • વાયુ સેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ આપી જાણકારી.
  • કોર્ટ ઓફ ઈન્ક્વાયરી પછી જરુર લાગશે તો બદલાશે પ્રોટોકોલ.

નવી દિલ્હી- તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં ઉચ્ચ નેતૃત્વને ગુમાવ્યા પછી VVIP પ્રોટોકોલ્સની સમીક્ષા કરવામાં આવશે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ શનિવારે કહ્યું કે, જરુર પડશે તો પ્રોટોકોલમાં બદલાવ લાવવામાં આવશે. હેલિકોપ્ટર ક્રેશના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ પણ એન્ગલને છોડવામાં નહીં આવે. ઈન્ડિયન એર ફોર્સના ચીફે કહ્યું કે, કોર્ટ ઓફ ઈન્ક્વાયરીમાં ખબર પડી જશે કે શું ગરબડ થઈ છે અને તેના જ આધારે ફાઈન્ડિન્ગ્સ અને અન્ય ભલામણો રજૂ કરવામાં આવશે. IAF ચીફે વાયુ સેના એકેડમીમાં સંયુક્ત સ્નાતક પરેડને સંબોધિત કર્યા પછી મીડિયા સાથે વાતચીત કરી હતી.

વાયુસેના પ્રમુખે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બાબતે કોઈ પણ પ્રકારની કમેન્ટ કરવાની ના પાડી. તેમણે જણાવ્યું કે આ એક નિષ્પક્ષ પ્રક્રિયા છે, જેના પરિણામે ક્રેશના કારણો વિષે જાણવા મળશે. તપાસમાં જે પણ સામે આવશે તેના આધારે વીવીઆઈપી પ્રોટોકોલની સમીક્ષા કરવામાં આવશે. અમે સતત પાકિસ્તાન અને ચીનને કારણે ટોળાતા ખરતાની સમીક્ષા કરી રહ્યા છીએ અને તેનાથી માહિતગાર છીએ.

ગભરાવાની જરૂર નથી! ઓમિક્રોનના 10માંથી 7 દર્દીઓમાં નથી જોવા મળ્યા લક્ષણ

ઉલ્લેખનીય છે કે સરહદ પાસે ચીનનો ડ્રોન મળી આવ્યો છે. બીએસએફની ટીમે પંજાબના ફિરોઝપુરમાં એક ડ્રોનને ટ્રેપ કર્યો હતો, જે મેડ ઈન ચાઈન છે. બીએસએફ પ્રવક્તાએ જણાવ્યું કે ગત રાત્રે 11 વાગીને 10 મિનિટે બીએસએફની 103 બટાલિયનની ટીમને અમરકોટ પાસે ડ્રોન મળવાની જાણકારી મળી હતી. ઘટનાસ્થળ પર બીએસએફના અધિકારી પણ પહોંચ્યા અને રાતે સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું.

બાળકોની રસી ‘Covavax’ને WHOએ આપી ઇમરજન્સી ઉપયોગની મંજૂરી
એર ચીફ માર્શલે પોતાના સંબોધનમાં કહ્યું કે, યુદ્ધની પ્રકૃત્તિમાં મૂળભૂત પરિવર્તન થઈ રહ્યા છે. હવે નવા પડકારોનો સામનો કરવો પડશે, જેના માટે અનેક ક્ષેત્રોમાં ક્ષમતા નિર્માણની જરુર પડશે. વાયુ સેના રાફેલ વિમાન, અપાચે હેલિકોપ્ટર અને વ્યાપક અતિ આધુનિક પદ્ધતિઓને સામેલ કરીને એક શક્તિશાળી વાયુ સેનામાં પરિવર્તિત થઈ રહી છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here