રખડતા ઢોરની સમસ્યાનું આવશે નિરાકરણ, આ વિસ્તારોને જાહેર કરવામાં આવ્યા ‘નો કેટલ ઝોન’ – city police declares some areas of city as no cattle zone

0


હાઈલાઈટ્સ:

  • અમદાવાદના અમુક વિસ્તારોને જાહેર કરવામાં આવ્યા કેટલ ફ્રી.
  • આ વિસ્તારોમાં પશુ દેખાશે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
  • AMCનો પ્રસ્તાવ પહેલા શહેર પોલીસ દ્વારા ફગાવવામાં આવ્યો હતો.

અમદાવાદ- શહેરના અમુક વિસ્તારોમાં રસ્તા પર પ્રાણીઓ અને ખાસકરીને ગાય, ભેંસ ફરતા હોવાને કારણે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાતી હોય છે. અમદાવાદ શહેરની પોલીસે સાબરમતી રિવરના પશ્ચિમ કિનારાથી લઈને ગુજરાત યુનિવર્સિટી સુધીના વિસ્તારને કેટલ ફ્રી ઝોન એટલે કે પશુમુક્ત વિસ્તાર જાહેર કર્યો છે. અમદાવાદ શહેરની પોલીસે કેટલ ન્યુશન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ સાથે મળીને આ પહેલ હાથ ધરી છે, જેના અંતર્ગત આ વિસ્તારમાં જો રઝળતા ઢોર મળી આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં પ્રાણીઓના ચારાના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એવા ઘણાં કિસ્સા સામે આવ્યા છે જેમાં પશુઓ દ્વારા વયસ્કો અને બાળકોને ટક્કર મારીને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા હોય. રસ્તા પર રઝળતા ઢોરને કારણે ગંદકી પણ ફેલાય છે અને સ્વાસ્થ્યની સમસ્યા પણ સર્જાય છે. વાહનોની અવરજવર પણ પ્રભાવિત થાય છે અને અકસ્માતની શક્યતા પણ વધી જાય છે.

હાઈકોર્ટની દખલગીરીની અસર: પીરાણા STPમાંથી છોડવામાં આવતા પાણીની ગુણવત્તા સુધરી

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં શાળાઓ, કોલેજો, મ્યુઝિયમ, ગુજરાત યુનિવર્સિટી, સીજી રોડ, હેપ્પી સ્ટ્રીટ, ફ્લાવર પાર્ક, બજારો અને હોલ હોવાને કારણે માત્ર ભારતના જ નહીં પણ વિદેશના લોકો પણ મોટી સંખ્યામાં અહીંની મુલાકાત લેતા હોય છે. અહીં લોકોની અવરજવર મોટી સંખ્યામાં હોય છે. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શહેરના રસ્તાઓ પર પશુઓની હાજરીને નિયંત્રિત કેમ નથી કરી શકાતી. આના જવાબમાં શહેરના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે 19મી નવેમ્બરના રોજ કહ્યુ હતું કે એએમસી દ્વારા આ બાબતે મૂકવામાં આવેલો પ્રસ્તાવ શહેરની ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકાર દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો.

SHE ટીમ મહિલા પોલીસકર્મી આપઘાત કેસ: મૃતકના ભાઈએ કહ્યું- ‘આ મર્ડર છે’
કમિશનરે હાઈકોર્ટને આપેલા જવાબમાં કહ્યુ હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમુક વિસ્તારોને કેટલ-ફ્રી ઝોન જાહેર કરવાની ભલામણ કરી હતી, પરંતુ શહેર પોલીસ દ્વારા આ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. હવે ટ્રાફિક પોલીસને બીજો પ્રસ્તાવ મોકલાવમાં આવ્યો છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here