Ankita Bhargava: કરણ પટેલે સેલિબ્રેટ કર્યો દીકરી મેહરનો બર્થ ડે, અનિતા હસનંદાનીના દીકરાએ લીધી રાઈડની મજા – karan patel and ankita bhargava celebrated her daughter mehr’s birthday on animal theme

0


હાઈલાઈટ્સ:

  • મેહરને એનિમલ વધારે ગમતા હોવાથી કરણ પટેલે એનિમલ થીમ પર રાખી પાર્ટી
  • કરણ પટેલ અને અંકિતા ભાર્ગવે દીકરી મેહરના બર્થ ડે પર તેના ફ્રેન્ડ્સને પણ બોલાવ્યા
  • મેહરના જન્મથી હું અને કરણ પટેલ ધન્યતા અનુભવીએ છીએઃ અંકિતા ભાર્ગવ

એક્ટર-કપલ કરણ પટેલ અને અંકિતા ભાર્ગવની દીકરી 14મી ડિસેમ્બરે બે વર્ષની થઈ. દીકરી મેહરનો બર્થ ડે સેલિબ્રેટ કરતા કપલે પ્લે એરિયામાં એનિમલ થીમ પાર્ટી રાખી હતી. કપલની લાડકી દીકરીના બર્થ ડેમાં ઘણી સેલિબ્રિટી મોમ પણ તેમના બાળકો સાથે આવી હતી.


અંકિતાએ કહ્યું ‘મહામારીના કારણે મને મેહરનો પહેલો બર્થ ડે ધમાકેદાર રીતે સેલિબ્રેટ કરી શક્યા નહોતા. તેથી, આ વર્ષે અમે તેના મિત્રોને ફોન કર્યા હતા અને તેના બર્થ ડે પર પાર્ટી કરવાનું નક્કી કર્યું હતું. એનિમલ થીમ પર પાર્ટી રાખવામાં આવી હતી કારણ કે મેહરને તે પસંદ છે. દરરોજ સવારે, તે બતક, બકરી અને ગાયને ખવડાવે છે. અમારા પેટ નોટીને તે પોતાનો ભાઈ ગણાવે છે અને હંમેશા તેને ભૈયા કહીને બોલાવે છે. તે કાર્ટૂન જોતી નથી અને તેથી કાર્ટૂન કેરેક્ટર અંગે સહેજ પણ તેને આઈડિયા નથી. તેથી, અમે એનિમલ થીમ પર તેનો બર્થ ડે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું હતું’.

કેટરીના-વિકીના લગ્ન પર અક્ષય કુમારે કહ્યો જોક, હસવાનું ન રોકી શકી સારા અલી ખાન

anita h

mahhi vij

મેહરની બર્થ ડે પાર્ટીમાં અનિતા હસનંદાની દીકરા આરવ સાથે તો માહી વિજ દીકરી તારા સાથે આવી હતી. આ દરમિયાન મેહર, આરવ અને તારાએ મસ્તી પણ ખૂબ કરી હતી


‘તારક મહેતા…’ શો નથી છોડી રહ્યો ‘ટપ્પુ’, ‘બબીતાજી’ સાથે નામ જોડાતા થયો હતો પરેશાન
મેહરના માતા-પિતા બનીને અંકિતા અને કરણ પટેલ ધન્યતા અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું ‘જ્યારે મહેર અમારા જીવનમાં પ્રવેશી છે ત્યારથી અમારું જીવન જાદુઈ બની ગયું છે. હવે, તે નિયમિત પ્લે સ્કૂલ જાય છે, તેણે મિત્રો બનાવી લીધા છે અને અમારી બિલ્ડિંગમાં પણ તેના કેટલાક મિત્રો છે. તેથી, જ્યારે અમે તેનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો ત્યારે તે તમામને એકસાથે જોઈને સરપ્રાઈઝ થઈ ગઈ હતી’.


અંકિતાએ ઉમેર્યું ‘કરણને સવારમાં તેની સાથે ગેમ રમવી ગમે છે અને તેને તેના પિતા તેમજ અમારા પેટ નોટી સાથે રોજ સવારે એન્જોય કરતી જોવી તે મજાની વાત છે. હકીકતમાં, તે મોટી થઈ રહી છે, મને લાગે છે કે, ધીમે-ધીમે તે મોટી થઈ જશે અને તેના બાળપણના દિવસો જતા રહેશે. પરંતુ, તેમા હજી ઘણો સમય બાકી છે. હાલ, હું અને કરણ મેહરના બાળપણની એક-એક ક્ષણને માણી રહ્યા છીએ’.





Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here