total omicron cases in india: એક દિવસમાં ચાર રાજ્યોમાંથી 30 નવા કેસ, દેશભરમાં ઓમિક્રોનના કુલ 143 દર્દીઓ થયા – omicron cases in india 12 new cases found in telangana

0


હાઈલાઈટ્સ:

  • શનિવારે ઓમિક્રોનના કુલ 30 કેસ સામે આવ્યા, કુલ દર્દીઓની સંખ્યા 143
  • સૌથી વધુ 12 કેસ તેલંગાણામાંથી નોંધાયા છે, રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 20 થઇ
  • મહારાષ્ટ્રમાં આજે 8 નવા કેસ સામે આવતાં ઓમિક્રોનના કુલ દર્દીઓ 48 થયા

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાથી આવેલા કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનું સંક્રમણ અન્ય દેશોની જેમ ભારતમાં પણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. આજે મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોનથી સંક્રમિત આઠ નવા કેસ સામે આવ્યા પછી તેલંગાણામાંથી પણ ઓમિક્રોનથી સંક્રમિત 12 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે તેલંગાણામાં ઓમિક્રોનથી સંક્રમિત કુલ દર્દીનો આંકડો 20 સુધી પહોંચી ગયો છે. શનિવારે સામે આવેલા 12 નવા કેસ પૈકી બે કેસ ઓમિક્રોનથી સૌથી વધુ પ્રભાવિત દેશોથી ભારતમાં આવ્યા છે. જ્યારે બાકીના અન્ય દેશોથી ભારત આવ્યા છે. આ સિવાય રાજ્યના આરોગ્ય વિભાગ મુજબ અન્ય બે વ્યક્તિઓના રિપોર્ટનું પરિણામ આવવાનું બાકી છે.

દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે દેશભરના અલગ-અલગ રાજ્યોમાંથી કુલ 30 નવા કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધારે 12 કેસ તેલગાંણામાંથી સામે આવ્યા છે જ્યારે આઠ નવા કેસ મહારાષ્ટ્રમાંથી, કર્ણાટકમાંથી છ અને કેરલમાંથી ચાર ઓમિક્રોનથી સંક્રમિત નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં ઓમિક્રોનના કુલ દર્દીઓની સંખ્યા વધીને 143 એ પહોંચી ગઇ છે.

તેલંગાણા અને મહારાષ્ટ્ર સહિત કુલ 11 રાજ્યોમાંથી ઓમિક્રોનના કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, કેરલ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને ચંદીગઢ સામેલ છે.



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here